________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાહિત્ય અને વાસ્તવ : ‘ આંગળિયાત'ના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિપ્રેક્ષ્યમાં
સુભાષ વે
સાહિત્ય અને વાસ્તવના પારસ્પરિક સબંધ શા છે ? અને કેવા હોવા જોઈએ ?— આ બે પ્રશ્ના જમાનાજૂના છે. જમાતે જમાને આ પ્રશ્ના ઊઠયા છે અને ચર્ચાવિચારણારૂપે મતમતાન્તા પ્રવર્તા છે, પ્રવર્તમાન છે અને હવે પછી પણ એ સ્થિતિ રહેવાની પણુ ખરી ! કોઈ અતિમ નિણૅય આ પ્રશ્ન પરત્વે સ્થપાવાને નહિ ! અને એમાં જ બૌદ્ધાનુ` કદાચ હોય જાય છે.
આ મતમતાન્તરી · સાહિત્ય ' અને ‘વાસ્તવ 'ની આપણી વિભાવના પર આધારિત .. ‘ સાહિત્ય ’ સંજ્ઞા વ્યાપક અર્થ ધરાવતી સંજ્ઞા છે. આપણે અહીં ઉપર નિર્દિષ્ટ વિષયનિમિત્તે, એક નિશ્ચિત અર્થમાં એના ઉપયાગ કરવા છે, અને એ અર્થ છેઃ · ગુણવત્તાની દૃષ્ટિએ સ્વીકૃતિ પામેલું, ગદ્ય કે પદ્યમાં લખાયેલું જે-તે ‘ સ્થળ-કાળ-જાતિનું સર્જનાત્મક લખાણ. પત્રકારત્વની સરખામણીમાં આ પ્રકારનું લખાણ વિશેષ સર્જનાત્મક, કલ્પનાશીલ અને વિચારાના ઊંડાણુવાળું હૅાય છે' ( જુએ · આધુનિક સાહિત્યસંજ્ઞાાશ–પૃ. ૧૫૦ ) તુજ આપણા ધ્યાનમાં અહીં આવે છે કે આ વ્યાખ્યા દ્વારા સાહિત્ય ' સ’જ્ઞાના સર્જનાત્મક સાહિત્ય એવા અવવવામાં આવ્યે છે. સર્જનાત્મક અને સનેતર એવા બે મુખ્ય પ્રકારો આમ સાહિત્યના આપણે પાડીએ અને અહીં ‘સાહિત્ય અને વાસ્તવ 'ની ચર્ચામાં સાહિત્ય સંજ્ઞા સર્જનાત્મક સાહિત્યને લક્ષમાં રાખીને કરવી છે, એમ નક્કી કરીએ.
"
આ જ રીતે ‘ વાસ્તવ ' સંજ્ઞાને પણ આપણે કયા અર્થમાં પ્રયોજવી છે, એને વિવેક કરી લઇ એ. ‘ સાથે ગૂજરાતી જોડણીકાશ ’માં ‘ વાસ્તવ 'ના અર્થ આપ્યા છે : ‘ વાસ્તવિકતા/ ખરેખરુ/સાચી હકીકત (જુએ પૃ. ૭૬૬, પાંચમી આવૃત્તિ). કશાય બનાવ હકીકતરૂપ છે કે નહીં, એના નિણૅય માટે પ્રમાણુલેખે આપણે ઇન્દ્રિયખાધને લક્ષમાં લઈએ છીએ, આસપાસનું ઈન્દ્રિયગમ્ય ચલ-અચલ જગત એ વાસ્તવ છે, હકીકત છે, એવી આપણી સમજ છે. પરતુ
આ સમજ અધૂરી છે, એવુ` સમજાય છે, જ્યારે આપણે મનેજગતના વિચાર કરીએ છીએ ત્યારે ઇન્દ્રિયગમ્ય બહિજ ગત એક વાસ્તવ છે, તેા માનવમનમાં પ્રગટતું આંતરજગત એ બીજું વાસ્તવ
• સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૬૧-૩૬૬
ગુજરાતી વિભાગ, ફેકલ્ટી એક આસ, મ. સ. યુનિ., પાદરા,
For Private and Personal Use Only