________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
આર. પી. મહેતા
ભારતીય ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગુપ્ત રાજાઓના અન્ત પછી અને હર્ષવર્ધનના ઉદય પહેલાં કોઈ રાજા સાર્વભૌમ ન હત; રાજાઓ ચારિત્ર્યભ્રષ્ટ હતા. “મૃછકટિક'માં આ રાજકીય સ્થિતિનું પ્રતિબિંબ છે. નાટક “વીણા માં પ્રદ્યોતની પિતાના મન્ત્રીઓ સાથેની મત્રણ છે તેમાંથી આ સ્થિતિ સૂચિત થાય છે. પ્રમુખ સત્તાકેન્દ્રોમાં પ્રદ્યોત છે; પણ ઉદયન તેની સત્તા માનતા નથી. બીજા રાજાએ દારૂડિયા, શિકારી, જુગારી, ઈખેર, ધાતકી, મૂરખ અને ડરપોક છે.
“મૃ૭૦ 'મથી જણાઈ આવતી શુદ્રકની સાહિત્યિક વિશિષ્ટતા-શૈલીમાં પ્રસાદગુણ, નાટ્યક્ષમ સંવાદ, મહદંશે દીર્ધ ન હોય તેવા છંદમાં કથાવસ્તુને ઉપકારક પદ્યો-આ નાટક “વીણા'માં પણ જોવા મળે છે.
આ રીતે, નાટક “વીણા 'ના કવિ અંગે ત્રણ સંભાવનાઓ વિચારવામાં આવી છેભામ શક્તિભદ્ર અને શુદ્રક. આમાંથી શતક કર્તા હોય, તે વધુ સંભવિત જણાય છે.
For Private and Personal Use Only