________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ખબરદારની ગદ્યશૈલી
ધર્મેન્દ્ર મ. માસ્તર(મધુરમ )
લક્ષણે
(૧) સ્વાભાવિક પારસીશાઈ લઢણ
- ખબરદારની સાહિત્યસેવામાં પ્રધાનપણે તો કવિતા જ ગણાય છે. એમણે ઇ. સ. ૧૮૯૭ ના અરસામાં લખેલા “ સો દષ્ટાંતિક દેહરા "થી સાહિત્યલેખની શરૂઆત કરી અને છેલ્લે ઈ. સ. ૧૯૫૩માં “કીર્તનિકા” નામને કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. આમ, એમની પહેલી અને છેલ્લી કવિ કવિતા જ છે અને એમની કાવ્યસરિતાના પૂર આગળ ગદ્યસરિતાનું પૂર પ્રમાણમાં ઓછું છે. એમાં ખબરદારનું વ્યક્તિત્વ અને એમની વિદ્વત્તા પ્રગટ થાય છે. તેમનું કવિપણું પણ ઢાંકર્યું રહેતું નથી. એમનાં ચિંતનમનનને એમાં અવિષ્કાર થાય છે. એમની ગદ્યશૈલી અજિત પ્રકારની નહિ પણ સ્વભાવિક પ્રકારની છે. કેમ કે એમના સ્વભાવની સરળતા, એમને જીવનની છા૫ અને પારસીશાઈ લઢણ એમાં તરી આવે છે. કસમાકરને લખેલા પત્રોમાં જોય, મઠ સ્થાપવું નથી, યાદ કીધે, દલગીર, હું અહીં બહાર બહાર આવ્યો, ગડબડ, ટ્રેઈન પૂગતાં, પશો;” વિષણુપ્રસાદ ત્રિવેદીને લખેલા પત્રોમાં “ પુસતકોના થોકબંધ બુફે”, મંજુલાલ મજમુદાર પરના પત્રોમાં “ તેનું સૌરભ, કુસુમની ઘાન;”, “માસિકમાહ” પરના પત્રમાં “જગતની એક જ બ્રહ્મ ચક્ષ,” ફીરોઝશાહ મહેતા પરના પત્રમાં “વાડો”, વસંતોત્સવના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં “ પ્રભુની દેહરૂપ, સ્વારી, પિતાની હદયથાળ, આત્માને મીઠું સુવાસ, કેય,” “ગુજરાતી ભાષા અને પારસીઓ "ના વ્યાખ્યાનમાં “ગયેલા, શુદ્ધતા, જોલી,”
જામે જમશેદને શતવષી ઉત્સવ” લેખમાં “ કારસા, આલા, ધર્મની મોબરી, ” “કૌમુદીકારની શિરજોરી ” નામક ચર્ચાલેખમાં “ મિથ્યા કડવાશ એ ઊભું કરે છે.” “તીરવસ્તને અભ્યાસ ” નામક લેખમાં “અગ્યારી, તાણ (ટાણેના અર્થમાં), પાણીવાલો, ગાડીવાલી, ” “ મરહુમ એરવદ એદલજી ફ. માદનની પવિત્ર યાદમાં ” નામના લેખમાં “ મારી વિરોધમાં, સુદ્ધા, પ્રહસ્થ”—વગેરે શબ્દપ્રયોગોમાં પારસીભાઈ ભાષાલઢણ અને ખોટા લિંગવિનિયોગ થયેલા જોઈ શકાય છે. “સઠ” પુલિંગ છે, અને “સૌરભ ” સ્ત્રીલિંગ છે. પણ
સ્વાધ્યાય', પુ. ૨૮, અંક ૧૨, દીપોત્સવ-વસંતપંચમી અંક, આ કટોબર ૧૯૦૨ ફેબ્રુઆરી ૧૯૯૧, ૫, ૬૭-૮૦,
- ખબરદારના પત્રો અને ગાથા ગ્રંથ સિવાયના ગદ્યની શૈલીને અહીં વિચાર કર્યો છે. લેખકના કવિ ખબરદાર વિષયક પીએચ.ડી. મહાનિબંધનો અપ્રગટ ભાગ.
+ /૧ બજાજ કોલોની, પી. એમ.આઇ.ડી.સી. વાજ,૪૩૧૧૩૬ વા, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર
For Private and Personal Use Only