SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૩૯ www.kobatirth.org પના માહન બારીય જેમકે હાલમાં પ્રા. સિન બીજા પ્રદેશના માસે તે વચ્ચે મોકળા પણ મળે. 93 વળી પત્રો શાસ્ત્રીય શૈક્ષણિક હંદુઓ માટે પણ લખાય છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' પત્રરૂપે લખી રહ્યા છે. ગુજરાતી સાહિત્યના પરિચય થાય તેની સાથે સાથે આ સ્વરૂપમાં પત્રમાં એમ પણુ લખી શકાય “ તું વડાદરા આવીશ ત્યારે આપણે સુગમ શ્રીખંડ ખાઈશું. એમ પત્રમાં હળવાશ મળે. કયારેક પત્રમાં ટીખળ પશુ કરી શકાય. આ માટે ગાંધીજીના પત્રોનુ એક દષ્ટાંત ટાંકુ−ાણીતા સ્વાતસેનાની શ્રી. અબ્બાસ તૈયબજી અને ગાંધીજી વચ્ચે અગત વાળા હતા. રીયાઝ દાઢી રાખતા. તે કરાર થતી ત્યારે ગાંધીજી તેમને BHRhhh કહીને ચીઢવતા. આથી માકરૂપે ગાંધીજીએ એક પત્રમાં તૈયબજીને સખાધન કરતાં લખ્યું છે Dear Bhrhhh...ગાંધીજીના આ પ્રખ્યાત પત્રની નકલ અત્રેની મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રાચ્યવિદ્યા મંદિર ( Oriental Institute)ના હસ્તગત વિભાગ ( Manuscript Section )માં જોવા મળે છે. ને પત્રની હળવાશનો જવલત નમૂના ? 6 Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિક, સાંસ્કૃતિક કે આધ્યાત્મિક રીતે મહત્ત્વની વ્યક્તિના પત્રો અમૂલ્ય બાાય છે. દા. ત. ગાંધીજીના પત્રા લાખો રૂપિયાની કિંમતે ભારત સરકાર ખરીદ્યા છે. તા સાહિત્યનાં કેટલાંક સ્વરૂપે પણ પત્રરૂપે લખાય છે. દા. ત. ટૂંકી વાર્તા ઘણીવાર પત્રરૂપે આવે છે. કલાકારને કાલ્પનિક કે અનુકૃત મનોમથન રજૂ કરવા માટે પત્રનું સ્વરૂપ આત્મીય અને હળવું લાગે છે. પત્રમાં ગત સ્પર્ધા પશુ આવે અને તેમાં વિષયાંતર પણ ચાલી શકે. કેટલીક વખત કવિતા પણ પત્રરૂપે થાય છે. દા. ત. હીરાબહેન પાઠકનું ‘ પરલોકે પત્ર, ' તા ઇતિહાસના પાઠ આપવાના શૈક્ષણિક હેતુસર પંડિત નહેરૂએ લખેલા · પ્રિયદર્શિનીને પત્રો જગપ્રસિદ્ધ છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં શકુન્તલાએ દુષ્યન્તને લખેલ પત્ર નોંધનીય છે, જેને વિષય બનાવીને રાજા રવિવર્માએ ઉત્તમ ચિત્રો દોર્યા છે. તા કાલિદાસનુ” * મેઘદૂત * એક પ્રકારના મૌખિક પત્રો જ છે ને ? જેમાં પક્ષ વાળને ‘તું આ નેઈશ. નું આ ભ્રંશ... ' કહેતાં કહેતાં ભારતની ભૂગોળ જણાવી દે છે. ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકર, ગાંધીજી અને સરદારના પત્રો નોંધનીય છે, ન ' બર્ટન વોટસન કે જેમણે * Letters of Four Seasons ' પુસ્તકની પ્રસ્તાવના લખી છે. તેઓના મતે પરદેશી કે પરાથી ભાષામાં પત્ર એ બહુ જ મૂંઝવનારા મામલા છે. કારણ કે પત્રો પ્રણાલીભદ્ર કે રૂઢિગત હોય છે. દા. ત. જાપાનમાં પુત્રની શરૂઆતમાં ઋતુનિર્દેશ થાય છે. જાપાનીઓ લખે છે કે....' The sky is high and the horses are fat,.. ' આમ ઋનિર્દે શ એ જાપાનની સભ્યતા છે. આમ વિવિધ પ્રદેશોની પોતાની પ્રણાલી, રૂઢિઆ પત્રસ્વરૂપમાં જોવા મળે છે. * આ લેખ લખાયા બાદ મા. હસિત બૂચનું દુ:ખદ નિધન થયું છે તેની સખેદ નાંધ લઈએ છીએ—સંપાદક. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy