SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨છે નરેન્દ્રકુમાર પી. મહેતા ૭ હરસ કે મસાના નાશ માટે તક (છાશ ) કે મઠાના સેવનને પ્રગ: નવમા શ્લોકમાં હરસ કે મસાના રોગને નાશ કરવા માટે છાશ અને મઠાના સેવનને ઉપચાર બતાવવામાં આવ્યો છે. જેમ છાશ અને મઠાના સેવનથી ગુદજ એટલે કે મસા કે હરસ માટે છે તેમ જો જન્માંગમાં ચંદ્ર પૂર્ણકળાએથી યુક્ત થઈને શુભ ગ્રહના દ્વાદશાંશમાં હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં ગદજ એટલે હરસ, મસા, મરડો વગેરે રોગોમાં છાશ અને મઠાને પ્રયોગ લાભકારક મનાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્માંગ સિવાય હારા, દ્વેષકાણ, સપ્તમાંશ, નવમાંશ, દ્વાદશાંશ અને ત્રિશાંશને ષવર્ગીય કુંડળીઓ કહેવામાં આવે છે. તેવી જ રીતે દશાંશ, ષડશાંશ ષડયંશ વગેરે કુંડળીઓ દશવગીર્ય, વીસ વર્ષીય એમ વિવિધ પ્રકારની કુંડળીમાં બને છે અને તેમનું વિશિષ્ટ બાબતમાં વિશિષ્ટ મહત્વ જોવા મળે છે. અહીં દ્વાદશાંશને ઉલેખ થયેલું છે. માતાપિતાના સુખ બાબત પણ દ્વાદશાંશ કુંડળીનું મહત્ત્વ માનવામાં આવે છે. (ચા તારા વિના સૌહવામ) ૮ આંખમાં ફેલાના નાશ માટે કાળાં મરી અને વાંસના ઉપરના કમળ ભાગના ઘસારાને પ્રયોગ – ૧ આંખમાં લાને દૂર કરવા માટે કાળા મરી અને વાંસના ઉપરના કમળ ભાગના ધસારાને પ્રયોગ તેરમા શ્લોકમાં જોવા મળે છે. જેમ કાળાં મરી અને વાંસને ઉપરનો કેમળ ભાગ ઘસીને દરરોજ આંખમાં આંજવામાં આવે તે આંખનું ફૂલું નષ્ટ થાય છે તેવી રીતે જે જન્મને અધિપતિ લગ્નમાં સમસ્ત ગ્રહોથી દષ્ટ હોય તે બાલારિષ્ટને નાશ થાય છે, અહીં જન્મને અધિપતિ અર્થાત રાશીને સ્વામી લગ્નમાંસ્થિત રહીને સમસ્ત મહેથી દyહોય તે અરિષ્ટને નાશ કરે છે તેમાં જમના અધિપતિના સ્થાનનું મહત્ત્વ દર્શાવાયું છે. સાથે સાથે બધા ગ્રહો (સાતમે હોવાથી અથવા વિશિષ્ટ દષ્ટિ કરતા હોવાથી) જેતા હોવાથી તેને વિશેષ બળ મળે છે. ૯ ઉગ્રક્વરના નાશ માટે મુનપુપ (અગત્યપુષ્પ)ના રસને સુંઘવાને પ્રગ– પંદરમા કલેકમાં લેખકે ઉમ જ્વરના નાશ માટે મુનિપુષ્પના રસનો પ્રયોગ સૂચવ્યું છે. ચોથે દિવસે આવતે (થિયે) તાવ અગત્યપુ૫ના રસને સુંધવાથી ઊતરી જાય છે, શાંત થઈ જાય છે. તેમ જે ચંદ્રથી બારમા ભાવમાં બુધ કે શુક હોય અને અગિયારમા ભાવમાં પાપગ્રહ હોય તેમ જ દશમા ભાવમાં ગુરુ હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં વિશિષ્ટ પ્રહનું વિશિષ્ટ સ્થાન સૂચવાયું છે. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy