________________
Shri Mahavir Jain Aradhana Kendra
ste
www.kobatirth.org
જયન્ત પ્રે. ઠાકર
'
'
પેાતાના એક વિશિષ્ટ પ્રયત્ન ' એવા શીર્ષકવાળા આમુખમાં પ્રાકૃત તથા પાલિ ભાષાસાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ ઊંડા અભ્યાસી ૫. દલસુખભાઈ માલવિયા જણાવે છે તેમ, શતાધિક વર્ષોથી ચાલી રહેલ જૈનાગમેાના સ’શાધનની પ્રક્રિયાને આ પુસ્તિકા નવી જ દિશા આપે છે. તે લેખકની વર્લ્ડની મથામણુના ફળસ્વરૂપ છે. આ અભ્યાસ માટે ડૉ. ચંદ્રએ ૭૫,૦૦૦ કાર્ડ' તૈયાર કર્યાં હતાં. જૂનામાં જૂના ગણુાતા ‘ આયારોંગ-સૂત્ર'ની ચારે મુખ્ય આવૃત્તિઓના અભ્યાસ કરી તેની સાથે તેના સમકાલીન એવા પાલી પિટક તથા અશોકના શિલાલેખાની ભાષાની તુલના કરી મૂળ ‘ અર્ધમાગધી' ભાષાનાં લક્ષણ્ણા તારવવાના તેમતે આ અતીપ્રશસ્ય પ્રયત્ન એક નવી જ પહેલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક આઠ અઘ્યાયમાં વહેંચાયેલું છે. પ્રથમ અધ્યાયમાં ‘ આચારાંગ `, ‘ સૂત્રકૃતાંગ ', ‘ ઉત્તરાધ્યયન' તથા - સિભાસિયાઇ' જેવા પ્રાચીન પ્રથામાંથી નમૂના લઈ ભાષાને વિશ્લેષણાત્મક અભ્યાસ કરી લેખક એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે ‘ અર્ધમાગધી ’નું મહારાષ્ટ્રીકરણુ જ થઈ ગયું છે. અને તેથી નવા સૌંસ્કરણમાં હસ્તપ્રત તથા ચૂી એમાં મળતા પ્રાચીન પાડાને સ્વીકારી લેવા જેઈ એ.
બીજા અધ્યાયમાં વ્યાકરણના પ્રયોગોનાં કેટલાંય ઉદાહરણા દ્વારા એવું દર્શાવાયું છે કે ૬ મહારાષ્ટ્રી ' તેમ જ · શૌરસેની ' કરતાં ‘ અર્ધમાગધી ' પ્રાચીન ભાષા છે અને કેટલાક રીતે તે પાલિ ભાષા સાથે સામ્ય ધરાવે છે,
આગમગ્ર થા, પાલિ સુત્તનિપાત ' અને અશાકના શિલાલેખાના પ્રયાગાની તુલના પરથી ત્રીા અધ્યાયમાં એવું પ્રતિપાદિત કરાયું છે કે ‘ અર્ધમાગધી 'ના પ્રાચીનમ્ર થા અશાકથી યે જૂના હેવા સંભવ છે અને તેમની રચના મૂળે પૂર્વ ભારતમાં જ થઇ હતી.
.
પછીને અધ્યાય આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણનુ નવી દષ્ટિએ કરાયેલું અધ્યયન રજૂ કરે છે. માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી, શૌરસેની તથા અપભ્રંરા ભાષાએને અનુક્રમે ૧૬, ૨૨, ૪, ૨૭ અને ૧૧૮ સૂત્રો ફાળવનાર આ મહાન વૈયાકરણ પોતાના ધર્મના આગમેાની ભાષા અર્ધમાગધીનું કોઈ વ્યાકરણ આપતા જ નથી તે એક આશ્ચર્યની વાત છે. માત્ર કેટલેક સ્થળે પાતાની વૃત્તિ'માં આ ભાષાની થેાડીક લાક્ષણુિકતાએ • આ ' શબ્દ યેાજીને નિર્દેશી છે; જ્યારે ભરતમુનિએ પેાતાના નાટયશાસ્ત્ર 'માં અર્ધમાગધીને એક સ્વતંત્ર ભાષા ગણાવી છે.
પાંચમા અધ્યાયમાં લેખકે આ ભાષાની ૩૭ લાક્ષણિક્તાએ ચી છે. આગમ થાના સ...પાદનમાં આ લાક્ષણિક્તાનું જ્ઞાન ખૂબ ઉપયોગી થાય તેમ છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે પાલિ તેમજ અશાકના પૂર્વીય શિલાલેખાની ભાષા સાથે સામ્ય ધરાવતી મૂળ ‘ અર્ધમાગધી ' સૌંસ્કૃતની વધારે નજીક છે.
અહી આપેલી પિશલે તૈયાર કરેલી ળ' યુક્ત શબ્દની સૂચિમાં હાલ ગુજરાતી ભાષામાં પ્રચલિત ‘ તળાવ ' અને ‘ વેળુ’ શબ્દને પણ સમાવેશ થયા છે તે હકીકત ગુજરાતી ભાષાના અભ્યાસીએ માટે રસપ્રદ થશે.
>
For Private and Personal Use Only