SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયા લે જદ જદા કવિઓના અને જદી જદી કતિઓના વારંવાર આવતા ઉલેખો પરથી કવિને આ શાસ્ત્રને ઊંડા અભ્યાસ હશે. એમણે અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હશે એમ એકસપણે કહી શકાય છે ગ્રંથમાં ઠેકઠેકાણે એમની બહુશ્રુતતાનાં દર્શન થાય છે. પોથીની માહિતી વડોદરા સ્થિત પ્રાચ્યવિદ્યામંદિરમાં સરદારને નોંધણી ક્રમાંક ૧૧૫૬૦ છે. એમાં ૮૩ Folios છે. અને ગ્રંથસંખ્યા ૧૬૦૦ છે. દેશી કાગળ ઉપર લખાયેલી આ પિથીની પહેળાઈ ૨૯.૩ સે. મી. અને લંબાઈ ૧૭ સે.મી. છે. દરેક પાન ઉપર તેરથી ચૌદ લીટીઓ છે. અને એમાં લગભગ ૩૦ થી ૩૨ અક્ષરે છે. કાળી શાહીથી લખાયેલી આ પોથીની બાજને હાંસિ ૩ સે.મી. અને ઉપર નીચેના હાંસિયા ૨ સે. મી. છે ઘણું પાનાં ઉપર કાળી શાહીથી હાંસિયા દોરવામાં આવ્યા છે. જ્યારે કયાંક દેરાયા નથી. અક્ષરે સુવાચ્ય તે કહી ન શકાય પરંતુ વાંચી શકાય એવા છે. કોઈક સ્થળે હરતાળ વાપરીને લખાણ સુધારવામાં આવ્યું છે તે કયારેક હાંસિયામાં પણ સુધારાઓ અથવા તો રહી ગયેલ ભાગ લખવામાં આવ્યો છે. લેખન અતિશય અશુદ્ધ છે. ને બદલેસ [ 3] નિ for જન [ 364 ] અને અન્ય ધણી અશુદ્ધિઓ જોવા મળે છે એ લહિયાની નિષ્કાળજી બતાવે છે. પિથી સંપૂર્ણ છે. પહેલું અને છેલ્લું પાનું થોડું ફાટેલું છે પણ તેથી વિષયવસ્તુ (content)માં કોઈ ફેર પડતો નથી. પિથીની પુપિકામાં આપણને ધણી માહિતી મળે છે. પથાને રચના કાળ વિ. સં. ૧૮૬૭ છે અને લેખન કાળ ૧૮૯૨ વિ. સં. છે, તેથી આ પિથી ૨૫ વર્ષ બાદ લખાઈ છે એ સ્પષ્ટ છે. લહિયાનું નામ પં. માનકદાસ છે. અને “લિરા ” નગરમાં લખાઈ છે. આ ક્યા નગરનું નામ છે તે જાણું શકાયું નથી. આ પથીની બીજા પ્રતને ઉલેખ New Cat. catalogorumમાં મળે છે એ પ્રત કાંચના પ્રતિવાદી ભયંકર મઠમાં છે. એમાં ઉમેરાએલી શુદ્ધિઓ ઉપરથી આ વ્રત કાંચીની પ્રત ઉપરથી ઈ હેય એવું લાગે છે. (વડોદરાની ગત “દાતિયા ” મધ્યપ્રદેશમાંથી ભેટ તરીકે મળી છે. ) આ ઉપરાંત આ પિથીની કોઈ પણ નકલ ઉપલબ્ધ હેવાને નિર્દેશ મળતા નથી. વિજયા લેલે For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy