________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* મત્સ્યપુરાણ'ની કથાયૂથણીમાં નિશનની પ્રયુક્તિ
૧૧
અને છે. સૂત કહે છે - વેન નામના એક અધાર્મિક રાજા વડે આ પૃથિવીનું શાસન થતું હતું. તેણે ધર્માચરણને માટે બ્રાહ્મણોને અનુજ્ઞા ન આપી; તેથી બ્રાહ્મણોએ તેને શાપથી મારી નાખ્યા. પશુ ‘હવે રાજ્ય અરાજક ખતી જશે' એવા ભયથી બ્રાહ્મણોએ એના શરીરનું મથન કર્યું . તેમાંથી એક દિવ્ય રૂપધારી માણુસનું શરીર નીકળ્યું ; તે પૃથુ-ધણા પ્રયત્નાથી નીકળ્યું હોવાથી તે માસને ‘ પૃથુ ' એવું નામ અપાયું. બ્રાહ્મણ્ણાએ તેને રાજા તરીકે અભિષેક કર્યોઃ
पृथोरेवाभवद् यत्नात् ततः पृथुरजायत । स विप्रैरभिषिक्तोऽपि तपः कृत्वा सुदारुणम् ॥
मस्स्यपुराणम् ( १०-१० )
આ રાજા પૃથુએ જોયું છે કે ભૂતલ વેદાધ્યયન વિનાનું થયું છે, યજ્ઞાદિ ક્રિયાઓ-વષટ્કારથતી નથી અને સર્વત્ર અધમ ફેલાયા છે. આથી તેવું ધરતીને બાળી મૂકવાના સંકલ્પ કર્યો, ત્યારે ભૂમિ ગાયનુ` રૂપ લઈ ને પલાયન કરી જવા ઉદ્યત થઈ ઃ-~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दग्धमेवोद्यतः कोपाच्छरेणामितविक्रमः । ततो गोरूपमास्थाय भूः पलायितुमुद्यता ॥
- મત્સ્યપુરાળમ્ (૨૦-૨૨) પૃથુ ગાયનું રૂપ લઈને જતી ભૂમિની પાછળ પડ્યો અને ભૂમિને કહ્યું કે સ્થાવર-જંગમ જગતને માટે તું ઇપ્સિત વસ્તુઓ આપનારી થા. ભૂમિએ આ માગણીના સ્વીકાર કર્યા અને પૃથુ રાજાએ ભૂમિતે યથેચ્છ દોહી.. આ દેહનથી અનાદિની પ્રાપ્તિ થઈ, દારિદ્રય દૂર થયું, ધર્મની સ્થાપના થઈ વગેરે. પુરાણકાર કથાને ઉપસાર કરતાં કહે છે કે
दुहितृत्वं गता यस्मात्पृथी धर्मवतो मही । तदानुरागयोगाच्च पृथिवी विश्रुता बुधः ॥
મત્સ્યપુરાળÇ ( ૦-૩૧ )
મહી ધાર્માિંક એવા પૃથુ રાજાને વિષે–તે માટે દુહિતૃત્વને ( દાહવા યોગ્ય ગાયના રૂપને) પામી તેથી તે શૌ એવી પરિભાષા પામી ) તથા પૃથુ રાજાના અનુરાગને યાગ થવાથી ( = પૃથુની પુત્રીરૂપ બનેલી ) આ ભૂમિ · પૃથિવી ' કહેવાઈ છે.
અહીં પણ ' પૃથિવી? તથા • ગા' એવા નામકરણની પાછળ સંતાયેલી એક ઐતિહાસિક કથાને નિર્વાંચનના માધ્યમથી પુરાણુકારે રજૂ કરી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે, બીજુ એ પણ ધપાત્ર છે કે સામાન્ય રીતે ચા વિતુ: મુદ્દે વોનની સા દુહિતા । એવું નિયન પ્રાચીન સમયથી પ્રચલિત છે. ( અહીં કકારક પરક અથ લેવાના છે. એટલે કે જે દેહન કરનારી હોય તે દુહિતા કડુવાય એવા અથ થાય.) પણુ અહીં પુરાણુકારે પૃથિવી ‘દુહિતૃત્વ ’–તે પામી એમ કહ્યું છે! એના અર્થ એવા થાય કે “ જે દોહવાઇ તે દુહિતા. ’” અર્થાત્ અહીં કર્મ
'
For Private and Personal Use Only
૬ સરખાવા : अत्र पृथिव्येव दुहितृशब्देनोक्ता सा हि द्युलोकात् ' दूरे निहिता ' अथवा सा हि लोकं दोग्धीति दुहिता । सा हि द्युलोकात् पतितमुदकम् उपजीवत्येवादूरे निहिता, दोग्धि वा ॥ ( અહીં જે લેાકને દોડે છે તે પૃથિવીને ‘દુહિતા ' કહી છે. ) નિતમ્, મ-૪ ( તૃતીયો માગ:) તત્ર દુર્ગાવાë: ૧. ૪૨૪, ગુમકલ પ્રથમાના ? ૦, સમ્વાન-મનમુલ રામ મોર, લત્તા, ૧૧૬,