SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન - શું સામાન્ય સમાજજીવન સુખી સંપન્ન હતું ? કે પછી ભદ્ર સમાજના સંતેષ અને સુખ માટે રાજ્ય આદરેલી પ્રવૃત્તિઓ, આ સમયને “સુવર્ણયુગ' તરીકે ઓળખાવવા પ્રેરે છે. આ રીતે જોઈએ તે ગુપ્ત સમયમાં જે લલિત કળાઓ વિકસી તે કેવળ ભદ્ર લેકના સંદર્ભમાં ઉદ્દભવેલી તેમ કહેવું . શુક્લના પરિશ્રમને અન્યાય કરવા બરાબર ગણાશે. બૌદ્ધ અને હિંદુ સાધુસંતેના મને વ્યાપાર, કે ધર્મની પ્રતિકૃતિ અને ધર્મગ્રંથ દ્વારા કલાકારના માનસ પર પડેલી અસરોનું વિશેષરૂપે આ સમયમાં નિરૂપણ થયેલું છે. ડ શુકલે તેમના લખાણમાં જાણે અજાણે આ બાબતને વ્યક્ત કરી છે કલાકાર સામાન્ય જનજીવનથી ૫ર નથી અને તેની કલાની અભિવ્યકિત તેને મળેલા વાતાવરણની પ્રેરણામાંથી ઉદભવે છે. આ હકીકતને ધ્યાનમાં રાખી લેખકે તેના પર પ્રકાશ પાડયો હોત તે ગ્રંથ વધુ ઉપયોગી થાત. ડો. શુકલને આ ગ્રંથ માહિતીસભર છે કારણ કે તે એક ઈતિહાસવિદની દૃષ્ટિથી લખાયેલો છે અને આ કારણે લલિત કલાની માવજત, તેના તજજ્ઞની દષ્ટિ તેમાં ન હોય તે સ્વાભાવિક છે. વાચકો અને સંશોધનકારેને તે ઉપયોગી થઈ પડશે એમ માનું છું. ઈતિહાસ વિભાગ, એસ કે. દેસાઈ મ. સ. યુનિવર્સિટી, વડોદરા. શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ–લે. ડે. લવકુમાર મ. દેસાઈ, પ્ર. રજિસ્ટ્રાર, મ. સ. યુનિ., વડોદરા, ૧૯૯૨, આ. ૧, પૃ. ૮ + ૫૦૭, કિં, રૂ. ૧૨૩ = ૦૦. ત્રણેક મતિઃ 'ને અભુત મંત્ર સમાજ અને સાહિત્યને અર્પનાર “ શ્રી શેયસૂસાધક અધિકારી વર્ગ વિશે એક આધારભૂત અધ્યયનગ્રંથ પ્રાપ્ત થયું છે તે ગુજરાતી સાહિત્યનું સભાગ્ય છે. પ્રા. ડે. લવકુમાર મ. દેસાઈરચિત, આ ગ્રંથ ', શ્રી યસાધક અધિકારી વર્ગ ', એક સંશોધન-મહાનિબંધ છે. તેના પ્રકાશનનું મહત્ત્વ આજે એ રીતે અનેકગણું વધી જાય છે કે તે એક એવા સમયને સંદર્ભ લઈને આવે છે, જેને માત્ર ગુજરાત કે ભારતના જ નહીં પરંતુ સમગ્ર માનવજાતના ઇતિહાસમાં નિશ્ચિતપણે ગૌરવભર્યું સ્થાન મળેલું છે. . ઈ. સ. ૧૯૪૫માં “ શ્રી સયાજી સાહિત્યમાળા'ને ૧૯૪માં પુષ્પ તરીકે, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા દ્વારા પ્રકાશિત, શ્રી મહેન્દ્રકુમાર મે. દેસાઈ (આ ગ્રંથકર્તાના પિતાશ્રી) રચિત, “ શ્રીમન્નસિંહાચાર્ય' ગ્રંથનું અનુસંધાન લઈને જોઈ એ તે આ ગ્રંથ આ વિષય પર આ પ્રકારનો બીજો પ્રયત્ન ગણી શકાય. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy