SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેટુની અનુગુણકાલીન બે શિલ્પકૃતિઓ મુ. હ. રાવલ મુનીન્દ્ર વી. જેશી* સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ટેટુ ગામનાં માતૃકાશિ અંગે સ્વતંત્ર લેખમાં ચર્ચા કરી છે. પ્રસ્તુત લેખમાં સમુહનાં અન્ય બે અનુગુપ્તકાલીન શિની ચર્ચા કરેલ છે. ૧ અર્ધનારીશ્વર :-( ચિત્ર-૧) પારેવા પથ્થરમાંથી કંડારેલ પ્રતિમા કટિથી ઉપરના ભાગેથી ખંડિત હાઇ ઉત્તરાંગની વિગતે મળતી નથી. હયાત શિલ્પખંડનું મા૫ આશરે ૦.૭૦ ૪ ૦.૩૪ X ૦.૧૧ સે. મી. છે. અંગભંગિ પરથી પ્રતિમા ત્રિભંગસ્થિત હોવાનું જણાય છે. અર્ધનારીશ્વરની પ્રતિમા હાઈ વામાંગ દેવીનું દર્શાવવાને કારણે વામભાગે સારી વસ્ત્ર ધારણ કરાવેલ છે. જયારે દક્ષિણ તરફને પગ દેવને હેઈ બને જંધા પરથી પસાર થતા વ્યાઘામ્બર પછી વ્યાધ્રમુખ દેવની જધા પર દર્શાવેલ છે. જયારે વ્યાઘાબરનું અલંકૃત ગઠબંધન વામજધા પર દર્શાવેલ છે. જેના બને છેડા પર કીર્તિમુખ (૨)નાં અંકન છે, જ્યારે બન્ને પગની મધ્યમાં સાડીવસ્ત્રની ગોમૂત્રિકભાતયુક્ત મધપાટી દર્શાવેલ છે. વધુમાં વસ્ત્રના છેડા રેખાથી દર્શાવેલ છે. આ સિવાય મુળ શિ૯૫ની અન્ય કોઈ વિગતે પ્રાપ્ત થતી નથી. છતાં પગનું ધાટીલાપણું શિ૯૫ની કંડારકામ શૈલી પર ગુપ્તકલાની અસર સૂચવે છે. પૃષ્ઠભાગે સન્મુખ દર્શને સ્થિત વાહન નંદીનું અંકન છે. જેના મસ્તિષ્ક ભાગે ત્રિસેરી મસ્તિષ્કાભરણની મધ્યમાં પાંદડાધાટને પદક દર્શાવેલ છે. ગળામાં ધંધરમાળ ધારણ કરાવેલ છે. ટકા શિંગડા પૈકી જમણી તરફનો ભાગ ખંડિત છે. અર્ધામિલિત આંખ અને ફલાવેલ નાસિકા શિલ્પને જીવંતતા બક્ષે છે. નંદીની ખૂધ ઉપસાવેલ છે જે પ્રાચીન પરિપાટીની સૂચક છે. ડાબી તરફ દેવાભિમુખ ઉન્નત મસ્તકે સ્થિત અનુચર સ્ત્રી પ્રતિમાનું અંકન છે. ધમિલ શિરચના, કાનમાં ગોળ કુંડળ, ગ્રીવામાં ધારણ કરેલ એકાવલી, બાજુબંધ ઉત્તરીય વસ્ત્ર, રત્નકંકણ, વગેરે ઉપરાંત ગોળાકાર મુખાકૃતિ ઘસાયેલ હોવા છતાં મુખ પર દાસ્યભાવ સ્પષ્ટ દેખાય છે. ઢળેલી પાંપણ તથા ઉપસાવેલ હેઠ મુખ પરના ભાવ વધુ સ્પષ્ટ કરે છે. જમણા હાથમાં અર્થ તથા વામકરે પૂજાપાત્ર ધારણ કરેલ છે. નંદી પ્રતિમાની પાછળ પણ માનવાકૃતિ છે. પરંતુ ખંડિત હાઈ સંપૂર્ણ વિગતો શક્ય નથી. “ સ્વાધ્યાય', પૃ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી બંક, એપ્રિલ ૧૯૯૦ઓગષ્ટ ૧૯૯૦, ૫. ૩૦-૭૧૨. ૧૬, મણિદીપ સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર ૨૩ અમદાવાદ-૩૮૦૦૫૧ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy