SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬૨ સુભાષ રે છે. સાહિત્ય અને વાસ્તવને પારસ્પરિક સંબધ વિચારીએ ત્યારે આ ઉભય વાસ્તવ આપણે લક્ષમાં રાખવાનાં છે. . Acharya Shri Kailassagarsuri Gyanmandir વાસ્તવ ' સંજ્ઞાના તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પશુ ખ્યાલ મેળવી લેવા જોઈએ. તત્ત્વજ્ઞાન ‘વાસ્તવ ’ માટે બે વિભાવનાઓ આપે છેઃ (૧) સાદૃશ્યની વિભાવના (૨) સુસંગતતાની વિભાવના. વૈજ્ઞાનિક શેાધ ‘સાદશ્ય’તા સિદ્ધાન્ત સ્વીકારે છે. બહિર્જગતને પામવા માટે સામગ્રી, દસ્તાવેજો વગેરેના આધાર લઈને તેને એ વ્યાખ્યાબદ્ધ કરવા મથે છે. · સુસંગતતા 'નેા સિદ્ધાન્ત બહિ ગતને સમજવા માટે અંતઃસ્ફુરિત દર્શન, આંતરિક સૂઝને સ્વીકારે છે. સાદશ્યના સિદ્ધાન્ત સ્વીકારીએ તેા બકી ગત હકીકનિષ્ઠ ભાષાની અપેક્ષા રાખે છે, જ્યારે સુસંગતતાના સિદ્ધાન્ત સ્વીકારાય ત્યારે ભાષા ભાવનિષ્ફ બનતી હાય છે. આમ વસ્તુલક્ષી અને આત્મલક્ષી ભય પ્રકારે આપણે વાસ્તવના મુકાબલા કરતા હાઈએ છીએ. સર્જનાત્મક સાહિત્યને વાસ્તવ ' સાથેના મુકાબલા આત્મલક્ષી પ્રકારને છે. એથી સાહિત્યમાં વાસ્તવવાદના આગ્રહ ઊભા થાય છે ત્યારે અનેક આનુષંગિક પ્રશ્નો ઊભા થતા હોય છે. વાસ્તવ સાથે વફાદારીને અર્થ હાવાથી સર્જનાત્મક સાહિત્યમાં જીવન પ્રત્યેની વફાદારીને આદર્શ પ્રસ્તુત કરાતા હોય છે. પર'તુ જીવનસમગ્રના આપણે ખ્યાલ કરીએ ત્યારે જીવનની એક સંકુલ ભાત આપણા ચિત્તમાં ઊભી થશે. જીવનનાં કેટકેટલાં પાસાં છે! સ્થળ અને સમયમાં જીવતાં આપણે હિજગતના સંદર્ભે જ જીવીએ છીએ આમ તા; પણુ આ તે ઉપલક દૃષ્ટિએ જ સાચું છે. આપણામાંના દરેકને આપણું મનેજગત નથી શું ? અતીત અને અનામતના સંદર્ભે કશુક આપણા ચિત્તની ભેાંયમાં ચાલ્યા કરતું નથી ? તા . એ જ સંવેદના છે, એ ય તે જગત છે; અને તે મનેાજગત છે, મનાવાસ્તવ છે. આ પ્રદેશ । બહિર્બસ્તવ કરતાં કેવા ગહન છે ! અને તેથી તે અતાગ પ્રતીત થાય છે. મનેાવિજ્ઞાન આ મનેજગતનેા તાગ મેળવવા મથે છે, અને એ અ°ગૅના સિદ્ધાન્ત વસ્તુલક્ષી અભિગમથી બાંધે છે, એ જાણીતી વાત છે. સાહિત્ય-સર્જનાત્મક સાહિત્યની પણ આ જ શોધ છે. મનુષ્યચેતના જે સંવેદના અનુભવે છે તેને તાગ આત્મલક્ષી/ વસ્તુલક્ષી અભિગમનું સ'યેાજન–સ'શ્લિષ્ટીકરણ કરીને એ મેળવવા મથે છે. આ સ`શ્લિષ્ટીકરણની પ્રક્રિયા જ સાહિત્ય અને વાસ્તવના પારસ્પરિક સંબધને વિજ્ઞાનથી ભિન્ન, શાસ્ત્રથી ભિન્ન અને સ્વાયત્ત સ્વરૂપના સિદ્ધ કરે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના કે વ્યક્તિ-વિશ્વ વચ્ચેના સંબધો સાહિત્ય પ્રસ્તુત કરે છે, સવેદનશીલતાની ભૂમિકાએથી. આ સવેદનશીલતામાં સર્જકનાં વૃત્તિવલણા સૂચિત રીતે પ્રગટ થતાં હોય છે અને એ રીતે વાસ્તવનું એક આગવા અભિગમથી દર્શન સાહિત્ય કરાવતું હોય છે. બહિર્વાસ્તવ આવા વૈયક્તિક અભિગમ-પરિપ્રેક્ષ્યના બળે સાહિત્યિક કલાના વાસ્તવમાં રૂપાન્તરિત થાય, એવી અપેક્ષા રહે છે. ૨ આ રૂપાન્તર તે શું? કેવી રીતે એ આકાર લેતું હાય છે? એ અગેની ચર્ચા અહીં ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક શ્રી જોસેફ મેકવાનની ૧૯૮૬માં પ્રસિદ્ધ થયેલી બહુચર્ચિત નવલકથા · આંગળિયાત 'ના પરિપ્રેક્ષ્યમાં કરીએ. શ્રી જોસેફ મેકવાને અખડ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy