________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન
૨૪૧
માનનારને “નાસ્તિક” કહીએ છીએ. પરંતુ દર્શનની બાબતમાં આ શબ્દોને વિશિષ્ટ અર્થ છે. જે “વેદ” કે “કૃતિને પ્રમાણ તરીકે સ્વીકારે છે તે દર્શને “આસ્તિક' દર્શન છે અને જે વેદ'ના પ્રામાણ્યને ગણુતાં નથી તે નાસ્તિક દર્શને છે. છેલ્લાં છ દર્શને-“ સાંખ્ય ', “ગ',
ન્યાય', “વૈશેષિક ', “મીમાંસા' અને “વેદાન્ત'–વેદના પ્રામાણ્યમાં માનતાં હોવાથી “આસ્તિક’ દર્શને મનાય છે અને બાકીનાં બધા “ વેદના પ્રામાણ્યને ન માનતાં હોવાથી “નાસ્તિક” દર્શને ગણાય છે.
આસ્તિક” દર્શનની સંખ્યા ૬ હોવાથી તે “ષદર્શન” એ નામથી પ્રસિદ્ધ છે. તેમાં ક્રમાનુસાર બે-બે દર્શનેનાં ત્રણ જોડકાં છે; ૧ “સાંખ્ય’–‘યોગ'; ૨ “ન્યાય’–‘વૈશેષિક” અને ૩ મીમાંસા'-'વેદાન્ત'. આમાંનું “મીમાંસા દર્શન’, ‘પૂર્વમીમાંસા', “ધર્મ–મીમાંસા ” અને “કમીમાંસા' એ નામથી પણ ઓળખાય છે; જ્યારે વેદાન્તદર્શન’નાં બીજાં નામ છે ઉત્તરમીમાંસા” તથા “બ્રહ્મમીમાંસા'.
આ છયે દર્શનેની અજોડ તાકિકતા, તેનું ઊંડાણ અને સૂક્ષમ વિવેચન ખરેખર અદ્ભુત છે. જયાં શ્રતિને આધારે મતની સ્થાપના કરવામાં આવતી હોય, ત્યાં પણ રજૂઆત તર્કબદ્ધ રીતે જ કરાય છે. ચિન્તનની મૌલિકતા પણ ધ્યાન ખેંચ્યા વગર રહેતી નથી. મનોવિજ્ઞાનની ઊંડી ચર્ચા પણ તેમાં કરવામાં આવી છે. દરેક દર્શનની પિતાની તત્ત્વમીમાંસા કે પ્રમેયમીમાંસા, જ્ઞાનમીમાંસા કે પ્રમાણમીમાંસા અને આચારમીમાંસા હોય છે. કેઈક દર્શન એમાંના અમુકને વિશેષ મહત્ત્વ આપે અને બીજ બીજાને પ્રાધાન્ય આપે એ ભેદ છે, જે સ્વાભાવિક જ ગણાય. આ દર્શનકાર કેવળ તર્ક ઉપર આધાર ન રાખતાં પોતાના સિદ્ધાંતોને શ્રુતિની કસેટીએ ચઢાવે છે, કેમ કે શ્રુતિ એ તે સાક્ષાત્કૃતધર્મા ઋષિઓનાં પ્રજ્ઞાચક્ષુ દ્વારા જોવાયેલાં તને. સમૂહ છે. આ અન્ધશ્રદ્ધા ન કહેવાય, કારણ કે આ રીતે તેઓ પ્રતિભાસંપન્ન ઋષિઓએ અનુભવેલ અપરોક્ષ જ્ઞાનની મદદ લે છે.
જીવ, જગત અને ઈશ્વર જેવા અતિ ગહન વિષય ઉપર આ દાર્શનિકોએ ભિન્નભિન્ન દષ્ટિએ વિવેચન કર્યું છે. આ વિષયની પરમ ગહનતા આ દાર્શનિક વિવેચનને નાવીન્ય અપે છે. વળી આ દર્શનેમાં મૌલિકતા પણ છે. સુત્ર ઉપરના ટીકાકારોએ પણ મૂળના સિદ્ધાન્ત સમજાવવામાં પિતાના સ્વતંત્ર વિચારો પણ કોઈ પ્રકારના ભય વિના વ્યક્ત કર્યા છે.
૧ દશન-સાહિત્ય :
આ આસ્તિક દર્શનેનું સાહિત્ય અતિવિપુલ છે, જેની શરૂઆત સૂત્રગ્રન્થથી થાય છે. સત્રન્થ એ જે તે દર્શનને પ્રથમ પ્રન્થ હોવા છતાં સૂત્રોના કર્તાને દર્શનના પ્રણેતા ગણવા એ ખોટું છે. ઉપરનધ્યું છે તેમ, અતિ પ્રાચીન કાળથી આ ચિન્તનપરપરાએ ચાલી આવી છે, વિદિ સંહિતાઓમાં પણ તેના સ્પષ્ટ નિર્દેશ મળે છે. આથી સમજાય છે કે “ દ’ના કાળ પૂર્વે પણ આવા વિચારે ચાલતા હશે, જે સંહિતાઓમાં પ્રકટ થયા છે અને વેદના જ્ઞાનકાંડ એવા
For Private and Personal Use Only