________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુગટલાલ બાવીસી
વાર તેા દરબારગઢમાં જ કુળદેવીનું મદિર રહેતું. કોઇ કોઇ વાર દૂરના કોઈ ગામમાં એ પ્રાચીન સમયમાં સ્થપાયું હોય અને એને લીધે એ ગામ તી ધામ બની જતું. દા.ત. કચ્છના જાડેજા રાજવીઓની કુળદેવી આશાપુરાનું પ્રાચીન અને પ્રસિદ્ધ મદિર માતાને મઢ નામના ગામમાં આવેલું હતું. તેથી તે તીર્થ બન્યું હતું. સામાન્ય રીતે નવરાત્રીની કોઈ નિશ્ચિત તિથિએ ચોક્કસ વિધિથી કુળદેવીનાં નૈવેદ્ય કરવામાં આવતાં. કાળી ચૌદશ ( આસા વદ ચૌદશ)ને દિવસે પાળિયાઓને સાફ કરી સિંદૂર ચડાવવામાં આવતું તથા ધૂપ-દીપ કરવામાં આવતા. કાઈ કોઇ રાજકુટુંબના પાળિયાને તે દિવસે કસુંખા પીવડાવવાનેા વિધિ પણ કરવામાં આવતા.
રાજા જો મુસ્લિમ ધર્મ પાળતા હોય તો મુસ્લિમ ધર્મ, મુસ્લિમ સ્થાનકો ( મસ્જિદ, દરગાહ, મકબરો, રોજો ) અને મુસ્લિમ તહેવારાને પ્રાધાન્ય મળતું.
૮. મારી ગેઝેટ
દરેક રાજ્ય તરફથી સાપ્તાહિક અથવા પાક્ષિક રૂપે પાતાનું દરબારી ગેઝેટ પ્રસિદ્ધ થતું. એમાં રાજ્યના કાયદા, હુકમો, નિમણૂકો નેટિસ, પરિપત્રો, નિયમા, સૂચનાઓ, જાહેરાતો, ચેતવણીઓ વગેરે પ્રસિદ્ધ કરવામાં આવતાં. મહત્ત્વના હુકમા રાજાની સહીથી પ્રસિદ્ધ થતા અને એ ‘ હજૂર હુકમ ’ તરીકે ઓળખાતા, જ્યારે સામાન્ય હુકમે મુખ્ય કારભારી કે દીવાનાની સહીથી પ્રસિદ્ધ થતા. રાજ્યમાં મહત્ત્વને બનાવ બને ત્યારે ગૅઝેટને ‘ અસાધારણ અંક ' પ્રસિદ્ધ થતો, ૧૯૧૪માં ઇંગ્લેડ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું ત્યારે એક દેશી રાજયના રાજાએ અસાધારણુ ગેઝેટ પ્રગટ કરીને ઇંગ્લેંડને વિજય મળે એ માટે પેાતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરવાની પ્રજાને સૂચના આપી હતી.
૯, વાર્ષિક વહીવટી અહેવાલ
દરેક રાજ્ય તરફથી રાજ્યની પ્રગતિ અને પ્રવૃત્તિએ દર્શાવતો વાર્ષિક વહીવટી અહેવાલ (Annual Administration Report) અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવતો. એમાં રાજ્યના વાર્ષિક આવક-ખર્ચના આંકડા, જમીનમહેસૂલ ઉપરાંત શિક્ષણ, પોલીસ, આરોગ્ય, બાંધકામ વગેરે દરેક ખાતામાં થયેલ કામગીરી અને ફેરફારાની સત્તાવાર માહિતી આપવામાં આવતી. વ દરમિયાન બનેલા મહત્ત્વના બનાવેા, કુદરતી આફત વગેરેની તેાંધ લેવામાં આવતી. મેાટા અમલદારોની નામાવલિ પણ એમાં પ્રગટ કરવામાં આવતી. આ અહેવાલ વિસ્તૃત, વ્ય{સ્થત, વિશ્વસનીય અને પ્રમાણુર્ભૂત માહિતી પૂરી પાડે છે તેથી દેશી રાજ્યેાના અભ્યાસ અને સ`શાધન માટે તે ઘણા ઉપયોગી છે.
રાજ્યના
૧૦ સિક્કા, ટિકિટો અને દસ્તાવેજી કાગળા
કચ્છ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર વગેરે પ્રથમ વર્ગનાં રાજ્યોએ પોતાના સિક્કા અને એમાંના કોઇ કે ચલણી નોટો અમલમાં મૂક્યાં હતાં. કચ્છ, જામનગર અને પોરબંદરમાં કોરીનું ચલણ હતું. જો કે પછીથી અંગ્રેજ સરકારે આ રાજ્યોનાં ચલણા બંધ કરાવ્યાં હતાં. પહેલા અને બીજા વર્ગનાં રાજ્યો પોતાના જ રસીદ સ્ટેમ્પ, કોર્ટ ફી સ્ટેમ્પ અને દસ્તાવેજના
For Private and Personal Use Only