________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યનાં વિશિષ્ટ લક્ષણે
ચોપડામાં નેધ કરતો. એ કુટુંબે એના બદલામાં એને દક્ષિણ આપતાં અને તેની આગતાસ્વાગતા કરતાં. આ રીતે દરેક કુટુંબની વંશાવળી એની પાસે સચવાઈ રહેતી. સામાન્ય કુટુંબોની માફક રાજકુટુંબોને પણ પિતાના બારેટ હતા અને એ “રાજબારોટ ' તરીકે ઓળખતા. રાજબારોટની માફક “રાણીમના બારોટને એક અલગ વર્ગ હતો જે રાણીઓની નોંધ રાખતે. રાજાઓને જેટલી રાણુઓ હોય તેમનાં નામ, કુળ, પિતાની અવટંક, વતન, પુત્ર, પુત્રીઓ વગેરેની નોંધ રાણીગા બારોટે રાખતા. એમની આ સેવાના બદલામાં રાજકુટુંબ તરફથી એમને જમીન, જાગીર, ઉદાર દક્ષિણુએ વગેરે મળતી. આજે પણ રાજબારોટ અને રાણીગા બારેટના ચોપડાઓમાંથી ઘણી ઉપયોગી અને દુર્લભ માહિતી મળી શકે છે.
૬ રાજકવિ, રાજગોર, રાજપુરોહિત અને ચારણ કવિઓ
દરેક રાજ્યને પિતાને રાજકવિ હતા, જે રાજાના જન્મદિવસે, રાજ્યાભિષેકના દિવસે અથવા કોઈ આનંદ-ઉત્સવના પ્રસંગે રાજા કે યુવરાજ વિશેની પિતે રચેલી પ્રશરિત, કાવ્ય કે ગીત રજુ કરતે, રાજાએ કરેલાં યુદ્ધો, પરાક્રમો કે મેળવેલી સિદ્ધિઓનાં અતિશયોક્તિભર્યા વર્ણને કરી એ રાજાને પ્રસન્ન કરતો અને ભેટ મેળવતે. ચારણ કવિએ પણ આવી રીતે રાજાઓને રીઝવીને ભેટ અથવા દાન મેળવતા. રાજાઓ ઉપરાંત રાજાના કુંવર, દીવાને, યોદ્ધાઓ, અમલદારે વગેરેની પણ તેઓ પ્રશસ્તિઓ રચતા. કેટલીક વાર કોઈ વિદ્વાન ચારણને જ રાજકવિને હેદ્દો આપવામાં આવતા. આવા રાજકવિઓ પાસે દેશી રાજ્યોને લગતું ઘણું સાહિત્ય સંઘરાયેલું પડયું છે. દરેક રાજાને રાજકવિની માફક પિતાને રાજગોર અથવા રાજપુરોહિત પણ રહે, જે યોગ્ય મુહૂર્ત જોવાની તથા શુભ પ્રસંગોએ ધાર્મિક ક્રિયાઓ કરાવવાની કામગીરી કરતે. રાજ્ય તરફથી રાજકવિનાં કેટલાંક પુસ્તકોનું પ્રકાશન પણ થતું. '
૭ ધાર્મિક માન્યતા અને કુળદેવી
દરેક રાજ્યનો રાજા શૈવ કે વૈષ્ણવમાંથી જે ધર્મ પાળતો હોય તેને વિશેષ મહત્વ મળતું. રાજ્યના મુખ્ય મથકમાં આવેલ એકાદ-બે મંદિરને સંપૂર્ણ ખર્ચ રાજ્ય તરફથી અપાતો અને બીજા મંદિરોને વાર્ષિક નાણાંકીય મદદ અપાતી. રાજાની કુળદેવીના મંદિરને નિભાવ રાજ્યના ખર્ચો થતો. રાજા અને રાણી ઓ નવાં મંદિર બંધાવતાં અથવા જૂનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવતાં. રાજા બધા ધર્મો તરફ સમભાવ રાખતા અને જમીન કે નાણુના રૂપમાં દાન આપતે. જૈન ધર્મ તરફ પણ માનની નજરે જોવામાં આવતું. રાજ્યની ધાક એટલી બધી રહેતી કે કોમી ઝઘડાઓને કોઈ સ્થાન ન હતું. હોળી, ધૂળેટી, રામનવમી, બળેવ, જન્માષ્ટમી, દશેરા, દિવાળી, નૂતનવર્ષ વગેરે તહેવારોની ઉજવણી ખૂબ ઉલ્લાસપૂર્વક થતી અને રાજ પણ તેમાં ભાગ લેતા. કેટલાક તહેવારોના દિવસોમાં રાજ્ય તરફથી બાળકોને મીઠાઈ, દારૂખાનું વગેરેની મફત વહેંચણી કરવામાં આવતી. જન્માષ્ટમી અથવા અન્ય કોઈ પવિત્ર દિવસે મેળાઓ પણ જાતા.
દરેક રાજ કુટુંબને પિતાના ધર્મ ઉપરાંત પિતાની કુળદેવી હતી, જેમાં તેઓને અટલ શ્રદ્ધા હતી. જાડેજાઓની કુળદેવી આશાપુરા, પરમારોની કુળદેવી ચામુંડા, ચૂડાસમાઓની કુળદેવી ખેડીયાર અને ઝાલાઓની કુળદેવી શક્તિ હતી. મોટે ભાગે રાજ્યના મુખ્ય મથકમાં અથવા કેટલીક
For Private and Personal Use Only