SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુભાષ ૨ કરુણતાને તે અંદાજ જ શ લગાવવો? ! આંગળિયાતની કુટુમ્બમાં ને સમાજમાં જેવી ઉતરતી આબરૂ છે એવું જ તે કઈક આ કેમ સમસ્ત પ્રત્યે શિષ્ટ સમાજનું અળવીતરું વર્તન તો નથી ને? આંગળિયાત'નું કથાવિશ્વ જે રીતે આ કથાકતિમાં નિરૂપાયું છે તે આ ચિતનપ્રેરક પ્રશ્ન ઊભે કર્યા વિના રહી શકે નહિ ! કેન્દ્રવત કથાને આસ્વાદ મળે, એ રીતે “ અગળિયાત ”ની કથાસૃષ્ટિમાં ડોકિયું કરીએ. આંગળિયાત” મારી દષ્ટિએ ટીહા–મેથી માની પ્રેમકથાનિમિત્તે શેષિત વણકરસમાજની વ્યથાકથા છે. “મારી ધરતીની મહેક'માં આંગળિયાતની સર્જનકથા નાંધતાં શ્રી મેકવાને લખ્યું છે કે “ મારી મનભાવતી વાત ચરોતરમાં તમાકુની ખળીઓમાં ખાનાખરાબ થતાં, શેવાતાં, રિબાતાનાં જીવતર ઉપર જ કથારૂપે કંઈક લાંબુ લખવાની. એમાંથી જ મેં “મનખાની મીરાત ”નું માળખું કંડારવું આરંવ્યું પણ એના ઘડતર માટે જેમ જેમ હું વિચારતો ગયે તેમતેમ એમાંથી મારું ધ્યાન એક સ્ત્રી વિચલિત કરતી હતી. એ સ્ત્રી તે “મેઠી મા'. એમની અડોઅડ “કંકુભાભી ની કરુણ મુખમુદ્રા ઉપસતી રહે અને ટીહો મારા રુદિયામાં ટોયા કરે. વાલજી ” અને “દાનજી” સતત મારાં નયણે નીર ભરતા રહે ને “ગોકે’ તે મારા સાથી, મારાથી મોટે ને ગોકળગાય કરતાંય ગરીબડા સ્વભાવને. અળવીતરાં એને “આંગળિયાત'-'આંગળિયાત' કરી ચીડવ્યા કરે. ના એ કદી ખિજાય ના કદી ગિન્નાય. બસ ધર્મશાળાની એટલીએ સાવ નિરૂપદ્રવ ભાવે બેસી રહે. અહીં ઉલિખિત વ્યક્તિસંદર્ભો વ્યક્તિસંદર્ભો હશે કે નહિ એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. શ્રી મેકવાન આપને સ્પષ્ટ સૂચવે છે કે " આંગળિયાત 'ની આ પાત્રસૃષ્ટિ ને કથાસૃષ્ટિ પિતાની વ્યક્તિસર્જકચેતનાએ આસપાસમાંથી ઝીલી છે. એવી રીતે કે વાસ્તવ કરતાંય અદકેરો વાસ્તવ અહીં મત થઈ જાય છે. પોતાની સજનસૃષ્ટિના વાસ્તવ સાથે વાસ્તવસામગ્રી સાથે હદિયાને સંબંધ પાત્રનિરૂપણમાં તેમ જ પ્રસંગોની પરિકલ્પનામાં આપણે અનુભવી શકીએ છીએ, એમાં લેખકની કલાભિવ્યક્તિની સિદ્ધિ છે. ટી એની શ્રમિલ અને સુધારક પ્રકૃતિને કારણે પંથકમાં પંકાયેલો વણકર છે. કામ પર સવર્ણોની શેષણખોરીથી છંછેડાય એવો એ સ્વમાની છે. મોદ્યો વણવી ને ગુજરીમાં જઈ વેચવી એ એને વ્યવસાય છે, વણકરકાર્યમાં નિષ્ઠા ને વ્યવસાયમાં પ્રામાણિકતા એની આગવી સંપત્તિ છે. શરીરે એ કાઠે છે ને મનથી પૂરે નિર્ભીક પણ છે. ટીહાની આ તરબહિર વ્યક્તિમત્તા મૂર્ત થઈ ઊઠે એવી પ્રસંગાવલિઓ સહજપણે આવિષ્કાર પામી છે. એના હદયજીવનમાં મીઠીનો પ્રવેશ થયે એમાંય મૂળભૂત આ જ કશેક પ્રસંગ નિમિત્ત બને છે. પણ એ એવો તે સહજરિત અનુભવાય છે કે એ રીતે જ ટીહ વાસ્તવનું કલારૂપ પામી શકે કે એક વાર મેઠી કસબાના બ૦ સાડી ખરીદતી હતી. દુકાનદાર જરા વસમું હસ્યો ને મેઠી છંછેડાઈ ! હરાજી કરતા ટીહાએ આ જોયું ને દુકાનદારને ફરી વળ્યું !! આવી શાખવાળા ટીહા પાસેથી મેડીએ રૂમાલ ખરીદ્યો ને લેખક લખે છે કે, “રૂમાલ ખરીદતાં–ખરીદતાં મેઠી કશુક ખોઈ બેઠી હતી !' આ મેઠી, આમ તો શીલાપુર પાસેના કેડિપારની. શીલાપુરના ત્રણ-ચાર જવાનિયા પટેલેએ એક વાર મેઠીને કાંકરીચાળો કર્યો ત્યારેય ટીહ-વાલજી ગુજરીમાં હરાજી કરતા હતા. એનાથી આ ન જોવાયું ને એણે તકરાર માથે વહારી લીધી. પરિસ્થિતિએ એ વળાંક લીધે કે સવર્ણો–વણકરોનો સંઘર્ષ એમાંથી ભભૂકી ઊઠે. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy