SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૩ કારણને દૂર કરવાની વાત આ દર્શને કરી. મૂળ તે બ્રહ્મને જાણવાની વાત હતી. પરંતુ તે માટે આવશ્યક વિજ્ઞાન ઉપર વધારે ભાર મૂકતાં બ્રહ્મ વિષે મૌન રખાયું. આ પરિસ્થિતિને બ્રહ્મનો નિષેધ સમજીને અનુયાયી સાહિત્યકારોએ બ્રહ્મનિષેધ દર્શાવ્યું અને તેથી મૂળે બ્રહ્મનું જ્ઞાન મેળવવાને ઉપાય શોધવા મથતું આ દર્શન “નિરીશ્વરસાંખ્ય' તરીકે ઓળખાયું. - * સાંખ્ય' દર્શને અવિવેક ટાળીને વિકજ્ઞાન મેળવવાની વાત તે કરી, પણ તે તે કેવળ દ્વાન્તિક વાત જ થઈ. તેને આચારમાં મુકવી કેવી રીતે ? તે માટે ઉપાય છે ? આથી વિવેક ઉપજાવવા માટેના સાધનની દેજના “ગ” દર્શને આપી. પ્રકૃતિથી પુરુષને અલગ કરવા માટે યોગ' અર્થાત “ચિત્તવૃત્તિનિરોધ” કરે જોઈએ તેમ તેણે જણાવ્યું. “ઈશ્વરપ્રણિધાન 'થી આ થઈ શકે વગેરે સાધનસરણિ યોગ' દર્શને બતાવી. જે “સાંખ્ય ’માં સંતાઈ ગયું હતું તે ઈશ્વરનું તત્ત્વ અહીં પ્રકટ થઈને રહ્યું. યોગે માણસના મનને ઠેકાણે રાખવાની યોજના આપી. તેને એકાગ્ર કરવાની આવશ્યક્તા તેણે દર્શાવી. તેને આ રાજયોગ સર્વસ્વીકૃત બની ગયે છે. વળી એ જ દિશામાં ચિન્તન આગળ વધ્યું. તેમાં એવો પ્રશ્ન ઊભો થયે કે “આત્મા ' અને “પરમાત્મા” જેવા પદાર્થો છે જ ક્યાં કે આવા વિવેકની અને તે માટેના ચિત્તવૃત્તિનિરોધની જરૂર પડે ? તર્કપ્રધાન યુગની આ શંકાના ઉત્તરરૂપે “ન્યાય” અને “વૈશેષિક’ દર્શને ઉદ્ભવ્યાં. “ ન્યાય દર્શને અતિ સુન્દર રીતે ઈશ્વરતત્વની પ્રસ્થાપના કરી અને તર્કશુદ્ધિ માટે અનમાન આદિ પ્રમાણેની યોજના કરી આપી. વૈશેષિક' દર્શને જે બે વચ્ચે અવિવેક થઈ જાય છે, તે આત્મા તથા અનાત્માના વિશેષ ધર્મો નિશ્ચિત કરી આપ્યા, જેથી તે બે વચ્ચે કોઈ ભ્રમ ન રહે. આ બે દર્શનેએ અનુક્રમે પ્રમાણ અને પ્રમેયની ભેજના કરી આપી. ન્યાય એ જ્ઞાનની સર્વ શાખાઓમાં લઈ જનાર વિદ્યા છે. તેના અનુપમ તર્કશાસ્ત્રને ઉપયોગ સર્વ દર્શનેએ કર્યો છે. આ ભારતીય તર્કશાસ્ત્ર જીવનસાફલ્યને માર્ગ દર્શાવે છે. “વૈશેષિક”ની તર્કબદ્ધતા પણ અનુપમ અને નિર્ભીક છે. • વળ ચિત્તને આગળ વધતાં ન જ પ્રશ્ન ઊભે થયો. જે પ્રમાણેની યોજના કરાઈ, તે તે બધાં જ લૌકિક પ્રમાણે છે. આત્મા અને પરમાત્મા જેવા અલૌકિક પદાર્થોને નિર્ણય આવાં કેવળ લોકિક પ્રમાણેની મદદથી કેવી રીતે કરી શકાય? “ આ પર્વતમાં અન છે, કારણ કે તેમાંથી ધુમાડો નીકળે છે ” એવી અનુમાનની પદ્ધતિ આ ગહન વિષયમાં નિશ્ચય કેવી રીતે ઉપજાવી શકે છે પરિણામે તર્ક ઉપર ચઢી ગયેલી મનુષ્યજાતિ ફરી કૃતિ–વેદ તરફ વળી. વેદના બે વિભાગ બ્રાધ્યાને " કર્મકાંડ' અને ઉપનિષદનો “જ્ઞાનકાંડ છે. વેદનાં સૂક્તોને યજ્ઞયાગાદિમાં કેવી રીતે જવાં એ વિષેની વ્યવસ્થા બ્રાહ્મણગ્રન્થને આશ્રય લઈને “મીમાંસા' દર્શન કરી. આ નવી વ્યવસ્થામાં યજ્ઞમાં મૂળ જે “ઋત'ની ભાવના હતી, તેનું રૂપાન્તર કરાયું. “મીમાંસા ” દર્શને રેજિદાં કર્તવ્ય કરવાની વાત રજુ કરી. આ કર્તવ્ય કરાતાં અદષ્ટ ફળ ઉદ્દભવે છે, આ રીતે સાચી નૈતિકતાથી જીવન જીવવાની કળા આ દર્શને દર્શાવી. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy