________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યત્રસુધીમાં ઉપેન્દ્રાચાર્યજીની હત્યવૃતિ
૩૩૯
આમ હોવા ઉપરાંત સાહિત્યનાં બીજાં સ્વરૂપો કરતાં પત્રસ્વરૂપનું ભિન્નત્વ એ છે કે તેમાં બે પરિચિતે, તે ય એક સમાન પશ્ચાદભૂથી પરિચિત વ્યક્તિઓ વચ્ચેને વ્યવહારવિનિમય છે. તેથી જ વાચકને પત્રોમાં વ્યક્તિ, પ્રસંગાદિ ઉલેખો કોઈ સ્પષ્ટીકરણ વિનાને મળે છે. કારણ કે તે અત્યંત personal ઉલેખ હોય છે. પરાયા માટે તે કોયડા જેવા રહે છે.
નવા વિચારોના પ્રચાર-પ્રસાર માટે પન્ને ઉત્તમ માધ્યમ છે. એમાં ચિંતન-કથન-વિચાર ધડવાનું કામ થયા કરે છે કારણ કે બે વ્યક્તિ વારાફરતી પરસ્પર વિચાર વિનિમય કરે છે. એમાં Rambling (સ્વૈરવિહાર) શકય બને છે તથા Informal medium of expressionરજૂઆતનું અનૌપચારિક માધ્યમ વરતાતું જાય છે.
( પત્ર સ્વરૂપનાં આ બધાં અંગે વિચાર કરીને જોતાં ઉપેન્દ્રાચાર્યજીએ લખેલા પત્રસુધા'ના પત્રો ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જ જોવા મળે તેવા છે. ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્ર અનેખું પ્રદાન કરનાર ઉપેન્દ્રાચાર્યજીનું આ પત્રસાહિત્ય સાચે જ નોંધપાત્ર છે.
“ પત્રધા 'માં આઈકાલીન ઋષિદંપતી જેવું જીવન જીવતાં બે વ્યક્તિ ધબકે છે. પત્રો લખ્યા છે તે ઉપેન્દ્રચાર્યજીએ પણ પત્રોનું વાચન કરતાં ઉપેન્દ્રાચાર્યજીની સાથે સાથે જયતીદેવીના વ્યક્તિત્વનાં અનેક પાસાં વાચક સમક્ષ ઊઘડી આવે છે. એ આ પત્રોની ખુબી ગણી શકાય.
જદા જુદા પ્રસંગોએ લખાયેલા પત્રોમાં કયાંયંકાઈ આચાર્યના ઊંચા પદને ભાર નથી વરતાતા. એમાં તે છે નિર્ભેળ પ્રેમ. સ્પષ્ટ સમજદારીપૂર્વક પોતાની પ્રિય પત્નીને લખાયેલા આ પત્રો છે.
જગતને પોતાની પ્રતિભાથી વિશિષ્ટ પ્રદાન કરનાર આવા મહાપુરુષની વિચારસરણી વિશ્વના કોઈપણ ખૂણે કેવી એક સમાન હોય છે તેની પ્રતીતિ આપણને આ પત્રો વાંચ્યાથી થાય છે. શ્રી ઉપેન્દ્રાચાર્યજીએ જયન્તીદેવીને ઉદ્દેશીને આપેલ સલાહ-શિખામણે વ્યક્તિમાત્રને માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી ગણી શકાય. દા. ત. “હમેશાં આનંદમાં રહેવું’...' એમ તેઓએ ધણા પત્રોમાં જદી જદી રીતે દર્શાવ્યું છે. ઈશ્વરેચ્છાથી જે જે કંઈ આવી મળે તેને સ્વીકાર કરો અને પ્રસન્ન રહેવું એ કંઈ નાનીસૂની વાત નથી. ફક્ત ઉચ્ચાત્માઓને જ સાધ્ય એવી આ કલા આ દંપતીના જીવનમાં સહજપણે વણાઈ ગયેલી જોઈ શકાય છે.
પત્રસુધા' ના આ પત્રો આપણને બતાવે છે કે આધ્યાત્મિક સાધના ગૃહસ્થાશ્રમમાં પણ સરળ રીતે સાધી શકાય છે. પોતાના જીવનકાર્યથી આ સાધના કરતાં કરતાં તેઓએ દંપતીજીવનને ઉચ્ચગામી કરે તેવું સાહિત્ય સજર્યું એ આ દંપતીની સમાજને અણમોલ ભેટ છે. કારણ કે પલાયનવાદ (Escapism ના આ યુગમાં તેઓએ સામાજિક જવાબદારીમાંથી છટકવા કરતાં તેને અદા કરતાં કરતાં ઉચ્ચતા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે. “પત્રસુધા' ના પત્રો આ રીતે સમાજના દામ્પત્યજીવનને ધડનાર પણ ગણી શકાય. પિતાની આસપાસ બનતાં બનાવો ઉલ્લેખ જગતને નિરપેક્ષભાવે જોવાની રીત અને દરેક બાબતમાંથી સાર શોધવાની ઈરછા એ બધું જાણીને વાચક એવી અનુભૂતિ કર્યા વિના રહી શકતું નથી કે હા, આ તે અમારા જ જીવનની વાત છે ! અને એમાંથી આટલે સારે ઉકેલ પણ મળી શકે !
For Private and Personal Use Only