________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત છેઠાકર
અતિ સમૃદ્ધ ઉપનિષત્સાહિત્યમાં તે દાર્શનિક ચિન્તને પૂર્ણતયા વિકસેલાં જોવા મળે છે. આથી એટલું જ સમજવાનું છે કે પિતાની પૂર્વે જે વિચારાયું હતું તેને સંગ્રહીને અત્યન્ત સંક્ષપ્તિ શૈલી ધરાવતાં સૂત્રોમાં આ સૂત્રકારોએ રજુ કર્યું છે. આવાં નાનકડાં સૂત્રો સહેલાઈથી કંઠસ્થ થઈ શકે એ એક મહત્ત્વપૂર્ણ હેતુ સૂત્રો રચવામાં હોવો જોઈએ. કેટલાક સૂત્રગ્રન્થમાં પૂર્વે થયેલા તે તે દર્શનના આચાર્યોના નામોલેખ પણ મળે છે.
સુત્રો સરળતાથી કંઠસ્થ થાય, પણ તેમની શૈલી અતિ સંક્ષિપ્ત હેવાથી તેના અર્થ સરળતાથી સમજી શકાય નહિ એ સ્વાભાવિક છે, કેમકે ટૂંકાં સૂત્રોમાં ઘણું અધ્યાહાર રાખવામાં આવ્યું હોય. આ મુશ્કેલી દૂર કરવા માટે પછીના આચાર્યોએ આ સૂત્રપ્રસ્થાને સમજાવતા ભાષ્ય રચ્યાં. આ ભાષ્યોમાં સત્રમાં ન દર્શાવેલા એવા ઘણા મુદ્દાઓની છાવટ પણ તિરૂપે કરવામાં આવી, તક દ્વારા અન્ય મતનું ખંડન અને પિતાના મતનું મંડન-પ્રસ્થાપન એવી પદ્ધતિ આ ભાષ્યોમાં અપનાવવામાં આવી છે. ભાગે ઉપરાન્ત વાતિકો અને વૃત્તિઓ પણ રચાયાં. આ બધાનું વિવરણુ કરતી પુષ્કળ ટીકાઓ પણ રચાઈ. આ ટીકાઓના રચયિતાઓએ પશુ સ્થળે
સ્થળે પોતાના મૌલિક વિચારો વ્યક્ત કર્યા છે, જેને પરિણામે કેટલાંક દર્શનમાં જુદા જુદા પંથ પણ ઊભા થયા છે. સર્વત્ર લેખકોની બુદ્ધિપ્રતિભાનાં દર્શન થયા વિના રહેતાં નથી. સૌથી વધારે સમૃદ્ધ સાહિત્ય “વેદાન્ત' દર્શનનું છે, અને સાહિત્યસમૃદ્ધિની દષ્ટિએ “ન્યાય' દર્શનને કમ બીજો આવે છે.
આ દર્શનેને મૂળ હે તે માણસને એવી દષ્ટિ આપવાને હતો કે જેના સહારે તે આત્યન્તિક દુખનિવૃત્તિ અને પરમસુખપ્રાપ્તિ કરી શકે. માનવદુઃખ બહુધા અજ્ઞાન અને વિપરીતત્તાનમાંથી જ ઉદ્ભવતાં હોવાથી આ દર્શને તે દૂર કરી સાચું જ્ઞાન પ્રવર્તાવવા માટે જીવનના વૈવિધ્યપૂર્ણ અનુભવોને સમજવાની રીતે બતાવે છે. પણ પ્રારંભમાં કેન્દ્રસ્થાને રહેલે માનવ પછીથી વિકસેલી બૌદ્ધિકતાને પરિણામે જાણે પશ્ચાદભૂમાં જ ધકેલાઈ ગયું છે એમ કહીએ તે અતિશયોક્તિ નહિ ગણાય
૧૨ સંકલના :
હવે આ છ દર્શનની સંકલના જોઈ લઈએ.
શ્રુતિએ કહ્યું અને આપણે સાંભળ્યું. પણ એવી રીતનું જ્ઞાન મેળવવું પૂરતું નથી. આ જે જાણ્યું તેને જોવું જોઈએ, અનુભવવું જોઈએ અર્થાત તેને સાક્ષાત્કાર કરવો જોઈએ. અને આ માટેના માંથી જ આ દર્શને ઉદ્દભવ્યાં. તેમાં પ્રથમ આવે “ સાંખ્ય "દર્શન. તેના સત્રકાર મહર્ષિ કપિલને “આદિવિતાન' કહ્યા છે. આપણે પરમતત્વ બ્રહ્મને જાણતા નથી તેનું કારણ પ્રકૃતિ અને પુરુષને અવિવેક છે. ચેતન પુરુષ જડ પ્રકૃતિમાં પિતાપણું જએ છે. માટે આ જડતાવથી જ ચેતનતત્વ પતે છે તેવી સમજણ તેણે મેળવવી જોઈએ. તે બે વચ્ચેના વિવેકનું જ્ઞાન થાય, તે જ આ સમજણ આવે. આપણે બહ્મને જાણતા નથી તેના આ અવિવેકરૂપી
For Private and Personal Use Only