SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેયજીવમાંત સાવલીના પરમકૃપામાં વૈદકીય વિચાર ૩ મહાતિસાર રેગમાં જાયફળ કે દાડમના છોતરાના ક્વાથને પ્રગ – છઠ્ઠા કલેકમાં મહા અતિસાર (સતત ઝાડા થવા તે) રોગમાં જાયફળ કે (પાઠભેદ મુજબ) દાડમના છોતરાંને કવાથ અકસીર છે તેમ જણાવ્યું છે. આ કવાથના પ્રયોગથી ગમે તેવા ઝાડા થયા હોય તે પણ તે મટી જાય છે. આવી જ રીતે જન્મસમયે ચંદ્ર ગમે તેટલે ક્ષીણ હેય તે પણ જો ચંદ્ર શુભગ્રહના વર્ગમાં શુભ ગ્રહથી દુષ્ટ હોય તે બાલારિષ્ટનો નાશ થાય છે. અહીં જ્યોતિષવિષયક વિવિધ ગ્રહના વર્ગ અને શુભ ગ્રહોની દૃષ્ટિનું મહત્ત્વ જોવા મળે છે. ગુરુ શુક્ર, બુધ અને પૂર્ણચંદ્રને (બળવાન ચંદ્રને) નૌસર્ગિક શુભ ગ્રહ માનવામાં આવે છે. મહાતિસાર રોગમાં જાયફળ અને દાડમને ઉપચાર પદકીય ઉપચારમાં જાણીતું છે. અહીં ગારીન અને મિશન એમ પાઠભેદ જોવા મળે છે તેમાં નવીપાર પાઠ સ્વીકાર્ય જણાય છે તેમ છતાં મહાતિસારમાં દાડમને ઉપચાર પણ જાણીતું છે તેથી આ પાઠભેદ ઘૂસી ગયા હોય તેમ લાગે છે. જાયફળને ઉપચાર ઉપર્યુક્ત રોગમાં વિશેષ લાભપ્રદ હોય તેમ લાગે છે. ૪ ઉન્માદ રેગના નાશ માટે કલ્યાણદ્યુત : સાતમા લેકમાં ઉન્માદ (પાગલપણું)ના રોગના નાશ માટે કલ્યાણવૃતના પ્રયોગની ચર્ચા જોવા મળે છે. જેમ કલ્યાણકૃતના પ્રગથી ઉન્માદરેગને નાશ થાય છે તેમ જે જન્મના ચંદ્રથા ૭, ૮, ૬ ભાવમાં પાપગ્રહોથી રહિત શુભગ્રહે હોય તે અરિષ્ટને નાશ છે. અહીં જ્યોતિષવિષયક અધિગનું મહત્વ જોવા મળે છે. આ યોગથી ચંદ્રને બળ મળે છે જ્યારે ચંદ્રથી . ૭ અને ૮મા ભાવમાં શુભ ગ્રહ હોય એટલે કે છ શુભ પ્રહ, સાતમે શુભ ગ્રહ અને આઠમે શભ ગ્રહ હોય ત્યારે ચંદ્રાધિયોગ બને છે. આ યોગ જેમ અરિષ્ટને નાશ કરે છે તેમ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં પણ વૃદ્ધિ કરે છે. શનિ, મંગળ, રાહુ-કેતુ અને સુર્યને પાપગ્રહ માનવામાં આવે છે. ૫ નેત્રરંગ ( પીડા) ના નાશ માટે લવણયુક્ત કૃતને પ્રગટ – જેમ લવણયુક્ત વૃતના પ્રયોગથી નેત્રરોગ આંખની પીડા શમે છે કે તે રોગને નાશ કરે છે. તેમ જે ચંદ્ર શુભ ફળ આપનાર શુભગ્રહથી યુક્ત હોય અને શુભગ્રહના ષકાણમાં હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં નેત્રપીડાના શમનનું કે નેત્રરોગના નાશનું નિરૂપણ આ આઠમા શ્લોકમાં જોવા મળે છે. અહીં દ્રષકાણનું મહત્વ પણ સુચવાયું છે. ૬ કણભૂલ કે કાનના રોગને દૂર કરવા માટે મીઠાવાળા પાણીને પ્રયોગ – ઉપર્યુક્ત આઠમા લોકમાં નેત્રરોગના નાશ માટે લવણયુક્ત ધૂતને પ્રયોગ દર્શાવ્યો છે. આજ કલેકમાં પૂરનયનરોની જગ્યાએ શ્રુતિપૂરવરફ્રુવાજૂને એવો પાઠભેદ જોવા મળે છે તેથી રાગ અને ઉપચાર ઉદાહરણુમાં બદલાય છે. ઉપર મુજબ દ્રષકાણમાં રહેલ ચંદ્ર જેમ અરિષ્ટને નાશ કરે છે તેમ મીઠાવાળું પાણી કાનમાં નાખવાથી કર્ણ શલ કે કાનની પીડા-કાનને રોગ નાશ પામે છે. અહી પાઠભેદને કારણે જ્યોતિષવિષયક બાબત એક જ છે, પરંતુ વૈદકીય ઉદાહરણ બદલાય છે. તે રોગને નાશ ૩ હોય અને ‘લાકમાં જોવા મળે છેઅહીં નેત્રપીડના For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy