SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “કેનવાસને એક ખૂણે”. સંકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ ૩૫૯ ફરીથી પપ્પા-મમ્મીની હઠ પકડે છે અને માઈક ઉપર પિતાનાં મમ્મી-પપ્પા ખોવાયાની જાહેરાત કરે છે. મા-બાપથી વિખૂટાં પડી ગયેલાં બાળકોથી આરંભાઈ બાળકથી વિખૂટાં પડી ગયેલાં મા-બાપ આગળ વિરમતી આ કતિ તેના વન્યાર્થથી સમૃદ્ધ બની છે. કૃતિના અંતે, મેળામાં વિખૂટાં પડી ગયેલાં મા-બાપ પુરતી મર્યાદિત ન રહેતાં, આજના યુગના દરેક બાળકનાં મા-બાપ ખેવાયાં છે; પિતાનાં સંતાને સાથે એક જ ઘરમાં એક જ છાપરા નીચે રહેવા છતાં તેમનાથી વિખૂટાં પડી ગયાં છે તે ભાવ બમરાયા કરે છે અને એમાં જ આ એકાંકીનું સાફલ્ય છે. સર્જકને શબ્દ” લાક્ષણિક એક પાત્રીય એકાંકી છે જે દિગ્દર્શક માટે પડકારક્ષમ છે. દિગ્દર્શક કુશળ હોય તો તે વિવિધ માધ્યમોને ઉપયોગ કરી સર્જકની સૂક્ષ્મ સંવેદના અને તેની ખુમારીને નાટ્યાત્મક રીતે વ્યક્ત કરી શકે છે. વ્યવહારજગતના ગંદા, ગોબરા ગંધાતા શબ્દોથી વાજ આવી ગયેલ હોવાથી તેમ જ સમાજના લોકોએ શબ્દો સાથે વ્યભિચાર કરીને તેને પિલા વાસી અને નિવાર્ય બનાવી દીધા હોવાથી, સર્જક, વિશ્વને નાતે તેડી, બારી બારણું બંધ કરી, પિતાની ટેપ સાંભળતે, પોતાની શબ્દસૃષ્ટિમાં સરી પડે છે ને અહીંથી આરંભાય છે સજીકના આંતરમન અને જામતીન ' વચ્ચેને સંધર્ષ. નાટ૫કારે સર્જકના આંતરમનને, તેના subconsciousને, કેટલીક હદે તેને guilty consciousને યમદૂતના અવાજરૂપે નિરૂપ્યાં છે. પિતાની શબ્દસૃષ્ટિમાં રાચવું તેને જ સર્જકનું આંતરમન, પલાયનવૃત્તિ–આત્મવંચના-આત્મહત્યા કહે છે. ભાષાને રૂઢ સંકેત ફગાવી દઈ નવી ભાષા ઘડવાનો પ્રયત્ન કરી, સામગ્રીના વર્તુળમાં ગૂગળાઈ મરતી ઉચ્ચનાઓને નવું aesthetics આપી રૂપરચનાને આગ્રહ સેવ્યું અને એ રીતે પિતાને સજ કધર્મ નિષ્ઠાપૂર્વક બજાબે એવું સર્જકનું જામતમન કહે છે ત્યારે તેનું આંતરમન તેને વાડાબંધી તેડી ન વાડે શરૂ કરવાની પ્રવૃત્તિ ગણાવે છે. સામગ્રી સાથે અક્ષરશુપણે જોડાયેલે સર્જક, શૈલી અને સંરચનાની પાછળ પડે છે તેને ભ્રમરવૃત્તિ કહી આંતરમન ઠેકડી ઉરાડે છે. સર્જકની સંવેદના સંકુલતામાં વધુ સૂક્ષ્મ બને, આપત્તિના પરિતાપમાં વધુ ખીલે અને સજય અદ્દભુત સજનલીલા. પણ આ શબ્દ આનંદયાત્રાના વાહક બનવાની જગ્યાએ, કાકુ અને કટાક્ષ થકી બીજાને દુભવનારા બન્યાર સજ કે જાણે શબ્દછલ દ્વારા હાહાકાર મચાવી દીધે એમ કહી આંતરમન સર્જકને ઊધડે લઈ નાખે છે. પિતાને શબ્દદેહ અજય અને અમર છે એવી ભ્રાંતિ સેવ સર્જક પિતાના જ શબ્દ દ્વારા કેવો ઉધાડ પડે છે; તેનું જ સર્જનશીલ મન તેની મનોવૃત્તિના કેવા લીરેલીરા ઉરાડે છે તેને પરિચય એકાંકીકારે સર્જકના જામતમન અને આંતરમનને સામસામાં મૂકી કલાત્મક રીતે સુપેરે કરાવ્યો છે. સંગ્રહમાંનું અંતિમ એકાંકી “ ઊજડ આભલે અમી' સ્વ. પનાલાલ પટેલકત માનવીની ભવાઈ' નવલકથાના એક અંશનું નાટષરૂપાંતર છે. અહીં નાટયકાર, મળ નવલકથાકારે પાત્રના મુખે મૂકેલા સંવાદની ભાષા અને પિતે નાટયરૂપ આપતી વેળા પાત્રના મુખે મકલા સંવાદની ભાષા એકબીજામાં ભળી જઈ એકરૂપ બની જાય તેવું ભાષાકર્મ દાખવી શક્યા નથી એ આ એકાંકીની મોટામાં મોટી મર્યાદા છે. તેથી નવલકથાની જેમ અહીં ગ્રામીણ પરિવેશ પુરેપુરે ખીલી શકતો નથી અને પાત્રોનાં વ્યકિતત્વ ભાતીગળ બની શકયાં નથી. આટલી સ્વા ૨૧ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy