SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુણ કે. પટેલ इत्यत्र हि नखरजनानन्तर परिहासपूर्व सण्या कृताशिषो देव्या यदेतदवचनं माल्येन हनन तत् तदनुभावभृतं तस्याः कौतुकौत्सुक्यलज्जादिम्यभिचारिसम्पदामनुमापयति । सा चानुमीयमाना सती भगवति भवे भर्तरि रतिमनुमापयति । यथा -- "एवं वादिनि देवर्षों पावें पितुरषोमुखी। लीलाकमलपत्राणि गणयामास पार्वती॥" ૫થી વાં-- “વચ્છતો પૈ: કુસુમતિ મનની, विपक्षगोत्रं दयितेन लम्भिता । न किञ्चिदूचे चरणेन केवलं, लिलेख बाष्पाकुललोचना भुवम् ॥"४ અર્થાત. “ અમિત અર્થને (અન્ય) અનુમેય અર્થ સંબંધી (સાધ્યસાધનભાવ) જેમકે,–ચર પર અળતે લગાડીને, “આ ચરણથી પતિના શિર પર રહેલી ચંદ્રકળાને સ્પર્શ કરજે.' એવા સખીના પરિહાસપૂર્વકના આશીર્વાદ પ્રાપ્ત કરીને પાર્વતીએ કશું બોલ્યા વિના તેના, (સખીના) ઉપર માળાથી પ્રહાર કર્યો.” અહીં નખના રંજન પછી પરિહાસપૂર્વક સખીના આશીર્વાદ પ્રાપ્ત કરીને પાર્વતીએ બોલ્યા વિના જે રીતે માળાને પ્રહાર કર્યો, તે તેની (પાર્વતીની) કૌતુક, ઉસ્તા , પ્રહર્ષ, લજજા આદિ વ્યભિચારી ભાવસંપત્તિનું અનુમાન કરાવે છે અને તે અનુમાન વડે દેવી પાર્વતીની પતિ શિવ પ્રત્યેની રતિનું (અન્ય) અનુમાન થાય છે.” અને જેમ કે –“દેવર્ષિ આવું કહેતા હતા, ત્યારે પિતાની બાજુમાં રહેલી પાર્વતી મુખ નીચું કરીને લીલા કમળની પાંખડીઓ ગણુવા લાગી.” અથવા જેમ કે,–“ઊંચે રહેલા પુષ્પને ઉપહાર દેતા પ્રિયતમ વડે સપત્નીના નામથી બેલાવવામાં આવેલી માનવતી પ્રિયતમાં કશું જ બેલી નહિ. કેવળ આંસુથી છલ ભરેલી છે આખો સાથે પગ વડે જમીન ખોતરવા લાગી.” અહીં ઉદાહરણરૂપે એક સાથે ત્રણ ત્રણ કે આપીને “વ્યક્તિવિક કારે અનમતાનુમેય નામને પ્રકાર સ્પષ્ટ કાર કર્યો છે. ઉદાહરણરૂપે આપેલા કો પૈકી પ્રથમ શ્લોકની અન્યત્ર ચર્ચા કરતાં, ગ્રંથાકારે ઉદાહરણને વ્યભિચારીભાવવ્યવહિતા અનુમતિરૂપે ઓળખાવ્યું છે. તેથી સ્વાભાવિક રીતે જ બાકીનાં બે ઉદાહરણોની પણ આ પ્રકારના વ્યભિચારીભાવથી વ્યવહિત અનુમિતાનુમેયમાં ગણના થશે. કારણ કે ત્રણેય ઉદાહરણોમાં સમાન રીતે, સૌ પ્રથમ વ્યભિચારીભાવનું અનુમાન થાય છે, ત્યારબાદ સ્થાયીભાવાત્મક રસ અનુમીયમાન બને છે. પ્રથમ શ્લોક અંગે વિચારીએ તે પાર્વતીની સખી પાવતીનાં ચરણોને અળતાથી રંગીને પછી રસિકતાપૂર્વક માઠા પરિહાસ કરે છે કે, “ આ ચરણોથી તારા પતિના શિરે રહેલી ચંદ્રકલાને * ૫ એજન, પૃ. ૫૭, ૫૮, એજન, ૫. ૯૨, For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy