SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેનવાસને એક ખ” -સંકુલ આંતરમનની તરલ અભિવ્યકિત ૩૫૫ થી ધરાવે છે “ ફાસિકલ કોમેડી' સંજ્ઞા અંગે ઘેડ ઊહાપોહ થવા સંભવ છે કેમકે કાર્સ અને કોમેડી એ બંને કેટલેક અંશે અલગ તરી આવતાં નાટ્યસ્વરૂપ છે. જે કે અહીં નાયકારનો આશય ' કાર્સ પ્રકારનું કોમેડી , વિશેષ છે. કામેડીમાં અતિશયતાનું તત્વ ઉમેરાય ત્યારે તે કાર્સની કોટિમાં બેસે. એટલે પ્રસ્તુત એકાંકીમાં કોમેડી કરતાં કાર્સનાં તત્ત વિશેષપણે કયાં કયાં ડેકાય છે અને તે દ્વારા આ વૃદ્ધજનોની મને સૃષ્ટિ કેવી રીતે મૂર્તિમંત થાય છે તે તપાસવું રસપ્રદ બની રહેશે ક્રિયા સ્થળ તરીકે નાટ્યકારે કઈ પણ ઘરનું interior પસંદ કરવાની જગ્યાએ જાહેર ઉદ્યાનનું exterior પસંદ કર્યું છે એ ખૂબ સૂચક છે. ઘરમાં રહેતા આપ્તજનથી હડધત થયેલા વૃદ્ધજને ઉઘાડા આકાશ નીચે જાહેર, ઉદ્યાનના બાંકડા પર ભેગા થાય છે. નાટકના નાયક જમનાપ્રસાદ ૬૨ વર્ષના શ્યામ રંગના ઊયા એવા વિધૂર છે. નંદનવન જેવા બંગલાના માલિક હોવાં છતાં ભર્યાભાદર્યા મકાનમાં એકાકી છે. શહેરની ભરચક વસ્તીમાં રહેતા હોવા છતાં જાણે જંગલમાં ભટકતા વનવાસી છે. પોતાના દીકરા, દીકરી, વહુએ તેમની સાથે, જાણે તેઓ ગુજરી ગયેલી ધટના હોય, મ્યુઝિયમનું કાઈ શેપીસ હોય કે ખૂણામાં પડેલું ગંધાતું લખાયું હોય તે રીતે વર્તે છે અને તેથી તેઓ ખિન્ન છે. પોતાની પત્ની જયા ને હયાત હોત તો પિતે દારુણ દુઃખરૂપી વનવાસ ભોગવતા હોવા છતાં મુસીબતોના મહાસાગરને ચપટીમાં તરી જાત એવી તેમની લાગણી છે. પિતાના મિત્રોની પત્નીઓ હયાત છે. રાત્રે મિત્રો જયારે ઘરે પાછા જાય ત્યારે પત્ની તેમની શાલ ઠીક કરે જ્યારે પોતે ઘરે પાછા ફરે ત્યારે પુત્રવધુએ પિતાની ખાલ કાઢી નાંખે, એવી તેમની સ્થિતિ છે. તેમના જ મુખે બોલાતા આવા ચબરાક્ષિા સંવાદોમાં ફાર્સનાં ત છે. જુઓ આ સંવાદ જમનાપ્રસાદ ..મારા મિત્રો, સમજે. તમે રાત્રે ઘરે જશે ત્યારે તમારી પત્નીએ તમારી શાલને ઠીક કરશે, અને મારી વહુઓ મેડા આવવા બદલ મારી ખાલ કાઢી નાખશે. તમારું ગળું કોર્પોરેશનની ગટર જેવું ચોખ્ખું ચટ હશે તો પણ તમારી અર્ધાગના દૂધમાં ઘી અને હળદર નાખી, ચમચી વડે ગોળ હલાવી પીવડાવી દેશે અને હું બે ખાં કરીશ તે આખું ઘર ડીસ્ટર્બ થઈ જશે અને થોડી મિનિટોમાં એ સાઈલન્સ ઝોનમાં હુલ્લડ મચી જશે. જમનાપ્રસાદ બનતો નટ પોતાના આંગિક અને વાચિક અભિનય વડે આ સંવાદને ચગાવી શકે એની પૂરતી ગુંજાયેશ નાટયકારે અહીં આપી છે. પિતાનાં આપ્તજનથી હડધૂત થતો જમનાપ્રસાદ પિતાની વ્યથા ઉપર્યુક્ત હાસ્યપ્રેરક ઉક્તિ દ્વારા પ્રગટ કરે છે. પહેલાં તે પ્રેક્ષક આ ઉક્તિ સાંભળી બે ઘડી હસશે પણ પછી એ ઉક્તિ પાછળ છુપાયેલી જમનાપ્રસાદની વ્યથા પ્રેક્ષકની આંખને ભીંજવી પણ જશે. ' જમનાપ્રસાદની આ વ્યથા દૂર કરવાને એક જ ઈલાજ છે ને તે એમને પરણાવી દેવા તે. અને તે પછી શભ્રપ્રસાદ પોતાની લાકડીને, ભાવિ મિસીસ જમનાપ્રસાદ કપી જે ત્રાગડો : એ situationમાં ફાર્સનાં ભરપૂર તો રહેલાં છે. મિત્રોના આગ્રહને અને પોતાની પ્રચ્છન્ન ઈચ્છાને વશ થઈ જમના પ્રસાદ ફરી લગ્ન કરવા ઉત્તેજિત થાય છે ત્યારે કાલિકાપ્રસાદ જમનાજીને For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy