SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પન મ મારત૨ (મધુરમ), કે “ ચાંપશીભાઈનું ખંભાતી તાળ” નામક પ્રાસંગિક લેખ જ-સર્વત્ર સરળતાનું લક્ષણ જોવા મળે છે. તેમના સરળ સાદા ગદ્યને એક નમૂને જોઈ એ. “મહાપુની જીવનકથા એટલે મહાપુરુષોમાં વસેલા પરમાત્માના અમર અંશની ઐહિક જીવનકથા છે. પરમાત્મા તે અગોચર અને અકલ છે, પણ પરમાત્માને અમર અંશની દિવ્યતા અને પ્રભુતા મહાપુરુષે દારા ઉતરીને સિદ્ધ થાય છે અને અંધારામાં પડીને ફાંફાં મારતા પૃથ્વી પરના અનેક ક્ષદ્ર ને એ દિવ્યતા અને પ્રભતાને પ્રકાશ મહાપુરુષે મારા એકવાર ફરીથી પરમાત્મા તરફ દોરવે છે. એથી જ મહાપુરુષોના જીવન સામાન્ય દુનિયાને હંમેશાં પૂજાપાત્ર અને માર્ગદર્શક હોય છે.' ૩ સચોટતા સરળતાની સાથે તેમની ગદ્યશૈલીમાં જે એક વિશેષ લક્ષણ દેખાય છે તે સચોટતા. ગુજરાતી ભાષા અને પારસીઓ” નામના વ્યાખ્યાનમાં તેઓ જણાવે છે કે ભાષા એટલે શબ્દશુદ્ધિ, વ્યાકરણ, અન્વય, સંપૂર્ણ અર્થવિસ્તાર ને સમગ્ર સટતાને શિષ્ટ ઉદ્દગાર. આવી માન્યતાથી ટૂંકાં વાક્ય દ્વારા કવિ જે કથન કરે છે તેમાં જેમ આવે છે અને એક પ્રકારને અભિનિવેશ આવવા પામે છે. આવું લક્ષણ ધરાવતે નમુને જોઈ એ તે કથનની પ્રતીતિ થશે. જુદી જુદી પ્રજાઓની ઉન્નતિ કે અધોગતિ તે પ્રજાઓના સાહિત્યની ઉન્નતિ કે અગતિ સાથે પરસ્પર સંકળાયેલી રહે છે, સાહિત્યની ઉન્નતિમાં પ્રજાજીવનને ઉત્કર્ષ છે, અને પ્રજાજીવનના ઉત્કર્ષમાં સાહિત્યની ઉન્નતિ છે. પ્રજા-પ્રજાઓના સમર્થ સાહિત્યમંથે લે તે તે તે મથે પ્રથિત થયા તે કાળમાં તે તે ગાઓ સંસ્કૃતિની પરમ સ્થિતિમાં હતી એવું તુરત પ્રત્યક્ષ થશે. સાહિત્યની ઉન્નતિ એટલે પ્રજાના મનોબળનાં પ્રખર દર્શન, પ્રજાની પુણ્ય ભાવનાઓનું દેવમંદિર, પ્રજાની આત્મશક્તિના વિપુલ ધબકારા. કોઈપણ પ્રજા સૂતેલી છે કે જાગતી છે, તે તેનાં સમકાલીન સાહિત્યની દશા વડે ડેવત્તે અંશે જરૂર સ્પષ્ટ થશે. પૃથ્વીના રાજ્ય કરતાં આત્માનાં મનોરાજ્ય વધારે વિશાળ અને વધારે બળવંતાં છે. પ્રજની અગતિ એટલે એ મને રાજ્યની અધોગતિ. “ નંદનવનના પ્રાસાદની ટચ” પરથી સરી પડતો એ મને રાજ્યને વિજયવજ જ્યારે પૃથ્વીની ધૂળમાં રણદેળા થાય છે, ત્યારે તેની સાથે એ વિજયધ્વજને ધારતી પ્રજા પણ ધૂળમાં હવાતિયાં મારે છે. જ્યાં સુધી એ વિજયધ્વજને પિતાનાં હદય નિચવીને તેના રંગોથી એ પાછો ન રંગે, અને તેને પાછા સમર્થ હાથે ઝાલી વીરતાથી તે જ નંદનવનના અમરકુમની ટોચે ચઢાવી ફરફરતો ન કરે, ત્યાં સુધી એ પ્રજાનું પ્રજા તરીકેનું જીવન અસ્તવ્યસ્ત જ રહેવાનું. એને પરાઈ હાંડલી દેવી પડશે, પારકા ચૂલા જંકવા પડશે, ફેંકી દીધેલાં વસ્ત્રો દિલે ચઢાવવાં પડશે, અરધા કરડીને નાંખેલા ટૂકડા ખાવા પડશે, પરાયાં બાળકોના હાલરડાં ગાવાં પડશે, એના તનમનને ગુલામીનું સ્નાન લેવું પડશે, અને પવિત્ર ગંગાદકની અમૃતધારા નજર સામે વહેતી જતી છતાં એના આત્માને વાલામુખી પર્વતના જેવો ધગધગતે ૬ મલબારી, “ મલબારીનાં કાવ્યરને ”(સંપાદ-ખબરદાર અરદેશર ફરામજી) પ્રકાશકસંપાદક પિત, મદ્રાસ, ઈ. સ. ૧૯૧૭, આપત્તિ-1, પધાત-પૃ. ૪, For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy