________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પદ્ધ મ. માસ્તર (મધુરમ)
કવિએ અહીં ઉપર દર્શાવ્યા મુજબ એ બંનેને નાન્યતર જાતિમાં પ્રયોગ ખોટી રીતે કર્યો છે. વળી જ ઘેન” અને “યક્ષ” જેવા નાન્યતર જાતિના શબ્દોને પ્રયોગ સ્ત્રીલિંગમાં કર્યો છે. “થાળ” અને “દેહ ” જેવા પલિંગ શબ્દનો પ્રયોગ ચીલિંગમાં કર્યો છે, અને “સુવાસ ” તથા
કડવાશ” જેવા સ્ત્રીલિંગ પતિના શબ્દોને પ્રયોગ પુલિંગમાં કર્યો છે. “ કર્યું” ને બદલે “કીધું”, “પહોંચ્યાના અર્થમાં “પૂગ્યા”, “જઈ” અને “કોઈ” ને બદલે “નેય” અને “કાય” જેવા શબ્દપ્રયોગો તે વારંવાર વપરાય છે. આ રીતે તેમનું પારસીપણું હતું થઈ જાય છે. આમ, પારસીપણાની સ્વાભાવિક્તા તેમના ગદ્યનું મુખ્ય લક્ષણ બની રહે છે. (૨) સરળતા
એમની ગદ્ય શૈલીનું બીજ લક્ષણ છે સરળતા. એમણે સાહિત્યમાં સરળતાની હિમાયત કરતાં જણાવ્યું છે-“હે સરળતાને પૂજક છે. સાહિત્યલેખનમાં સરળતા એટલે વિચારની નીતરી સરિતા, વિચારનાં ગૂંછળાં લેખકના મનમાં ધુમ્મસ પેઠે ઘેરાયેલાં હોય, લેખકને પિતાને જ પિતાને ભાવ કે વિચાર નિર્મળ સ્વરૂપમાં સમજાતે નહીં હોય, અને એની આંખ આગળ તરતાં ચિત્રોએ સ્પષ્ટ રેખામાં આકતિ ધારણ કરી ન હોય તો પછી એ ભાવ, એ વિચાર કે એ ચિત્ર તેનાથી સ્પષ્ટપણે સરળતાથી વ્યક્ત કરી શકાતાં જ નથી. મહાત્માનું નૂર એ જ તેના શરીરનું આછાદન છે. માટે સરળતા એ લેખનકળાને અને લેખકને મહાગણ છે. સરળતા એ સાહિત્યકળાનું ઊંચામાં હયું રૂપ છે. વિચારની સ્પષ્ટતા હોય તે જ વાણુની સરળતા પણ આવી શકે છે. કહેળાયેલાં પાણુમાં વસ્તુનું પ્રતિબિંબ આબાદ પડી શકતું જ નથી.' તેઓ સંસ્કૃતનિષ્ઠ ગુજરાતી ભાષાના પ્રયોગના વિરોધી હતા અને ગુજરાતીનું ગુજરાત છેડી તેને પ્રવાહ પાછો સંસ્કૃત તરફ વાળવાનું પસંદ કરતા નહોતા. આમ, સરળ તળપદી રઢ ભાષા વાપરવાનું તેમને રચત. “ સાંધ્યગીત ”ના પ્રવેશકમાં તેમણે આજની અંગ્રેજી ભાષાનું દષ્ટાંત આપીને જણાવ્યું છે–“કવિ જેસનના કાળમાં બસે વર્ષ પૂર જેવી ભારી ને પાંડિત્યશૈલીથી અંગ્રેજી ભાષા સાક્ષરવર્ગમાં લખાતી તેવી લખવા હમણું કોઈ અંગ્રેજ લેખક હિંમત પણ નહીં કરે. બધી સંસ્કૃતિ ને પ્રગતિ છતાં આજની અંગ્રેજી ભાષા સરળ સચોટ દેશ્ય મૂળના શબ્દોથી તે દેશ્ય રૂઢિથી લખાય છે, તે તેવી જ શૈલી ઉતમ મનાય છે. આ રીતે, કવિતામાં જેમ * સામાન્ય બાલભાષાના દેરા'ના સાતત્યની તેઓ હિમાયત કરે છે તેમ ગદ્યમાં પણ તેઓ એની જ તરફેણ કરે છે. એ બાલભાષાને મૂળ રસ ઝીલવાથી જ લેકહૈયાને સ્પર્શ થાય છે અને એને જ સાહિત્યને લગતું સનાતન સત્ય હોવાનું તેઓ માને છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા
૧ પ્રભાર જનાદન, “વિહારિણું” પ્રકાશક-લેખક પિત, મુ. ઊંડાચ (જિ. સૂરત), ઇ. સ. ૧૯૨૦, આવૃત્તિ-૧, પ્રસ્તાનના” પૃષ ૨૨-૨૩.
૨ દેસાઈ મગનભાઈ લા. “મલક”, “સાંગગીત ”, પ્રકાશક-કવિ પોતે, વિલેપારલે (મુંબઈ), ઈ. સ. ૧૯૨૯, આવૃત્તિ-૧, “પ્રવેશક', પૃ. ૧૨.
૩ દેસાઈ હર્ષદરાય છે. મંત્રી “ખબરદાર સ્મારક સમિતિ”, રીઝર્વ બેંક સ્ટાફ કવાટસ, મુંબઈ, ખબરદાર સ્માર ગ્રંથ, મામશ-મંત્રી પોતે. ઈ. સ. ૧૯૫૬, આવૃત્તિ-૧, ૫. ૨૩.
For Private and Personal Use Only