________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃત ઉષાદયાય
ગત જ્ઞાનની વિશેષતા છે. એટલે જ આ ગંભીર જ્ઞાન જ્યાં-ત્યાં, જેને તેને આપી શકાતું નથી. આરણ્યકોનાં સર્વ રહસ્યોમાં “મહાવ્રતનું રહસ્ય પવિત્રતમ તેમ જ સર્વોત્કૃષ્ટ છે. કેમકે મહાવ્રતના યજ્ઞપરિક સંદર્ભ કરતાં એને આધ્યાત્મિક તથા દાર્શનિક સંદર્ભ અને એનું રહસ્યામક, રૂપકાત્મક તેમજ પ્રતીકાત્મક અર્થ સામર્થ ઓછું મહત્ત્વપૂર્ણ નથી.
-
૮ બહાને
“મહાવ્રત' એ સંજ્ઞાને અથ–પ્રથમ આરણ્યક(અ. આ. ૧.૧.૫ )ના પ્રારંભમાં જ · મહાવ્રત' એ સંજ્ઞાનો અર્થ સ્પષ્ટ કરતાં, ઈદ્ર દ્વારા વૃત્રને વધ થયે એ આખ્યાયિકાને નિર્દેશ કરીને, ઐતરેય-આરણ્યકના દ્રષ્ટા ઋષિ કહે છે કે “વૃત્રને મારીને ઈન્દ્ર મહાન બને. ઈન્દ્ર મહાન બન્યા ત્યારે “મહાવ્રત' થયું. આ કારણથી મહાવ્રત (એ) મહાન વ્રત છે.” આ પુરાકથાશ્રિત, રહસ્યાત્મક વિધાનની સ્પષ્ટતા કરતાં સાયણાચાર્ય મામિક ઢબે કહે છે કે- “ કૃતિઓમાં પ્રસિદ્ધ વૃત્રવધ પછી જ ઇન્દ્ર મહાન બન્યો હતો, એની પહેલાં નહીં. ઇન્દ્રનું નિર્ભય બનવું એ જ એનું મહાન બનવું એ છે.” વૃત્રવધ પહેલાં ઈન્દ્ર પિતાના ભયને જ જાપ જપતો હતો. આ રીતે ભીતિગ્રસ્ત બનેલા ઈન્દ્રનું હરવું-ફરવું બંધ થઈ ગયું હતું. આથી એની તબિયત લથડી ગઈ હતી અને તે “ અ૯૫ ” બની ગયો હતો. પણ વૃત્ર કે જે ઈન્દ્રની બધી જ ભીતિ, અલ્પતા, લઘુતા, હિનતા, દીનતા અને શિથિલતાનું કારણ હતું તેનો નાશ થવાથી ઈન્દ્રનું સમગ્ર વ્યક્તિત્વ બદલાઈ ગયું ; એ નિર્ભય થઈ ગયું. એટલે એની અલ્પતા, દીનતા, શિથિલતા ચાલી ગઈ. એ “મહાન' બની ગયે. કેમકે નિર્ભયતા એ જ મહાનતા છે. અને, એટલા માટે જ, વૃત્રવધની યુગપરિવર્તક ઘટના બન્યા પછી, ઈન્દ્રની મહાનતાને ઘોતિત કરનારું જે કર્મક વિધિ થવા લાગી તે “મહાવ્રત ' કહેવાયું. આ રીતે “મહાવ્રત ” ઈન્દ્રના મહત્વનું ઘી તક છે. આ જ વૃત્રવધની પુરાકથાનું તાતપર્ય છે. માટે, મહાવ્રતની ઉપાસના, ઈન્દ્ર જેવા સર્વશક્તિમાન (મહાન) તત્વની સાચી ઉપાસના છે જે સમય જતાં આધ્યાત્મિક દર્શનની જનની સિદ્ધ થઈ શકે તેમ છે.
મહાવ્રતનું યાપક
મહાવ્રતનું યજ્ઞપક સ્વરૂ૫:–વેદિક શૌયાગપરંપરામાં “મમ્હાવ્રત' એ, વર્ષ સુધી ચાલનારા તથા સંવત્સર (અર્થાત પ્રજાપતિ)ના પ્રતીકરૂપ “ગવામયન’ સત્રના છેલ્લાથી આગલા (ઉપન્ય) દિવસે થનારું કર્મક વિધિ છે. આ “મહાવત’ વિધિ પણ છે, ઉત્સવ પણ છે.
જાતિના પ્રતીકરૂપ
છે ઉત્સવ પણ છે.
મહાવ્રત' વિધિનાં ત્રણ રૂ૫ છે. એકાહરૂ૫, અહીનરૂપ તથા સત્રરૂપ. સત્રરૂપ એ મહાવ્રતની પ્રકૃતિ છે પરંતુ એકાહરૂપ એ વિકૃતિ છે. મહાવ્રતવિધિ એકદિવસીય (એકાહરૂ૫) કમ છે અને એનાં પ્રાતઃ હવન, માનિ સવન તેમ જ સાયંસવન એ ત્રણ સવન છે. સોમરસ કાઢવાને વિધિ “સવન” કહેવાય છે જેમાં પ્રાત, મધ્યાહ તથા સંસ્થાના સમયનાં અન્ય વિધિવિધાન સમાવિષ્ટ છે.
મહાવ્રત'ના પ્રાતઃસવનને આજ્ય તથા પ્રઉગ શસ્ત્રો એટલે કે મંત્રસમૂહ સાથે; માધ્યદિન સંવનને મહત્વતીય તથા નિકવલય શસ્ત્ર સાથે; અને સાયંસવનને અગ્નિમાત અને વૈશ્વદેવ શસ્ત્ર સાથે સંબંધ છે.
For Private and Personal Use Only