________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
“ નાટચકુલામાં ન્યાયક્રય ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 1 )
ભરતના રસસૂત્ર પર પેાતાનું સ્પષ્ટીકરણ આપતા પ્રસિધ્ધ ચાર આચાર્યાના ચા? મતા, તે ભટ્ટ લાલ્લ ને! ઉત્પત્તિવાદ,, શકુકના અનુમિતિવાદ, ભટ્ટનાયકને ભુક્તિવાદ અને અભિનવગુપ્તને અભિવ્યકિતવાદ, શંકુને મત અનુકૃતિ-અનુમિતિવાદ એવા નામથી પ્રસિદ્ધ છે. કારણ કે તેના મતમાં અનુકૃતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાટપમાં રસ અનુકરણુરૂપ શાથી છે અને અનુકરણરૂપ રસને પ્રેક્ષકો કઈ રીતે અસ્વાદે છે તે સમજાવતાં તે એ ન્યાય રજૂ કરે છેઃ
( ૧ ) મણિ-પ્રદીપ-પ્રભાન્યાય ( ૨ ) ચિત્રતુરગન્યાય
૧ મણિ-પ્રદીપ-પ્રશાન્યાય ઃ—
" अर्थकियापि मिथ्याज्ञानादृष्टा
मणिप्रदीप भयो णिबुद्धयाभिधावतोः ।
मिथ्याज्ञानविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ॥ इति 1
અરુણા કે. પટેલ*
શ્રી શ'કુકના મતે નટ અનુકાર્ય રામાદિનું અનુકરણ કરે છે. પ્રેક્ષકો તેના આસ્વાદ લે છે. પરંતુ પ્રેક્ષકો જેના આસ્વાદ લે છે, તે રત્યાદિ ભાવ વસ્તુતઃ અનુકર્તા નટમાં નથી હોતા, બલ્કે અનુકાર્ય રામાદિના રત્યાદિભાવનું અનુકરણુ હોય છે. તેથી તે કૃત્રિમ હાય છે. મિથ્યા હોય છે. અસત્ હાય છે—અહીં પ્રશ્ન એ થાય કે, અનુકારરૂપ જ્ઞાન અસત્ હાઇને સત્ જ્ઞાનના હેતુ કઈ રીતે પૂરે પડે ? અનુકર્તાએ રજૂ કરેલા ભાવ મિથ્યા છે. (નટના ભાવ અસત્ છે, રામાદિ ભાવ સત્ છે. ) તે પ્રેક્ષકોમાં સાચી લાગણી કઈ રીતે અનુભવાવે? પ્રેક્ષકોને થતી આહ્વાદરૂપ ફળપ્રાપ્તિ કઈ રીતે શકય બને ? આ પ્રશ્નના ઉત્તરરૂપે શંકુક મ—િપ્રદીપ-પ્રભા ન્યાય રજૂ કરે છે. અભિનવભારતી ' અને ‘ કાવ્યાનુશાસન 'માં રજૂ થયેલા શંકુકના મત અનુસાર, મણિ–પ્રદીપ-પ્રભા ન્યાયથી થતી રસપ્રતીતિને આ પ્રમાણે નિરૂપવામાં આવી છે :
For Private and Personal Use Only
* સ્વાધ્યાય ', પુ. ૨૭, અ′ ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ ઓગષ્ટ ૧૯૯૦, પૃ. ૨૯૩-૩૦૨
*
બી. ૧૨, ન દનવન સાસાયટી, એસ. પી. હોસ્ટૅલ પાછળ, વલ્લભ વિદ્યાનગર ૩૮૮ ૧૨૦. 1 Bhatta S'ankuka-Bharata's Natyaśāstra−I, G. O. S, Vol, 36, Baroda, 1956, Abhinavabhārāti P, 273,