SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ખબરકારના મહેતા અધિવેશનના પ્રમુખપદેથી પણ તેમણે સરલ, શિષ્ટ અને મિષ્ટ ભાષાની હિમાયત કરીને જણાવ્યું છે તેમ તેઓ “અકારણ સંસ્કૃત શબ્દોથી ખીચોખીચ ભરેલી ગુજરાતી ભાષા "ની તરફેણ કરતા નથી. “ગુજરાતી ભાષા અને પારસીઓ '' નામક વ્યાખ્યાનમાં ભાષામાં સરલતા અને સાદાઈના વિચારને ટકે આપીને તેઓ વળી સ્પષ્ટ કરે છે કે સરલતા એટલે ગ્રામ્યતા ( Slang ) નહીં. તેમની આવી માન્યતા હોવાને લીધે તેમની ભાષામાં દુર્બોધતા કે કિલષ્ટતા નથી, વાક્યોને દુરા-વય કે જટિલતા પણ નથી. ભાષાની સરળતાને લીધે વિશદતા, પારદર્શક્તા અને સુબોધતા પણ તેમની શૈલીનાં લક્ષણો બને છે. ગોવર્ધનરામમાં જે સંસ્કૃતમયતા છે, બળવંતરાયમાં જે અર્થ ધનતા છે, નરસિંહરાવમાં જે સંકુલતા છે તે ખબરદારમાં નથી. બીજે પક્ષે જોઈ એ તે તેમાં નાનાલાલને શબ્દાડંબર નથી અને નર્મદની અસ્થિરતા નથી. નંદશંકરની પ્રલંબ બેહૂદી વાકયરચના નથી અને મણિલાલની ભારેખમતા નથી. અહીં તો નરી સરળતા છે અને સાદાં સીધાં વાકયોમાં તે વ્યક્ત થઈ છે. સાદી ભાષા, સાદી કડી, સાદી વાતવિવેક, સાદામાં સાદુ કથે તે જ કવિજન એક” એ શામળકથિત ઉક્તિમાં ખબરદાર માનતા હોય તેમ લાગે છે. તેઓ શુદ્ધ ગુજરાતીને આગ્રહ રાખે છે અને તેમને મન શુદ્ધ ગુજરાતી એટલે રૂઢ ગુજરાતી ભાષાની સચોટતા. વિષય પ્રમાણે ભાષા અને શૈલી જોઈએ અને તે માટે કોઈપણ ખાસ શાસ્ત્રને લગતા વિષયમાં ખાસ પરિભાષાનો ઉપયોગ પણ કરવામાં તે માને છે. પણ જે વિષયને અનુરૂપ શુદ્ધ શિષ્ટ શબ્દ રૂઢ ભાષામાંથી મળી આવતા હોય તે દૂરના અજાણ્યા સંસ્કૃત, ફારસી કે બીજી કોઈ ભાષાના શબ્દો વાપરવાની જરૂર નથી એવી તેમની માન્યતા છે. આ વિશે તેમણે સાતમી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખ તરીકેના ભાષણમાં ટકોર કરીને કહ્યું હતું તે ધ્યાનપાત્ર છે-“ જે શખે. .જનસમાજમાં ચલણી રૂપિયાની માફક શુદ્ધ રૂપે જ ચાલતા હોય, તે છોડી દઈ માત્ર પંડિતાઈ બતાવવા જ જે પળેપળ સંસ્કૃત શબ્દ-અને તે પણ અપરિચિત-વાપરવામાં આવે તે તેવી ભાષાને ગુજરાતી કહેવી કે..” શબ્દ એ સંસ્કૃત વ્યાકરણે ગુજરાતી સમજવી” (ખબરદાર સ્મારક મંય પૃ. ૪૦) વળી ચૌદમી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષચ્છમાં પણ તેમણે અકારણ અઘરી ભાષા વાપરવાને વિરોધ કરીને જણાવ્યું છે-“શુદ્ધ ગુજરાતી-ગુજરાતી જ લખવું જોઈએ. એને ભારેભાર સંસ્કૃત શબ્દોથી જ લાદીએ તે ગુજરાતી ભાષા શતરૂપે ગુજરાતી રહેતી નથી. જ્યાં સુધી કોઈપણ અર્થને દર્શાવતે શુદ્ધ ગુજરાતી શબ્દ ભાષામાં હોય ત્યાં સુધી તે અર્થ દર્શાવતે બીજે નવો ને અપરિચિત સંસ્કૃત શબ્દ લાવવાનું કશું કારણ નથી. ” આવી તેમની માન્યતા હોવાથી તેમની રૌલીનું લક્ષણ સરળતા હોય, એમાં નવાઈ નથી. તેમની “ વિહારિણું ”ની કે “દાદીસતસઈ"ની પ્રસ્તાવના જ, તેમનું સાહિત્ય પરિષદના પ્રમુખપદનું કે વસંતોત્સવના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન જુએ, તેમને ચર્ચાલેખ ૪ એજન, ૫. ૯૨. ૫ એજન, પૂ. ૭૭. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy