________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
(know thyself )ની સાધના કરે છે. એક નાની અમથી ઠેસથી આવી ગંભીર સાધના પ્રત્યે વળતા માણસની આ કથા, એમાં નિરૂપિત સમસ્યા દાર્શનિક હોવા છતાં, પ્રભાવક અને કળાત્મક બનતી નથી, બલકે અતિ સરળ (naive) લાગે છે, એનાં બે કારણો છેઃ એક તે, લેખકનું વસ્તુવિભાવને કાચું છે. માણસ આટલી ગંભીર સાધનાને માર્ગે વળે એ માટે એના અહને, સ્વને જોરદાર ધક્કો પહોંચાડે તેવી નક્કર અને સંગીન કારણવાળી ધટના હેવી જોઈએ, અહીં એમ નથી. બીજ નાયકના મન-હૃદયને મૂંઝ, રિબાવે, વિદારે એવી કોઈ સંધર્ષમૂલક કટોકટીનું આલેખન થયું નથી. આ કથાને નાયક મધુર જેવી નીતિવિષયક, નીલકંઠ જેવી મૂલ્યવિષયક,
હું ' જેવી ચેતનાવિષયક કોઈ કટેકટી અનુભવ નથી. સભાનતાસિદ્ધિને પ્રયોગ માંડતો તેને નાયક વિના વિરોધે એ પ્રયોગમાં આગળ ધપે, પાર ઊતરે, તેમાં તેને કોઈ જાતના અવરોધે નડે નહીં. કોઈ એના નિર્ણય અને વર્તનને પડકારે નર્ટી, એના પ્રયોગમાં બધું સહેલાઈથી પાર ઊતરે એ સ્વાભાવિક લાગતું નથી. એ નોકરી, શહેર, સંબંધ વગેરે તે છેડી શકે પણ કામવૃત્તિ વ એટલી સહેલાઈથી છેડી શકે એ ગળે ઉતરે તેવું નથી. આટઆટલી બાબતોનો ત્યાગ કરતાં એને જાત સાથે, વૃત્તિઓ સામે ખાસ ઝૂઝવું પડતું નથી ! બહારનાં કોઈ પરિબળ તો ઠીક, તેનું મન પણ તેનો વિરોધ કરતું નથી, સાનુકૂળ થઈ રહે છે ! મનનાં પરસ્પર વિરોધી વલ, તેમનાં બળાબળ, ઉધામા-કશું લેખકે અસરકારક રૂપમાં દર્શાવ્યું નથી, એ આ રચનાની ખામી છે. આત્મ-અભિજ્ઞાન જેવા વિષયવસ્તુને હાથ ધરી તેમાંથી લઘુનવલ સર્જતાં વસ્તુવિભાવન અને આલેખનની આવી કચાશને કારણે આ રચનામાં લેખક વડે એક સક્ષમ વિષયવસ્તુ વેડફાઈ ગયું છે.
ચિનુ મોદીની “ભાવ અભાવ' લઘુનવલને નાયક ગૌતમ વ્યાસ પણ આમઅભિજ્ઞાન પામવાની મથામણમાં છે. ગૌતમને સતત એમ લાગ્યા કરે છે કે પિતે નિમિત નહીં પરંતુ પૂર્વનિર્ણિત જીવન જીવી રહ્યો છે. તે આ જાતના જીવન વિશે એણે પોતે નિર્ણય લીધો નથી તે અન્ય કોણે લીધે છે, એની તે સભાનતા સાથે શોધ કરવા માગે છે. આ વાતની સભાનતા આવી તેથી તે હવા (to be )માંથી કશુક થવાની (becoming)ની પ્રવૃત્તિમાં આગળ વધવા માગે છે. ત્યારે તેને ધણું ય મિથ્યા જણાવા લાગે છે. એ આ અંગે ખૂબ વિચારે છે. પિતાને હવડ વાવ ગમે છે, એમાં રચાતાં કુંડાળાં ગમે છે, વિવેક વણજારાની વાત ગમે છે–એનું શું કારણું? અમુક બાબતે પ્રત્યે ભાવ અને અમુક પરત્વે અભાવ કેમ થાય છે? વિચાર કરતાં તેને એમ લાગે છે કે આ બધી બાબતે પૂર્વજનાબદ્ધ છે. પણ એને પ્રશ્ન એ સતાવે છે કે આ પૂર્વજના કરનાર છે કોણ? પિતાના આત્મામાં જડે સુધી ઊતરી એ આ પ્રશ્નના ઉત્તરો ખેળવા ચાહે છે. જે પિતે આગલા જન્મોનાં કર્મબંધનોથી બંધાયેલો હોય અને આ જીવનમાં બધું એના પરિપાક/પરિણામરૂપે બનવાનું હોય તો આ બધી ઝંઝટ શાની ? નિર્મમ થઇ આત્મપૃથકકરણ કરતાં ગૌતમને, પોતે સૌની જેમ સહજરૂપે જીવન જીવી શકવાને બદલે જીવનવર્તુળમાંથી શા કારણે ફેંકાઈ ગયું છે તેનું કરુણ ભાન લાધે છે. માણસના ભાવ અને અભાવ વિશેની એક સંકલનાને એક ચરિત્રની ચતસિક ભૂમિકાએ મૂકીને તેમાંથી કથા સજવાને લેખકે પ્રયત્ન કર્યો છે. પરત એ સકળ થઈ શક નથી. કેમ કે એ અનુભવ જેટલે અમૂર્ત અને ભાવવાચક ભૂમિકાએ રહે છે તેટલો મુક્ત અને સંવેદ્ય ભૂમિકામાં આવતું નથી. માણસની have અને have notની
For Private and Personal Use Only