________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય અને વાતા: “આમળિયાત ના પરિપ્રેક્ષ્યમાં
આનંદ', “ જનકલ્યાણ ' અને ' નયા માર્ગ ' જેવાં સામયિકોમાં સામાજિક જીવનને વફાદાર રહીને જ ચરિત્રો, વાર્તાઓ પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકોની ચાહના મેળવી છે. સમાજનાં શેષિત-પીડિતાનાં જીવનમાં ડોકિયું એમણે કરાવ્યું છે. એમની સંવેદનશીલ ચેતનાએ એક વિશિષ્ટ સમાજની કરુણુતાનું દર્શન કર્યું છે. એ સમાજના આંતર-બહિર્યાસ્તવને આલેખવા જતાં એ સમાજજીવનનું કારુણ્ય વેધક રીતે એમણે મૂર્ત કર્યું છે. રવાણી પ્રકાશનસંસ્થા, આણંદ દ્વારા “માણસાઈથી મહેકતા માનવની ગ્રંથમાલા'ની શ્રેણીમાં એમનાં પ્રસિદ્ધ થયેલાં અને થનાર પુસ્તકો છે: “ વ્યથાનાં વીતક', “ લકમણની અગ્નિપરીક્ષા ', “ સાધનાની આરાધના ', “પ્રીત ગમાણી પગલે પગલે ' આંગળિયાત '. અહી “ આગળિયાત 'ને કેન્દ્રમાં રાખી “ સાહિત્ય અને વાસ્તવ અને સંબંધ સમજવા પ્રયત્ન કરીએ.
આગળયાત' શીર્ષકને શબ્દકોશઅર્થ છે, “ આગલા ધણીનું બાળક', આ નવલકથામાં આગલા ધણીનાં બાળકરૂપે ત્રણ પાત્ર આવે છે. વાલજી, વાલજીને દીકરો જ અને ચૂંથિયા
રાટને દીકરી ગોકુ/ગકે. કથાસૃષ્ટિનું પર્યવસાન થતાં પહેલાં જ, કથાવિકાસના નિર્વહણમાં અરધે રસ્તે જ વાલજી અકાળ માતને ધાટ ઊતરે છે ! તે ગેકાને કથાપ્રવેશ કથાના ઉત્તરાર્ધમાં છે. જેનો એ દીકરો છે એ ચૂંથિયે ચોરાટ કથાસૃષ્ટિનું એક ખલપાત્ર છે. અને તેથી ગૌણ છે. ગોકે આંગળિયાત બનીને ટીહાને આંગણે આવ્યો છે અને જે માતાનું એ સંતાન છે એ બંનેના આંતરિક જીવનની સુવાસે ગોકાનું ઘડતર થયું છે. એનું જીવતર કેવું છે ? આંગળિયાત તે એ છે જ, પણ નસીબમાં અપર માં પણ આવી છે ! અને અપાર માની પોતાની વૈધવ્યસ્થતિમાંય કાળઝાળ જેવી જીભને સહી લે ગોકે પિતાના એક સમભાવી માસ્તર સાથેની વાતચીતમાં કેવા ઉદગાર કાઢે છે? જુઓ, માસ્તર ! આને મન ઊં અજય આંગળિયાત નથી મટયે !” આંગળિયાત'ના જીવનનું કાર્ય અહીં સૂચિત થાય છે, ખરું, પરંતુ કૃતિસમગ્રના સંદર્ભે ગાકા એવું મુખ્ય પાત્ર નથી જજગ-જગદીશ-વાલજી-કંકુને દીકરે તે ગૌણાતિગૌણ પાત્ર છે ! એટલે પ્રશ્ન રહે છે કે શીર્ષકદ્વારા લેખકનું લક્ષ્ય કેવળ આ કે તે પાત્રને જ ચીંધવાનું છે શું? કથાસૃષ્ટિમાં જેમ જેમ નિમજિત થઈએ છીએ તેમ તેમ સૂઝે છે કે ચરોતર પ્રદેશના રત્નાપુર, શીલાપુર અને કેરડિયામાં રહેતી, એક, તે એશિયાળી જિંદગી જીવતી વસવાયાં કહેવાતી વણકર કોમની આ વ્યથાકથા છે. આજ સુધી ઉપેક્ષિત રહેલ સમાજ, ગુજરાતી નવલકથામાં એક કેન્દ્રવર્તી ભૂમિકામાં નિરૂપણ પામે છે, એ સ્વયં ધ્યાનાહ ઘટના છે. આ વણકરકોમનાં સ્ત્રી-પુરુષ મહેનત-મજૂરી કરીને જીવનગુજારે કરતાં માણસે છે. એમનેય મનુષ્યના મનુષ્યત્વ સાથે કેવી દિલચસ્પી છે. પરંતુ એમની માનવતાસ્પંદિત એ જિંદગી સવર્ણોની તે ઠેસે જ ચઢેલી છે. તેઓને સબડતી જિંદગી જીવવી પડે છેઆ સમાજ જાણે “આંગળિયાત –ઓશિયાળ ( સવર્ણોને જ ને !) ન હોય ! આ સ્થિતિ પ્રત્યેને ઉત્કટ આક્રોશ સતત સુચિત થયા કરે. એવું લક્ય લેખકે આ શીર્ષક રચવામાં તાકયું છે, એમ પ્રતીત થાય છે. “આંગળિયાત' આમ તે વિશેષણ લેખે ગયેનતે શબ્દ છે. બાળકની કૌટુંબિક સ્થિતિ-ધૂળ અને સુકમ પણ એમાં સૂચિત છે. પુરુષવર્ચી સમાજવ્યવસ્થામાં એક તે સ્ત્રીને નાતરે જવાની ઘટના સ્ત્રીની સામાજિક કરતાને પશે છે, તો તેવી સ્ત્રી માતા હોય અને બાળકને લઈને નાતરે જવાની ધટનામાં એ કારણ્ય દ્વિગુણિત અનુભવાય છે. તે વળી પેલા બાળકની પરિસ્થિતિની વિષમ
For Private and Personal Use Only