________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા, કુરૂકુલા અને કુરૂકુલ્લા શિખર
૨. ના, મહેતા
પ્રાસ્તાવિક
* ગુજરાતમાં બૌદ્ધ ધર્મ' નામના વિસ્તૃત લેખમાં ઉમાકાત છે. શાહે બૌદ્ધ ગ્રંથ અષ્ટસાહસ્ત્રિકા પ્રજ્ઞા પારમિતાની બે હસ્તપ્રતોને ફુલેએ તેમના ફેન્ય ભાષામાં લખાયેલા બૌદ્ધ મૂર્તિશાસ્ત્રના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો હતો તેની નોંધ લીધી છે. આ હસ્તપ્રતોમાંના લાહટ દેશે તારાપુર તારા, તથા લાહટ દેશ કુરૂકુલા શિખરે કુરૂકુલા જેવા ઉલેખ ઉમાકાન્ત શાહે ઉધૂત કરીને તેમણે કુરૂકુલા શિખર એ તારંગા છે કે બીજુ? એ સ્વાભાવિક પ્રશ્ન કર્યો હતે.
સ્વાધ્યાયના . ૧, ૧૯૬૩-૬૪, અંક ૩ નાં પૃ. ૩૨૦-૨૧ પર છપાયેલા આ લેખ પછી સ્વાધ્યાયના વ. ૪, સને-૧૯૬૬નાં પૃષ્ઠ ૧૦૦ પર ગુજરાતની બે બૌદ્ધ પ્રતિમાઓ પર કાન્તિલાલ ૬. સોમપુરા લેખ છપાયે છે. તેમાં તારંગાની તારા કે ધારણુમાતાની પ્રતિમા શુકલ કુરૂકુલાની હવાનું દર્શાવ્યું છે. ત્યાર બાદ પાદનોંધ ૧ પર “હવે એ તારંગાની ઉપર્યુક્ત મૂર્તિ કરૂકુલાની હોય તે તારંગાની ટેકરીએ કુરૂકુલા શિખર હોવાની સંભાવના ઉપસ્થિત થાય છે ” એવી સંભાવના રજૂ કરી છે.
આ લેખમાં આ બાબતે ચર્ચા કરી છે. કરકલા શિખર
કુરૂકુલા એ બોદ્ધોની વજીયાન શાખાની બળવાન દેવી છે. અમિતાભના કુલની આ દેવીનાં ધણું સ્વરૂપ તથા ઉપાસના માટેની સાધનાઓ જાણીતી છે. કુરૂકુલા દેવીને રંગ લાલ હોય છે. પરંતુ તે બે હાથ કે ચાર હાથની હોય ત્યારે તે શુક્લ કે સિત કુરૂકુલા તરીકે જાણીતી હોય છે. .
કરકલાનાં વિવિધ નામે માં તારાભવ, ઉડ્ડીઆન, અષ્ટભુજ, માયાજાલક્રમ આદિ જાણીતાં છે. દેવીની ઉપાસના માટેની સાધના સાધનમાળાના બિનયતષ ભટ્ટાચાર્યના મંય બીજમાં આપેલી છે. આ સાધનાઓ પૈકી સાધના નં ૧૭૧, ૧૭૨, ૧૭૪ અને ૧૮૮માં તેના વનમાં तेने कुरुकुल्लाद्रिगुहान्त, कुरुकुल्लापर्वतस्थित, कुटांगारनिवासिनी, कुरुकुल्लापर्वतादरनिवासिनी જેવાં સ્થળાએ નિવાસ કરતી દર્શાવી છે. આ તમામ સાધનાઓમાં કુરકુલાને રક્તવર્ણની દેવી કહી છે.
સ્વાધ્યાય', પુ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૨૯-૩૦.
• ૨૮, કોયસ સેસાયટી, રસમસ સાલ (પશ્ચિમ) વડોદરા.
For Private and Personal Use Only