SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ઐતરેય-આરણ્યકમાં વૈદિક “મહાવ્રત –– વિધિનાં સંદર્ભ, સ્વરૂપ અને મહત્ત્વ અમૃત ઉપાધ્યાય ઋવેદીય ઐતરેય-આરણ્યકને પ્રધાન ઉદ્દેશ “ મહાવ્રત” વિધિનું નિરૂપણ કરવાને તેમ જ એ વિધિનું રહસ્યાત્મક અને પ્રતીકાત્મક દર્શન સ્ફટ કરવાનું છે એ સ્પષ્ટ છે. ઐતરેય-આરણ્યકના પિતાના ભાષ્યની ભૂમિકામાં “મહાવત ને સંદર્ભ સ્પષ્ટ કરતાં સાયણાચાર્ય કહે છે કે – महावतमहः प्रोक्त प्रथमारण्यके स्फुटम् ।। ६ ।। गवामयनमित्युक्ते सत्रे संवत्सरात्मके । उपान्त्यमस्ति यदहस्तन्महाव्रतनामकम् ॥ ७॥ सत्रप्रकरणेऽनुक्तिररण्याध्ययनादिति । महाव्रतस्य तस्यात्र हौत्रं कर्म विविच्यते ॥ ८ ॥ એટલે કે “ પ્રથમ આરણ્યકમાં મહાવ્રત-દિવસ (વિધિ )નું સ્પષ્ટ વર્ણન કર્યું છે. આ મહાવ્રત, એક વર્ષ કે સંવત્સર સુધી ચાલનારા “ ગામવન' નામક સત્રના અંતિમથી આગલા (ઉપન્ય) દિવસે થનાર વિધિ છે. (ઐતરેય-બ્રાહ્મણમાં “ગવામયન’ -) સત્રનું વર્ણન કરતી વખતે આ (મહાવ્રત)ની ચર્ચા કરી ન હતી કેમકે આનું અધ્યયન અરણ્યમાં કરવામાં આવે છે. એટલે અહીં (આરકમાં ) એ જ મહાવ્રતનાં હેતાનાં કર્મક વિધિનું વિવેચન કરવામાં આવે છે. " સાયણાચાર્યના આ પ્રાસ્તાવિક શબ્દોથી જાણવા મળે છે કે મહાવ્રત કર્મ કે વિધિ ભલે સંવત્સરાત્મક યજ્ઞ-કર્મને એક વિભાગ હોય પરંતુ એની આધ્યાત્મિક, દાર્શનિક વિચારણું તે અરણ્યના એકાંત સ્થાનમાં, બ્રહ્મચર્યામાં નિમગ્ન ઋષિઓ દ્વારા થવી જોઈએ. કેમકે આ “મહાવ્રત' કર્મના ગંભીર તેમ જ રહસ્યમય અર્થનું આકલન એ જ આરણ્યક-વિદ્યા છે. આવી રહસ્યાત્મક તથા ગૂઢાર્થપૂર્ણ આરણ્યકવિદ્યા દીક્ષિતને જ પ્રાપ્ત થાય છે, અદીક્ષિતને નહીં. વસ્તુત: અદીક્ષિત અથવા અગ્ય વ્યક્તિ આ આરણ્યકવિદ્યાનું જ્ઞાન મેળવવાની અધિકારી નથી. આ જ આરક સ્વાધ્યાય', પુ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી- વસંતપંચમી અંક, ઐકબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, ૫. ૧૭-૨૦. બી/૨૨, કપા એપાર્ટમેન્ટ્સ, લાવણ્ય સોસાયટી પાસે, વાસણા, અમદાવાદ ૩૮૦ ૦૦૭, વા, ૨ For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy