SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રુદ્રતા રસકલિકા-આદાન, પ્રદાન અને પ્રભાવ** મણિભાઈ ઈ. પ્રજાપતિ કાવ્ય અને નાય સંબંધી સર્વ રસતો રસસિદ્ધાન્ત અને નાયક-નાયિકાનું વિશ્લેષણ કરનાર યુદ્ધભટ્ટકૃત “રસકલિકા' અલંકારશાસ્ત્રની અલ્પજ્ઞાત-અ૫ખ્યાત કૃતિ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઇતિહાસકારો . પી. વી. કાશે અને ડે એસ. કે. ડેએ આ કૃતિની નોંધ લીધી નથી. સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં “કાવ્યાલંકાર 'ના કર્તા દ્વટ, “શૃંગારતિલક'ના કર્તા રદ્ધભટ્ટ અને “રસકલિકાના કર્તા રદ્ધભટ્ટ આ ત્રણેયના નામસામ્યને આધારે અને ત્રણેય કૃતિઓના એક સાથે નિરીક્ષણપૂર્વકના તુલનાત્મક અધ્યયનના અભાવે આ ત્રણેય આલંકારિકોની સાચી ઓળખ બાબતે કેટલાક અભ્યાસીઓએ ભ્રામક ગૂંચવાડે ઊભો કર્યો છે. પિશેલ, વેબર અને ઑક્રેટ જેવાઓએ “કાવ્યાલંકારના કર્તા દ્વટ અને “શુંગારતિલક'ના કર્તા દ્ધભટ્ટ બનેને અભિન્ન માન્યા છે. બને કૃતિઓમાં કાવ્યશાસ્ત્રીય સ્તરની વિચારણામાં અનેક સ્થળે વિચારનિરૂપણ-વૌષમ્ય જોવા મળે છે. આના આધારે સ્પષ્ટ થાય છે કે બને આલંકારિકો અલગ અલગ છે. બને કતિઓને વિગતે અભ્યાસ કરીને જેકોબીએ પણ બનેને ભિન્ન ભિન્ન સિદ્ધ કર્યા છે.' આ જ રીતે, “શૃંગારતિલક'ના કર્તા દ્રષ્ટિ અને એ જ નામના * રસકલિકા'ના કર્તા રુદ્ધભટ્ટ બન્ને વસ્તુતઃ અલગ અલગ છે. “શુંગારતિલક' કૃતિ અનેક વર્ષોથી પ્રકાશમાં આવી છે, પરંતુ રસકલિકા' તે બે વર્ષ પૂર્વે સને ૧૯૮૮માં જ હસ્તપ્રતસ્વરૂપમાંથી પહેલી જ વાર સંપાદિત થઈને મુદ્રિત સ્વરૂપે અસ્તિત્વમાં આવી. આમ, દ્ધભટ્ટની સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા- જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૬૧-૨૬૬. - શામળાજી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યુનિ. અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૧૬મા અધિવેશન પ્રસંગે રજૂ થયેલ અભ્યાસ લેખ. • કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કેલેજ, થરા (જિ. બનાસકાંઠા ). १ डे सुशीलकुमार, अनु. शर्मा मायाराम, 'संस्कृत काव्यशास्त्र का इतिहास', प्रका० हिन्दी प्रन्थ अकादमी, प्रेमचन्द मागे, राजेन्द्रनगर, पटना, सितम्बर-१९८८, द्वितीय संस्करण, पृ.८०-८१ 2 Pischel R., (Ed.) Spngārtilaka of Rudrabbatta, Keil, 1880 3 Kalpakam Sankarnarayanam, Rasakalika of Rudrabhatta ( HEfacraat #f41), The Adyar Library and Research centre, Madras, 1988, First Edition For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy