________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેશ વેદ,
જદી રીતે વિચારવા જીવવા એ મથે છે, પણુ પરિણામે પત્ની, પાડોશીઓ, વિદ્યાર્થીઓ, સાથીઓ અને કોલેજના સંચાલકો સૌની ગેરસમજ અને ટીકાનિંદાને ભેગ બની બેસે છે. નેકરી ગુમાવે છે. આદર્શ—સિદ્ધાંતો છેડી પ્રવાહપતિત થયા વિના નવી નોકરી મળે તેમ નથી કરી મેળવવા ફાંફાં મારતા તાપણું જાળવી રાખવા અર્થે એને ઘણું ઝૂઝવું પડે છે. પણ આખરે પરિસ્થિતિ અને સંજોગોની ભીંસ સામે ટકી ન શકતાં પિતાના આદર્શો-સિદ્ધાંતો સાથે બાંધછેડ કરી, પિતાપણું છોડી તેને સૌના જેવું થઈ જવું પડે છે.! આવૃત જોશી મટી ક–૨૩ થઈ જવું પડે છે ઘરની અને બહારની બેવડી પ્રતિકળતાઓ વચ્ચે પોતાનું સ્વત્વ-સંમાન સાચવી ન શકતાં, પિતાની ટોયકિતક ચેતનાને સાચવી રાખવાની શકય તેટલી મથામણ કર્યા પછી, ૪ર વાસ્તવ સામે પરાભૂત થતા લાચાર મનુષ્યની વાત તેમાં લેખકે કરી છે. આપણા સમાજ અને શિક્ષણક્ષેત્રે આજકાલ ફેલાયેલું દૂષિત વાતાવરણ એક સંવેદનશીલ અને પ્રામાણિક મનુષ્યનું કેવું કરૂણ રીતે; અનાત્મીકરણ કરે છે તેની કથા વાસ્તવવાદી દષ્ટિકોણથી લેખકે કરી છે.
આવૃત 'માં અનાત્મીકરણને વવિષય જે રીતે નિરૂપાય છે તેમાં વસ્તુઆયોજન અને નિરૂપણમાં તેના સર્જકને આવાસ સહેજહાજ કળાઈ આવે છે. પરંતુ એ જ વિષયનું નિરૂપણ કરતી ધીરુબેન પટેલની “ એક ભલે માણસ માં આવો આયાસ હેજ પણ દેખાતો નથી. તેથી તે વધારે સહજ સ્વાભાવિક લાગે છે. તે કથાના નાયક છવલાલ છે તે મુંબઈની એક વેપારી પેઢીના સામાન્ય મુનિમ. પરંતુ તેમણે તેમની નિષ્ઠા, પ્રામાણિકતા અને કાર્યકુશળતાથી તેમ ગરીબડા સ્વભાવથી તે જ્યાં નેકરી કરે છે તે પેઢીના શેઠ-શેઠાણીના દિલમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે અને બજારના અન્ય વેપારીઓમાં એક શાખઆબરૂ મેળવી છે. એમની ચુસ્ત સ્વામીભકિત અને એના વળતરમાં મળતા મામુલી પગારને કારણે એમનાં પત્નીપુત્રને રોષ વહે છે, તેમ એમના જ્ઞાતિ સમાજમાં માનસ્થાન મેળવી શકયા નથી. અન્ય પેઢીની. આકર્ષક પગારવાળી નેકરીતું નિમંત્રણ પણ તેમને લલચાવી શક્યું નથી. એ એછવલાલ શેઠાણી પ્રત્યેના અંદર, પેઢી પ્રત્યેની વફાદારી અને શેઠની વિનંતીને કારણે શેઠના પુત્રોને દાણચેરીને ગુને માથે ઓઢી લઈ જેલવાસ પણ ભોગવી લે છે. પણ જેલમાંથી સજા ભોગવી બહાર આવતા એમની વર્ષોની પ્રામાણિક સેવા અને અપ્રતીમ વફાદારીના બદલારૂપે મામુલી રકમ લઈ વતનભેળા થઈ જવાની સલાહ મળે છે, અગાઉ આકર્ષક પગારવાળી કરીને નિમંત્રણ આપનારા ઊભા પણ રહેવા દેતા નથી ! ઉપરથી ભલાળા દેખાતા ઓચ્છવલાલ દાણચોરીના ધંધામાં પાવરધા
શે અને એમણે ઠીકઠીક મના હાથ કરી લીધી હશે એવું માનતા વેપારીઓ અને જ્ઞાતિજનોને જોઈ એની પત્ની અને એને પુત્ર પણ એ વાત માનતા થઈ જાય છે. એ જોઈ એરછવલાલને દુઃખ સાથે આશ્ચર્ય થાય છે. પિતાના વિશે ગેરસમજ થઈ જ છે એ દૂર થવાની નથી અને અન્ય કોઈ રીતે પ્રામાણિક માર્ગે પોતે રોટલો રળી શકવાના નથી એની ખાત્રી થતાં તેઓ દાણચેરીના ધંધામાં સામે ચાલીને ઝંપલાવે છે. એમ કરતાં એમને અને એમના એક પત્રને આત્મા કકળે છે, પરંતુ અન્ય સૌ-બીજો પુત્ર, પત્ની, વેવાઈ. વેપારીઓ. સમાજ-સહજરૂપે એ વાતને સ્વીકારે છે. ત્યારે વિના હિચકિચાટ આગળ વધતાં ઓચ્છવલાલ દાણચોરીના કળણુમાં ઊંડા ઉતરતા જાય છે, પૈસા રળે છે, એની પાછળ આવતાં દષમાં
For Private and Personal Use Only