SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહ૫ના બારેટ પૂર્વાવસ્થામાં એક શિક્ષક, સંગીતા કવિ શ્રીમન્નસિંહાચાર્યજી દ્વારા ઈ. સ. ૧૮૮૨માં વડોદરામાં સ્થપાયેલ આ વર્ગ વિશેનું તલસ્પર્શી અધ્યયન આ ગ્રંથમાં રજૂ થયું છે. શ્રી કાયસાધક, અધિકારી વર્ગ ને એ સમયમાં પ્રભાવ અને વર્ગની ધ્યાનપાત્ર વિશિષ્ટતાઓને ખૂબ જહેમતપૂર્વક, ચીવટપૂર્વક સંશોધનકારે રજૂ કરીને ગુજરાતી સાહિત્ય અને સમાજની અમૂલ્ય સેવા કરી છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. જનચેતના, જનજાગૃતિ, જનકલ્યાણ અને માનવોત્કર્ષની રચનાત્મક વિભાવનાના બળ પર રચાયેલ આ વર્ગના સ્થાપક શ્રીમન્નસિંહાચાર્યજી વિશે સ્વામી. શિવાનંદજી નોંધે છે કે, He was not an ordinary man. He was a yogi. He was a Swayam Siddha." શ્રી કિશનસિંહ ચાવડાએ પણ કહ્યું છે, “ગુજરાત અને ગુજરાતી સાહિત્ય ઉપર આ અલૌકિક વિભૂતિની અસર ઐતિહાસિક બની જાય એટલી વ્યાપક હતી, અને ગુજરાતની સંસ્કારિતાના વિકાસમાં આ મહાનુભાવનું અર્પણ અવિસ્મરણીય બની જાય તેટલું અપૂર્વ હતું”. પ્રસ્તુત ગ્રંથના આરંભમાં શ્રીમન્નસિંહાચાર્યજીના દીપ્તિવંત જીવનકાર્યના ઉલેખ માથે વર્ગના મહાપુરુષે, નારીરત્ન અને સમગ્રતયા સંસ્થાએ ગુજરાતને કરેલા સેવા પ્રદાન અંગે પશ્ચાદભૂમિકા આપી છે તેથી વર્ગની સ્થાપનાનું હાર્દ અને તેને સમયસંદર્ભો સ્પષ્ટ થાય છે. મૅડમ ઑસ્કી જેમને ગુજરાત થિયોસોફીકલ સોસાયટીનું નેતૃત્વ સોંપવા ઇરછે કે મહારાજા સયાજીરાવ ત્રીજા જેમને સામેથી મળવાનું ચાહે એવા શ્રીમનૃસિંહાચાર્યજી, અપ્રતિમ નમ્રતાના પ્રતીક મહામા વિશ્વવંદ્ય' અને ભગવાન શ્રીમદ ઉપેન્દ્રાચાર્યજી-એ ત્રણેય આધારસ્તંભ સમી મહાન વિભૂતિઓના વિશાળ પ્રેરક સાક્ષરજીવનને વિસ્તૃત અભ્યાસ રજુ કર્યો છે. વળી વર્ગના વાતાવરણમાં પ્રબુદ્ધ થયેલી અનેકવિધ પ્રતિભાઓને પરિચય આપવા પ્રયાસ કર્યો છે તેમાં કેટલાંક ઘુતિમંત નારીરત્નોને પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત વર્ગનાં વિવિધ સામયિકો અને ઉત્સવોએ સાહિત્યસંસ્કારની પીઠ તરીકે જે સેવા બજાવી છે તેને ખ્યાલ અતિમ પ્રકરણમાં આપ્યો છે. આ ગ્રંથનું મહત્ત્વ સાંપ્રતકાળમાં એ રીતે પણ વધી જાય છે કે, “હજારે પૃથ્યોમાં પથરાયેલા, વર્ગના વિપુલ સાહિત્યમાં કયાંય કોઈની-કોઈ ધમતત્વની શાખાની-દેષપૂર્ણ ટીકા કે નિંદાને અનુસાર ય જોવા મળતો નથી એટલું જ નહી પણ જે તે વિષયની તેના લેખકના હાથે તટસ્થપણે, નીડર અને સમ્યફ રીતે, સંપૂર્ણતઃ સાંગોપાંગ સમાલયના થયેલી જોવા મળે છે. એ હકીકત એની બિનસાંપ્રદાયિકતા અને ઉદાર સહિષણતાની દ્યોતક છે.” તેની પ્રતીતિ લેખકે કરાવી છે. શ્રી જ્યોતીન્દ્ર દવેના શબ્દોમાં “વર્ગનું સાહિત્ય માત્ર ધાર્મિક સાહિત્ય નથી.” આ ગ્રંથકર્તાએ એ બતાવી આપ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રજાજીવનને સુરુચિપૂર્ણ રીતે પડનાર, વ્યવહારુ આ વર્ગ દ્વારા સમગ્રપણે એક મોટું કામ ચાલી રહ્યું હતું અને તે આપણી સમસ્ત પ્રજાના કાયાક૬૫નું. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy