________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત એ. ઠાકર
ફિલોસોફી” અને “દર્શન’નાં થેય અલગ અલગ છે તે જાણવાથી તે બે વચ્ચેના ભેદને ખ્યાલ આવી શકશે. “ફિલેફી કૌતુકની શાન્તિ અર્થે ઉત્પન્ન થઈ હાઈ કલ્પના કુશળ વિદ્વાનોના મનોવિદનું સાધન થઈ શકે છે. દર્શન'નું આવું નથી. આધ્યાત્મિક, આધ્યાભૌતિક તથા આધિદૈવિક એ ત્રણે પ્રકારના સંતાપને આત્યંતિક એટલે કે પૂરેપૂરો, કાયમને નાશ કરવાના
યથી જ “દર્શન.'ની પ્રવૃત્તિ થઈ છે. પરિણામે “દર્શને'ની દૃષ્ટિ “ ફિલસફી કરતાં વધારે વ્યાવહારિક, લેકે પકારક, સુવ્યવસ્થિત તથા સર્વાગીણ હાઈ વ્યાપક છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે પ્રાચીન ભારતમાં ઐહિક જરૂરિયાતની ચિન્તા વધારે ન રહેવાથી પારલૌકિક ચિન્તન વધારે આગળ વધ્યું અને જેવો વિચાર તેવો આચાર. આથી જ ભારતમાં દર્શન તથા ધર્મ ગાઢ રીતે સંકળાયેલાં રહ્યાં છે. દર્શનનાં આધ્યાત્મિક તો ઉપર જ ધર્મની દઢ પ્રતિષ્ઠા છે. ધાર્મિક આચાર વિના દર્શન નિષ્ફળ ગણાય અને દાર્શનિક વિચારની પરિપુષ્ટિ વિના ધર્મ અપ્રતિષ્ઠિત જ રહે. દર્શન વિનાને ધર્મ ઝનૂની અને અસહિષ્ણુ હોય છે. પાશ્ચાત્ય દેશોમાં આ બેનું આવું જોડાણ ન હોવાથી વૈજ્ઞાનિક તથા ચિન્તકોને ખુબ સહન કરવું પડયું છે, જયારે ભારતમાં આવું બનતું ન હતું. ભારતમાં દર્શન અને ધર્મના જોડાણને કારણે ઉદારતા છે, અને તેથી દેવું કરીને પણ ઘી પીવાને ઉપદેશ આપનાર પૂરા ભૌતિકવાદના પ્રવર્તક ચાર્વાકને પણ ઋષિ જ ગણ્યા છે. જૈન તથા બૌદ્ધ જેવાં દર્શને ધર્મ સાથે સંકળાયેલાં હોવાથી અદ્યપર્યન્ત જીવંત છે; જ્યારે ચાર્વાક અને આજીવક જેવા દાર્શનિક સિદ્ધાન્તો ધર્મ સાથે સંકળાયેલા ન હોવાથી વધારે ટકી શકયા નહિ.
૮ અન્ય નામો :
દર્શન માટે પ્રાચીન સાહિત્યમાં “મીમાંસા' શબ્દ પણ જાય છે. “મીમાંસા ” એટલે “મનન કરવાની ઈચ્છા ', “મનનશીલતા'. મનન એ દર્શનને પાયે હોવાથી આ નામ તેને અપાયું હશે. ભગવાન કૌટિલ્યના અર્થશાસ્ત્ર માં “દર્શન માટે “ આન્યાક્ષિકી વિદ્યા”
એ પ્રયોગ કરાય છે. સન ઉપસર્ગ સાથેના જ ઉપરથી આ શબ્દ ઊતરી આવ્યો છે. “અ” એટલે “પછી, પાછળ, પાછળથી.' Vફ્રજ એટલે “જોવું” અર્થાત “વિચારવું', ચિન્તન કરવું”. “જે વસ્તુ જાણી હોય, તેના ઉપર પછીથી મનન કરવું ? એ અર્થ “સાવલિની'માં રહેલો છે અને એ રીતે એ નામ પણ યથાર્થ જ છે. કૌટિલ્ય તે આ * આજીક્ષિકી વિદ્યા ને કહીઃ સવિનાન’–સર્વ વિદ્યાઓના હાર્દને પ્રકટ કરનાર-કહે છે.
૯ મુખ્ય દશન :
ભારતમાં વિકસેલાં મુખ્ય દર્શનેની સંખ્યા ૧૨ છે. (૧) ચાર્વાક, (૨) જૈન, (૩) વૈભાષિક બૌદ્ધ, (૪) સૌત્રાંતિક બૌદ્ધ, (૫) યોગાચાર બૌદ્ધ (વિજ્ઞાનવાદ), (૬) માધ્યમિક બૌદ્ધ (શુન્યવાદ), (૭) સાંખ્ય, (૮) ગ, (૯) ન્યાય, (૧૦) વૈશેષિક, (૧૧) મીમાંસા અને (૧૨) વેદાન્ત. ૧૦ પદ્દશનઃ
આ દર્શનના બે વિભાગ પાડવામાં આવ્યા છે; ૧ આસ્તિક અને ૨ નાસ્તિક. સામાન્ય રીતે આપણે ઈશ્વરના અને પરલોકના અસ્તિત્વમાં માનનારને “આસ્તિક ” અને તેમાં ન
For Private and Personal Use Only