________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ક
મહેશ ચ ંપકલાલ
પરણુતાં પહેલાં પોતાના જુસ્સાને, યુવાનીને, રામાન્સને પરચા બતાવવાને પ્રસ્તાવ મૂકે છે અને જમનાપ્રસાદ હર્ષાવેશમાં આવી તે મંજૂર રાખે છે ને પછી farcical situation ઊભી થાય છે. બાગમાં પસાર થતી ૧૮ વર્ષની કન્યાના દુપટ્ટો સરખા કરવાનું સાહસ જમનાપ્રસાદ પિતાતુલ્ય વાત્સલ્યથી કરી શકે તેમ હોવાથી તે પ્રસ્તાવ નામ જુર કરી, ૫૮ વર્ષની જે સ્ત્રી પસાર થાય છે તેની, જેની માત્ર પૂડ જ દેખાઈ રહી છે તેની, સાથે વાત કરી તેને હસતાં હસતાં શાલ એઢાડવી અને સ્ત્રી પણ તિરસ્કાર્યા વિના, હુકો કર્યા વિના, પ્રેમથી શાલ ઓઢે તે પોતે સમરાંગણુમાં વિજેતા અને તેમ ના કરે તેા પરાજિત યાહ્ના એવી શરત કબૂલ રાખી જમનાપ્રસાદ આગળ વધે છે. પેલી સ્ત્રી તે ખીજુ કાઈ નહિ પણ પેાતાની પત્ની જયાની સખી, પેાતાની માનપ્રિયા એવી રાધા છે એવું પ્રગટ થતાં બંને લગ્ન માટે રાજી થાય છે તે શાલ ઓઢાડવાની જગ્યાએ આખે આખી કન્યાને ઉપાડી લાવતા જમનાજીને નિરખી અને મિત્રો ભોંઠા પડી જાય છે ને તેમના લગ્નના પ્રસ્તાવને મંજૂરીની મહાર મારે છે. આ બે situation ઉપરાંત, અગાઉ જણાવ્યા મુજબ, તમામ મુખ્ય પાત્રોના સંવાદની તડાફડી, ફટાકડા ફૂટતા હોય તેમ તેમના મુખેથી સરી પડતા ચબરાકિયા સંવાદમાં ફ્રાનાં તત્ત્વી રહ્યાં છે. જમનાપ્રસાદ પરણે તે બંગલામાં નિરાંતે બેસી ચા પી શકાય એને નિર્દેશ હાલ આ મિત્રા, બૂઢા થઈ ગયેલા મિત્રા, પેાતાના મિત્રના ઘરે એક પ્યાલે ચા પણુ પામી શકતા નથી એ હડધૂતતાનું ભાન કરાવે છે. અહીં હાસ્યની પડખે કરુણ રહેલે છે અને તે કુશળ નટ સારી રીતે ઉપસાવી શકે. ભર્યાભાદર્યા બંગલામાં, પેાતાનાં આપ્તજના વચ્ચે એકાકી રહેતા વૃદ્ધ જમનાપ્રસાદ જ્યારે આધેડ વયની રાધા સાથે આ ઉંમરે પરણુવા તત્પર બને છે ત્યારે તે પ્રેક્ષકના તિરસ્કાર નહીં પણ સમભાવ પ્રાપ્ત કરે છે. ‘ ચાલે જમનાજીની જાનમાં ' એવા પ્રતિભાવ પ્રેક્ષકના પણ હાઈ શકે અને તેમાં જ આ એકાંકીની સફળતા રહેલી છે.
સગ્રહમાંના તૃતીય એકાંકી ‘ પ્રશ્નાર્થો ’માં રહસ્ય નાટકના માળખાને જાળવી ત્રણ પાત્રોની ચૈતસિક ગતિવિધિને તાકવાની લેખકની તેમ છે. ખૂનીની શોધ ચલાવતા ઈન્સ્પેકટર વિવિધ વ્યક્તિઓની જુબાની લે અને આડાઅવળા પ્રશ્નો પૂછી સત્ય હકીકત જાણવાના પ્રયાસ કરે; વિવિધ subjective બયાનાના ઝીણુવટભર્યો અભ્યાસ કરી objective એવા નિષ્કર્ષ ઉપર પહાંચવાના પ્રયત્ન કરે. રહસ્ય નાટકના આ માળખાને ઉપયોગ નાટષકારે જેની પૃચ્છા થઈ રહી છે તેવાં પાત્રોના આંતરમનની ગતિવિધને પ્રગટ કરવા માટે કર્યો છે. ટ્રાવેલ એજન્ટને વ્યવસાય કરતા, ૩૪ વર્ષના, કેન્સરગ્રસ્ત નિખિલ મારુના પાંચ વર્ષના દીકરા ધવલનું મૃત્યુ એ હત્યા છે કે આત્મહત્યા ત્યા હોય તેા પછી કોણે કરી તેની આસપાસ કથાવસ્તુ ઘૂમરાય છે. છેલ્લાં બે વર્ષથી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહેલ નિખિલ મારુ, અનંગ મહેતા સાથેની પોતાની દોસ્તીને પવિત્ર માની, તેના પર વિશ્વાસનું વજન મૂકી; ઑઑફિસ, ધર, બેન્ક બેલેન્સ બધું જ તેને સોંપી દે છે પરંતુ મારુના મત પ્રમાણે અનંગ મહેતાએ, એ ઝેરી નાગે, વિષની કાચળી ખાલી થાય ત્યાં સુધી ઝેર એકતા એ નપિશાચે, મિત્રતાને મુલાયમ જીરખા પહેરી, મીઠી મીઠી વાતા કરી બધું જ હડપ કરવા માંડયું. તેને મારુ સાથેના વ્યવહાર એ મારુને મન સપાટી પરની લના હતી. તે ધીમે ધીમે પરાવલંબી બનતા ગયા. ધીમે ધીમે તેનામાંનું ધનભૂખ્યું, કીતિતરસ્યું,
For Private and Personal Use Only