________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થાવલોકન
પ્રાચીન અર્ધમાગધી કી બેજ મેં (હિન્દી): લેખક ડે. કે. આર. ચન્દ્ર, પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ, અમદાવાદ-૩૮૦૦૧૫; ૧૯૯૧; પૃષ્ઠ ૨+૧+૧, મૂલ્ય રૂ. ૩૨.૦૦.
પુસ્તકના પ્રારંભમાં દાનવીર શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ (૧૮૯૪–૧૯૮૦)ની, તેમના સિદ્ધહસ્ત ચરિતલેખક છે. ધીરુભાઈ ઠાકરની કસાયેલ કલમે લખાયેલ, સવા આઠ પૂઇને આવરતી જીવનઝરમર મૂકી છે.
જે પ્રકારના અધ્યયન-સંશોધનની ધણા સમયથી રાહ જોવાતી હતી તેને શુભ આરંભ આ લધુપુસ્તકમાં થયે છે.
જેના કેટલાક અંશને રચનાકાળ ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ માનવામાં આવે છે, તે વેતાંબર જૈન આગમોની ભાષાને “ અર્ધમાગધો' એવું નામ અપાયું છે. પરંતુ આચાર્ય હેમચન્દ્રના વ્યાકરણમાં તેનાં લક્ષણે સ્પષ્ટ સ્વરૂપે અપાયાં નથી. વળી આજે ઉપલબ્ધ સંસ્કરણમાં મહારાષ્ટ્ર પ્રાકૃત ”ના પ્રયોગો થકબંધ મળે છે, જેની તુલનામાં “વસુદેવલિંડિ' જેવા છેક પાંચમી શતાબ્દીન ગ્રંથની ભાષા કે પ્રાચીનતર જણાય છે. એમ લાગે છે કે વચ્ચેના સેંકડો વર્ષોના ગાળામાં, સંભવતઃ લહિયાઓ તથા અભ્યાસીઓના હાથે, મૂળ ભાષામાં ગજબનું પરિવર્તન થઈ ગયું છે ! આથી ઉપલબ્ધ હસ્તપ્રતમાંનાં સર્વ પાઠાંતરોની સૂચિ બનાવી તેની મદદથી આગમની ભાષામાંથી પ્રાચીન અને અર્વાચીન (અર્થાત “મહારાષ્ટ્રી પ્રાકૃત'ના) અંશે અલગ પાડીને આર્ષ “ અર્ધમાગધી 'નું મૂળ સ્વરૂપ પ્રકટ કરવું એ અત્યન્ત આવશ્યક છે.
વળી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે એક જ સમયે એક જ પ્રદેશ બિહારમાં ઉપદેશ આપેલ છતાં બંનેની ભાષામાં આટલું બધું અંતર કેમ છે? આ સમસ્યાનું સમાધાન શોધવા સારુ પહેલી જ વાર ડૉ. ચંદ્રએ પ્રાચીનતમ નાગમ “ આચારાંગસૂત્ર' તથા પાલિ પિટક અને અશોકના શિલાલેખોની ભાષાને તુલનાત્મક અભ્યાસ કર્યો. તે દરમિયાન લખાયેલા શેષલેખે આ પુસ્તિકામાં સંગ્રહાયા છે. તેમણે જોયું કે “આચારાંગસૂત્ર'ની મહાવીર જૈન વિદ્યાલયની આવૃત્તિમાં હસ્તપ્રતો તેમ જ ચૂર્ણા માંથી પુષ્કળ પાઠાંતરો આપ્યાં છે. બીજી બાજ બિંગના સંરકરણમાં તો મહારાષ્ટી પ્રાકૃત 'ના વનિ-પરિવર્તનવિષયક નિયમોનું જ જાણે અક્ષરશ: પાલન કરાયું છે અને પાઠાંતરે પણ જૂજ આપ્યાં છે. તેમણે આનંદ અને આશ્ચર્ય સાથે નર્યું કે “ ઇસિભાસિયાઈ' (ઋષિભાષિતાનિ)ના બ્રિગના જ સંકરણમાં આર્ષ ગયો સારા પ્રમાણમાં સચવાયા છે!-અને અહીંથી જ ડૉ. ચન્દ્રના સંશોધનને પ્રારંભ થયે.
“સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માદમી અંક, એપ્રિલ ૧૯૯૦આગળ ૧૯૯૦, પૃ. ૩૬૭-૩૮૪, સવા ૨૨,
For Private and Personal Use Only