________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
“ત' એટલે “તે”. “સર' એટલે “તેપણું' અર્થાત “તે 'નું વાસ્તવિક સ્વરૂપ. આ “તે' શું? તેના બે અર્થ લેવાયઃ (૧) વિશ્વનું મૂળ કારણ, જેને માટે બ્રહ્મ ' શબ્દ પ્રયે જાય છે; (૨) કોઈ પણ વસ્તુ. આમ “તરવ' એટલે (૧) “વિશ્વના મૂળ કારણનું વાસ્તવિક સ્વરૂ૫” અને (૨) દરેક પદાર્થનું યથાર્થ સ્વરૂપ '. આ બંનેનું જ્ઞાન–યથાર્થ કે સાચું જ્ઞાન-તે “તત્ત્વજ્ઞાન'. તે તે એક જ હેય. સ્વરૂપ એક હાય તેમાં પરિવર્તન ન હોયઃ તેથી તેનું જ્ઞાન-તવજ્ઞાન-તે એક જ હેય. તેને સમજવા સારુ, તેને પામવા માટેના પ્રયત્ન તે “દર્શને ', ત્યાં પહોંચવા માટેના વિચારાયેલા તે માગે છે. આવાં દર્શનમાં રજૂ થયેલું જ્ઞાન તે “તત્ત્વ'નું સાચું “જ્ઞાન” જ હોય એમ કહી શકાય નહિ. જે ખરેખર એમ જ હોત, તે આટલાં બધાં દર્શનની જરૂર જ કયાં રહેત? પેલા અબ્ધ મનુષ્યોની વાત અહીં નોંધવા જેવી છે. તેમની સમક્ષ હાથી ઊભે હતું, પરન્તુ તેઓ તેને જોઈ શકતા ન હતા. તેથી તેમણે હાથી ઉપર હાથ ફેરવવા માંડે છે અને તે દ્વારા હાથીનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કર્યો. એકને હાથ હાથીના પડખા ઉપર ફર્યો તેથી તેને લાગ્યું કે હાથી ભીંત જેવો છે. બીજાને હાથ તેના પગ ઉપર ફરતાં તેને સમજાયું કે હાથી થાંભલા જેવો છે. જેને હાથ પૂંછડા ઉપર ફર્યો તેને તે દોરડા જેવો જણાય. આ રીતે દરેકને હાથીનું સ્વરૂપ પિતાના પ્રયત્ન અને જ્ઞાનની મર્યાદા અનુસાર જ જ લાગ્યું. પરંતુ તે તેમનાં દર્શને અધૂરાં હતાં. દર્શને ખાટાં ન હતાં. તેમની મર્યાદા અનુસાર તે સાચાં જ હતાં, પણ તે હાથીના માત્ર એક એક અંશને જ દર્શાવતાં હેવાથી અપૂર્ણ હતાં. પણ તે સર્વ દર્શનેને યોગ્ય રીતે સમન્વય કરવામાં આવે, તે હાથીનું સાચું અને પૂર્ણ દર્શન થઈ શકે. અને તે પૂર્ણ દર્શન તે જ તેનું યથાર્થ જ્ઞાન, “તત્વજ્ઞાન', જો તે અંધ પુરુષોમાંના કોઈએ હાથીની આજુબાજ ફરીને તેના સમગ્ર શરીર ઉપર હાથ ફેરવ્ય હત અને એકધ્યાન થઈને તેનાં વિવિધ પાસાં સમજવાનો પ્રયત્ન કર્યો હોત, તે સંભવ છે કે તે હાથીના યથાર્થ સ્વરૂપને તે સમજી શકે છે. શંકરાચાર્ય જેવા કોઈકનું દર્શન “ તત્ત્વજ્ઞાન'ની કક્ષામાં આવી શકે, પશુ બધાં દર્શનેને “તવજ્ઞાન' ન કહેવાય-જે આ શબ્દને સાચો તાત્વિક અર્થ સમજીએ તે. આમ કહેવામાં દર્શને ઉરી પાડવાને હેતુ નથી. પરંતુ વાસ્તવિક્તા સમજવાનો પ્રયત્નમાત્ર છે. કોઈક ઉત્કૃષ્ટ કોટિનું દર્શન “ તરવજ્ઞાન’ દર્શાવે, પણ બધાં નહિ. એ સર્વને સમન્વય કરવામાં આવે, તે તત્વજ્ઞાન” થવાનો સંભવ ખરો.
અંગ્રેજી શબ્દ “Philosophy' (ફિસેફી) મૂળ ગ્રીક શબ્દો “Philos” (ફિલેસ) અને “Sophia.” (સેફિયા) ઉપરથી બનેલ છે. “ફિલેસ' એટલે પ્રેમ, અનુરાગ; અને સેફિયા” એટલે વિદ્યા, જ્ઞાન. આથી “ફિલેફી'ને ખરો અર્થ “વિદ્યાનુરાગ” કે જ્ઞાનાનરાગ’–સાચું જ્ઞાન મેળવવાની ઈચ્છા-એ થાય છે. ગ્રીસના મહાન દાર્શનિક સોક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯-૩૯૯)ના જમાનામાં વિજ્ઞાન આદિના વિદ્વાને “Sophiat” (સોફિસ્ટ ) કહેવાતા. સેમિસ્ટ એટલે “જ્ઞાનપદેશક'. આ સક્રિસ્ટાથી પિતાને જદે પાડવા માટે સોક્રેટિસે પોતાને માટે “ફિલસોકર '-જ્ઞાનાનુરાગી', “જ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ ”—એ શબ્દ પ્રયોજે . . સ્વા ૬
For Private and Personal Use Only