SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ સુરેશ જોષીની “ મરણોત્તર'માં, આમ તે, વ્યક્તિગત અને સાંસ્કૃતિક ભૂમિકાએ જીવનના પિપડામાં ઉછરેલા અને પછાતા મરણની કથા છે. કથાનાયક મિત્ર સુધીના ઘરે પહોંચે છે ત્યારે ત્યાં હજ કોઈ મિત્રો આવ્યા નથી. તેથી તે એકલો પડે છે. પછી બધાં આવે છે, છતાં તે તેમની સાથે ભળી શકતા નથી. એ બધાં ત્યાં આમ તે સાથે છે, છતાં પ્રેમથી, ભાષાથી સંબંધથી સંધાઈ શકતા નથી તેથી, તેઓ પણ એકલા છે. થોડી ગપસપ, થોડી ઠઠામશ્કરી, થોડા કસ, થોડી ચુસકીઓ, થોડા નાચગાન–એમ ' જીવવાના પ્રયત્ન ' થાય છે. પણ એમના ઉપર જાણે કોઈ ઓછાયો પડી ગયો છે. એ બધા વડે પણ કોઈ " જીવન ', કોઈ સંબંધવિશ્વ રચાતું નથી. એમનાં જીવવાનાં હવાતિયાંમાં કથાનાયકને મરણ વિલસતું લાગે છે. કથાનાયક એ લેાકો સાથે ભળી નથી શકતે એનું એક કારણ એ છે. બીજુ કારણ મૃણાલની અનુપસ્થિતિ છે. મૃણાલને પ્રેમ કદાચ તેને જીવનમાં દઢમૂલ કરી શક્યો હોત પણ હવે તેની સ્મરણશેષ ઉપસ્થિત તેને જીવનમાંથી ઉખેડી નાખે છે. આવો ખડેલ, એકલે પડેલ, વિચારતે વિમાસતો કથાનાયક હું પિતાની અંદર, પિતાની આજુબાજુ સર્વત્ર ઉછરતા મરણથી સભાન થતું જાય છે. માનવ, તેનો પ્રેમ, તેની ભાષા, તેના સંબંધો, તેને સમાજ, તેની સંસ્કૃતિ બધું ક્ષયગ્રસ્ત (decadence) થતું જાય છે, યુગ મરતે જાય છે. એની પિતાની અતિ સંવેદનશીલ (hyper sensitive) પ્રકૃતિ અને સન્નધ્ધ સંવિતિ ( hightened consciousness) ને કારણે અહેસાસ કરતે કથાનાયક તત્વત : પિતાના સ્વત્વ વિશે એક અધિકત (authentic) અનુભવ પામે છે. મૃત્યુના શારીરિક અનુભવ પૂર્વે મરણની અનુભૂતિ આત્મસાત થતાં તે એક પ્રતીતિ પામે છે. કાળબળે થતાં યુગમૃત્યુની અને સ્મરણશેષ પ્રેમ વડે નિજના મૃત્યુની અનુભૂતિ આત્મસાત થતાં તે જે પ્રતીતિ પામે છે તે તેના નાસ્તિમૂલક આસ્તની છે. ત્યાં સુધી પહોંચતા પહેલાં તે એક ભારે તનાવપૂર્ણ માનસિક પ્રક્રિયામાંથી પસાર થાય છે અને નિજરૂપની સભાનતા પામે છે. તેથી આ રચનાનું વિષયવસ્તુ પણ આત્મસભાનતા જેવી દાર્શનિક કોટિનું છે. લાભશંકરની “કોણ' અને ચિનુ મોદીની ‘ભાવ અભાવ એ બે લઘુનવલોમાં વિષયવસ્તુ આત્મઅભિજ્ઞાનનું છે. “કોણ ? 'માં સમાજ સાથે વ્યક્તિના કપાતા સંબંધની વાત રજુ થઈ છે. એના નાયક વિનાયકને પત્ની છે, મિત્રો છે, ધર છે, એ નોકરી કરે છે છતાં એ બધાંથી તે અલગ છે, એકલો છે. એક નાની અમથી ઠેસ વાગતાં આમ થયું છે. પત્નીને કોઈ યુવાન સાથે સ્કૂટર પર જતી જોઈ, એના પર વહેમાઈ, રૂઢિગત જીવન અને સંસારિક જળાજસ્થાઓ, માનવસંબંધે વિશે તે વિચાર કરતે થઈ જાય છે. સ્કૂટર પર પત્ની નહિ પરંતુ તેની સાથે આકૃતિસામ્ય ધરાવતી તેની બહેન, પત્નીની સાડી પહેરીને બેઠી હતી એવો ખુલાસો મળતાં તેનું શ્રમનિરસને તે થાય છે. પણ ઈચ્છાએ, કામના, હષ શાકાદિનાં ધૂમતાં જીવનવહેમ હવે અવશ્યપણે ધસડાવું નથી, સભાન થઈ બધું જાણવું અનુભવવું છે એવો નિર્ણય કરી એ દિશામાં તે નક્કર પગલાં ભરવા માંડે છે. નોકરી, શહેર, સંબંધે વ્યક્તિગત જરૂરિયાત–બધાને છોડતા જાય છે. એમ કરતાં કેટલીક મૂંઝવણે અને કેટલાંક મંથને અનુભવવાં પડે છે. પરંતુ સરચાઈ અને પ્રમાણિક્તાથી એ પિતાને ઉદ્દેશ બર લાવવા મથી રહે છે. બધાં જળાજસ્થાઓ અને સુખદુઃખાદિ સંતાપથી ઉફરા જવાની દિશામાં અગ્રેસર થઈ એ પિતાની જાતને ઓળખવા For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy