________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મહિમભટ્ટનું અનુમિતાનુમેય અનુમાન અને વ્યંજના” માં જોવા મળે છે. જે એમ દલીલ કરવામાં આવે છે, આનંદવર્ધનની નીચેની કારિકા---
ઘોડ: સારનાથઃ સ્થાતિ વ્યવસ્થિતઃ |
વાગ્યવતી મારાથી તોય મેવમો ભૂત 1–(વા. કારિકા ૨) –માં આનંદવર્ધને વાયુ અને પ્રતીય માન–એમ બંને અને કાવ્યાત્મારૂપે સ્વીકાર્યા છે, તે બચાવ ભૂલોપાંગળો છે. કારણ કે તેમ માનવાથી વાયાર્થ પણ કાવ્યાત્મારૂપે, વ્યંગ્યાર્થીને કાટમાં ગણાઈ જશે અને આનંદવર્ધનને તે કદાપિ ઈષ્ટ નથી; વળી, આ બાબતમાં આનંદવર્ધન ' અવારા : ..૨ એવી સ્પષ્ટતા કરી જ છે. તેથી કેવળ વાસ્વાર્થ જ ઉપસર્જનીકા બને છે. વ્યંગ્યાથે ઉપસનીકત બનીને અન્ય વ્યંગ્યાર્થીને વ્યક્ત કરે, તેવી સ્થિતિ આનંદવર્ધન સ્વીકારી જ નથી..
આનંદવર્ધને વ્યંગ્યાર્થ વ્યંજક બનીને ત્રીજા જ અર્થને વોતક બને છે, તેવું તે સ્વીકાર્યું નથી. આમ છતાં તેમણે આપેલા વનિના ઉદાહરણકોમાં, એક વ્યંગ્યાથે પરથી અન્ય વ્યંગ્યા ફલિત થતું જોવા મળે છે. આનંદવર્ધને તેનું સ્પષ્ટીકરણ આપ્યું નથી. અથવા તે તેમણે આ પ્રકારની સૂથમ અર્થપ્રાપ્તિ પરત્વે દુર્લય સેવ્યું છે. મહિમે વ્યંગ્યાર્થના સ્થાને અનુવાર્થને સ્વીકારીને આ પ્રકારની સૂક્ષ્મ અર્થપ્રાપ્તિને રસાસ્વાદ કરાવ્યું છે. તેને આસ્વાદ લેતાં પહેલાં તેનું વક્તવ્ય સ્પષ્ટ શબ્દોમાં સમજી લઈએ. કોઈપણું પદ્ય વાંચ્યા પછી, તેના પરથી અન્ય અર્થની પ્રતીતિ થાય છે, તેને આપણે અનુમેયાર્થે કહીશું. પદ્યમાં કવચિત્ એવા પ્રકાર નિરૂપણ હોય છે, કે પ્રતીત થયેલા અનુમેયાર્થમાં જ કાવ્યર્થ વિરમી જતો નથી. એટલે કે પ્રથમ અનમેયાર્થ માં જ કવિવિવક્ષિત અર્થની પરિસમાપ્તિ થતી નથી. કવિ કંઈક વિશેષ કહેવા માંગે છે અને તે સમજવા માટે અનુમાનપ્રક્રિયાનું દ્રિક્રિયાત્વ સ્વીકારવું પડે છે. તેથી આવાં ઉદાહરણોમાં વાચ્યાર્થ વડે અમિત થયેલે અર્થ હેતુરૂપે બની જઈ, અન્ય અર્થનું અનુમાન કરવામાં છે. આ રીતે, અનુમાન પ્રક્રિયા બેવડાઈ જાય અને પછી જે ત્રીજા અર્થની પ્રતીતિ થાય, તેને મહિમે “ અનુમિતાનુમેય ” એવું નામ આપ્યું છે, તેવું તેમના ઉદાહરણલકો પરની ચર્ચાના આધારે, સારરૂપે જણાવી શકાય. આ પ્રસંગે તેમણે આનંદવર્ધનનાં જ ધ્વનિનાં ઉદાહરગે લઈ, તેમાં દ્વગુણિત થતી અનુમાનપ્રક્રિયા વર્ણવી, અનુમિતાનુમેયનું નિરૂપણ આ પ્રમાણે કર્યું છે:
(અ) વ્યભિચારીભાવથી વ્યવહિત અનુમિતાનુય:अनुमितानुमेयार्थविषयो यथा--
"पत्युः शिरश्चन्द्रकलामनेन स्पृशेति सख्या परिहासपूर्वम् । सा रञ्जयित्वा चरणी कूताशीर्माल्येन तां निर्वचनं जघान ।।
૨ એજનકારિ-૧૭ની વૃત્તિ.
કે ભટ્ટ મહિમ-વ્યક્તિવિવેક, સં. દ્વિવેદી જેવા પ્રસાદ, ચીખમ્બા સંસ્કૃત સીરીઝ ઓફીસ, વારાણસી, ૧૯૬૪, પ્રથમ વિમર્શ', પૃ. ૮૮, ૮૯,
For Private and Personal Use Only