SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ સૌરાષ્ટ્રનાં દેશી રાજયનાં વિશિષ્ટ લક્ષણે કાગળોને ઉપયોગ કરતાં, એમાં રાજ્યનું નામ, રાજાનું નામ તથા રાજાનું ચિત્ર મૂકવામાં આવતાં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, પરચૂરણની તંગીને લીધે કેટલાંક રાજયોએ પૂઠાની છાપેલી “કુપન” પણ ચલણમાં મૂકી હતી. ૧૧ શિક્ષણ તથા સાહિત્યને ઉત્તેજન રાજકુમાર કોલેજમાં શિક્ષણ પામેલ રાજકુમાર (મેરખીને વાધજી, ગાંડલના ભગવતસિહજી, ભાવનગરના તખ્તસિંહજી, લીબડીના જશવંતસિંહજી, પોરબંદરના નટવરસિંહજી વગેરે) જ્યારે રાજવીઓ બન્યા ત્યારે તેમણે પિતાના રાજ્યોમાં હાઈસ્કુલ, કન્યાશાળાઓ, પુસ્તકાલય, વાચનાલયે, મુદ્રણાલય વગેરેની સ્થાપના કરી. એમની સાથે રાજાઓ, રાણીઓ, દીવાને અથવા અંગ્રેજ અધિકારીઓનાં નામ જોડવામાં આવતાં. ભાવનગરમાં શામળદાસ કોલેજ અને ભૂજ તથા મોરબીમાં સરકત પાઠશાળાની સ્થાપના થઈ. રાજકોટમાં વોટસન મ્યુઝિયમ અને ભાવનગરમાં ભાર્ટન મ્યુઝિયમ સ્થપાયાં. ભૂજમાં પણ મ્યુઝિયમ થયું. ગોંડલ રાજ્ય ભગવદ્ગોમંડલ 'નું પ્રકાશન કર્યું. કેટલાક રાજવીઓનાં જીવનચરિત્રો તથા પ્રવાસવર્ણને (જર્નલો ) પ્રગટ થયાં. આ રાજાએ પોતાના રાજ્યના કવિઓ, લેખકો, વિદ્વાન વગેરેને પ્રોત્સાહન આપતા. ઘભુખરા રાજમાં મiટ્રક સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવતું. ક્રિકેટની રમતને રાજ્ય તરફથી પ્રત્સાહન મળતું. ૧૨ આધુનિક સગવડો ઘણા રાજવીઓએ યુરોપ-અમેરિકાની મુલાકાત લઈ પોતાના રાજ્યમાં આધુનિક બજારો, ફૂવારાઓ, ટાવાળા બંગલાઓ, વિમાની મથકો, રસ્તાઓ, બગીચાઓ, પુલો, તળાવો, સરોવર, દરબારખંડ, હોસ્પિટલે. પ્રસૂતિગૃહ, વિદ્યાર્થીભવને, વોટર વર્કસ, પાવરહાઉસ વગેરે બંધાવી આધુનિક સગવડો દાખલ કરી. મુખ્ય શહેરોમાં નાટકશાળાઓ અથવા સીનેમાગૃહ બંધાયાં, ધ્રાંગધ્રાના એક રાજવી નાટકના શોખ માટે જાણીતા હતા. જુનાગઢના એક નવાબને કૂતરાઓ પાળવાને શોખ હતો. ભાવનગર, ગોંડલ, મોરબી, ધ્રાંગધ્રા, લીંબડી વગેરે રાજ્યોએ પિતાના ખર્ચે રવે અથવા ટ્રામ બંધાવી. દરેક રાજાએ પોતાના પ્રવાસ માટે વૈભવશાળી રેલવે-સલૂને વસાવ્યાં. કેટલાક રાજાઓએ પોતાના અંગત ૩પયોગ માટે નાનાં વિમાને પણ વસાવ્યાં. આબુ અને મહાબળેશ્વર જેવા હવા ખાવાના સ્થળે પોતાના બંગલાઓ બંધાવ્યા. ઉનાળામાં રાજાઓ ત્યાં જઈને રહેતા. ૧. ઈલ્કાબા અંગ્રેજ સરકાર તરફથી રાજાઓને “કે. સી. આઈ. ઈ.' અથવા એનાથી ઊંચો “કે. સી. એસ. આઈ. ને ખિતાબ આપવામાં આવતો. રાજ્યના દીવાને અથવા મોટા માણસોને રાવબહાદુર' ', “ રાયબહાદુરીને ખિતાબ આપવામાં આવતે. એવી જ રીતે ઘણાં રાજ્યો તરફથી મેટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ કે વહીવટી અધિકારીઓને “રાજરત્ન ને ઈલકાબ આપવામાં આવતું. પિોરબંદર, લીબડી વગેરે રાજ્યમાં આ પ્રથા હતી. દરબાર ગોપાળદાસે ઢસા સ્વી ૧૬ For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy