SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂકી રડે છે ત્યારે ઈન્સ્પેકટર ધવલ હયાત છે તેવું જણાવી બધાને આંચકે આપે છે. છેલ્લા દશ્યમાં નાટયકાર, રહસ્યનાટકના માળખાને ફગાવી દે છે કેમકે અહીં પાત્રમાં મને જગત ખુલ્લા પાડવા નિમિત્તે તેને થયેલો ઉપયોગ હવે પૂરે થાય છે એટલે તેની જરૂર નથી. આ અંતિમ દશ્ય પ્રેક્ષકના ચિત્તમાં પાત્રની જેમ અનેક પ્રશ્નાર્થે જન્માવે છે અને આ સમગ્ર ઘટનામાં પ્રેક્ષક પણ સંડોવાયેલ હોય તે રીતે, જાણે નાટકનું એક પાત્ર હોય તે રીતે તેની ભૂમિકા પ્રગટ થાય છે. પ્રેક્ષકના ચિત્તમાં અનેક પ્રશ્નને જન્મે છે. શું મોહિની અને મહેતા વચ્ચે સુંવાળા સંબંધો હતા ? એક વાત તો નિશ્ચિત કે મારુ મહિનાની અને મહેતા મારુની હત્યા કરવા તત્પર બનેલા જ અને તેમને આ અપરાધભાવ પ્રગટ કરવા નાટયકારે ઈન્સ્પેકટર દ્વારા થતી ઊલટતપાસને ખપમાં લીધી છે. રહસ્યનાટકની આ deviceને ઉપયોગ વિશેષપણે, ધૂળ ઘટનાને આગળ લઈ જવા કરતાં, પાત્રના સૂકમ મનેજગતને ખુલ્લું પાડવા થયો છે અને તેથી જ તે નાટકના અંતે પ્રેક્ષકની ચિત્તવૃત્તિનું સમાધાન કરવાની જગ્યાએ તેના મનમાં અનેક પ્રશ્નાર્થે જન્માવે છે અને એટલે જ એ આશ્ચર્ય અને આંચકા આપતું સ્થૂળ રહસ્ય નાટક બની રહેતું નથી. ચાલો રમીએ પપા મમ્મી' એકાંકીમાં બાળકના કુમળા મન દ્વારા, આસપાસ છવાતી સૃષ્ટિનું અને વડીલોના વર્તનનું થતું સાહજિક અનુકરણ ગૂંથી લેવામાં આવ્યું છે. મેળાનું દ્રશ્ય છે. પિતાને મા-બાપથી વિખુટી પડી ગયેલી બે બહેને નેહલ અને અક્ષિતાનું મનોરંજન કરવા માટે અન્ય બે બાળકે દર્શન અને શ્રુતિ પપ્પા મમ્મીનું નાટક ભજવે છે અને તે માટે તેમણે ઝાઝું વેશપરિવર્તન કે દક્ષ્યાંતર કરવું પડતું નથી. ચમાં ચઢાવી, રૂમાલ ઓઢી મા-બાપ બની જતાં બાળકે વચ્ચે વચ્ચે ચશ્માં ઉતારી કે રૂમાલ કાઢી પાછાં પિતપોતાનાં અસલ રૂપ ધારણ કરી લે તેવી પ્રયુક્તિ નાટયકારે પ્રયોજી છે. જેમ કે પપ્પા બનતે દર્શન “માય ડિયર તારા માટે કશું લાવ્યું છું” એમ કહે છે ત્યારે શ્રુતિ પોતાના માથા પરથી રૂમાલ કાઢી બાળસહજ વિસ્મયથી પૂછે છે માય ડિયર એટલે શું ? અને દર્શન પણ ચશ્માં ઉતારી એટલી જ સહજતાથી કહે છે " મને પણ ખબર નથી. પણ મારા પપ્પા મારાં મમ્મીને ઘણીવાર માય ડિયર કહે છે. વડીલોના વર્તનનું કેટલું સાહજિક અનુકરણ! થેડીવાર પછી વળી પાછા ચશ્મા ચઢાવી કાકુ બદલી દર્શન બની જાય છે પાપા અને માથે રૂમાલ ઓઢી, કાકુ બદલી કૃતિ બની જાય છે મમ્મી. “રાતના સમ” એ વખતે પણું ચશ્માં ઉતારી રૂમાલ કાઢી અસલ રૂપ ધારણ કરવાનું સાહજિક પુનરાવર્તન! બાળકોને પપ્પા કરતાં દાદા વ્હાલા લાગે છે. નાની નાની વાતમાં વારે ઘડીએ શિખામણ આપતા અને નિષેધ કે રાખતા માબાપની ઓબાદ નકલ છોકરાંઓ કરે છે. ખોટું ના બોલવાની શિખામણ આપી, ગુંદરિયા મિત્રથી બચવા, ઘરમાં હોવા છતાં ઘરમાં નથી એવું કહેવડાવી અસત્યનું આચરણ કરતા પપ્પા કે ગાંધીજી પર નિબંધ તપાસતી વેળા, પિતાના અક્ષરો ખરાબ હોવા છતાં વિદ્યાર્થી અને સારા અક્ષરે લખવાની સૂચના આપતાં શાળાનાં શિક્ષિકા; વાત ન કરવાની શિખામણ આપી, કાને રેડિયે મૂકી કેમેસ્ટ્રી સાંભળતા શાળાના શિક્ષક વિગેરે દાંત આપી વડીલે સામે જેહાદ ચલાવવા, હડતાલ પાડવા, સૂત્રો ઉચ્ચારવા, ઘેરાવે ઘાલવા, સત્યાગ્રહ કરવા એલાન આપે છે. પપ્પા-મમ્મીની રમત રમતાં રમતાં બાળકે તારસ્વરે પિતા | આક્રોશ રજૂ કરવા મંડી પડે છે ત્યારે નેહલ અક્ષિતા આ બધાથી ગભરાઈ જઈ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy