________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાં
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ પ્રયત્ન કરે છે, પણ તે અસફળ રહે છે. આખરે એ કામ સમય કરી આપે છે. પિતાને જીવવાને કોઈ અધિકાર નથી, પોતાની એ માટે પાત્રતા નથી એવી ગાંઠ વાળીને બેસી ગયેલા અશોકને આખરે સમયદેવતા જ સમજાવી શકે છેઃ “ન જીવવું એ એના હાથની વાત નથી. હોવું જીવવું એ સ્વાર્થ નથી, એ આપણી નિયતિ છે. '' માણસ ને જીવવાનો પ્રયોગ કરી શકતો નથી એ વાત “પેરેલિસિસ'ના અરામની માફક “તેડાગર 'ના અશાકને પણ મોડી મોડી સમજાય છે. તેથી, આ લઘુનવલનું વિષયવસ્તુ પણું આત્મબોધનું છે. અલબત્ત, નાયકને આ આત્મબોધ કરાવવા માટેની જરૂરી કારણ વ્યવસ્થા લેખક કરી શકયા નથી. પેરેલિસિસ'માં એ કામ આશિકા કરી શકી હતી, આ રચનામાં તો સૂરજ એ કરવામાં અસફળ રહે છે. મલયની નિરાધારીને કારણે પણ એ થઈ શકયું નથી. “દુખનું ઓસડ દહાડા” એ ન્યાયે અશોકનું દુઃખ હળવું થાય એ સમજાય પણ સમયે કઈ રીતે એનું ભ્રમનિરસન કરી એને આત્મભાન કરાવ્યું એ લેખક પ્રતીતિકરૂપે દર્શાવી શકયા નથી.
ગુજરાતી સર્જકોને અનાત્મીકરણનું વિષયવસ્તુ પણ પસંદ પડયું હોય એવું એના પરની ત્રણ કથાઓ જોતાં લાગે છે. એમાંની એક છે દિલીપ રાણપુરાની “સૂકી ધરતી, સૂકા હેઠ.” તેમાં પરિસ્થિતિ અને સંજોગોની ભીંસમાં એક આશાસ્પદ યુવાનના થતા આત્મવિલોપન (self effacement)ની કથા છે. પંચાળના નપાણિયા પ્રદેશમાં માત્ર ૨૩૭ માણસોની વસ્ત ધરાવતા શેખોદડ ગામમાં સેવા અને ઉદ્ધારનાં અનેક ઉરઅરમાને લઈ શિક્ષકની નોકરી કરવા આવતા ભાવનાશાળી યુવાન જયંતીલાલ ઠાકરનાં, અનેક દૂષણે અને વિકૃતિઓથી ખદબદતા પ્રામસમાજમાં કોઈ વાને સાકાર થતાં નથી. એથી ઊલટું એના આશાઅરમાન ઈમાનધરમને વંસ થાય છે. ત્યાંથી બદલી કરાવવાના એના પ્રયત્ન લાંચિયા વહીવટીતંત્રમાં કારગત નીવડતા નથી. ગ્રામસમાજની બદીઓ અને વિકૃતિઓને દૂર કરવાની વાત તે બાજુ પર રહી, પરિસ્થિતિ અને સંજોગોવશ, એ ખુદ બીડી, દારૂ, જુગાર જેવાં વ્યસનેમાં સરી જાય છે. પશુમથુનની અધમ કોટિ સુધી એ પહોંચે છે. રૂપાળા આદર્શો પર નગ્નકઠોર વાસ્તવને એવો વિજય થાય છે કે એને આ સ્થિતિમાં લાવી મૂકનાર ગામમાંથી તેને ખસેડી લઇ શહેરમાં સ્થાયી કરવાના એનાં બહેન-બનેવીના પ્રયત્ન ખુદ જયંતી જ સફળ થવા દેતા નથી ! ઘણા પ્રયત્નને અંતે તેને ત્યાંથી બદલીના મળે છે ત્યારે વિધિની વક્તા એ છે કે પોતાની બહેન પર તે કદષ્ટિ કરે એટલી હદે તેનું પતન થઈ ચૂકયું હોય છે. જયંતી મટીને જાણે એ “જd' બની ગયો છે અને તેથી જ બદલીને ઓર્ડર એ ઈન્કારે છે. એક ઉમંગી અને ભાવનાશીલ શિક્ષિત યુવાનના શતમુખ વિનિપાતની ઘટનામલક માળખાંથી પરંતુ પૂરા વાસ્તવિક અભિગમથી રજૂ થતી આ કથા, જયંતીમાંથી “જતુ' બની જતા માણૂસના આત્મવિલોપનની કરુણ કથા છે.
આવી બીજી કથા છે જયંત ગાડીતની “આજત '. તેમાં વૈયક્તિક ચેતનાના હૃાસની કથા છે. તળ ગુજરાતના કોઈ ટાઉનની કૅલેજમાં અધ્યાપકની નોકરી કરતા એને નાયક આવૃત આજકાલ કાલેલા અશૈક્ષણિક વાતાવરણુમાં રીઢા અને અપ્રામાણિક અધ્યાપકે જે રીતિનીતિ અખત્યાર કરે છે તેવી અપનાવી આચરી શકતું નથી. વર્ગમાં વિદ્યાર્થીઓને નેટ્સ ઉતરાવતા નથી. ટયુશને કરતા નથી, ટાળામાં મિજબાનીઓમાં સૌ સાથે ભળતું નથી. પોતાની આસપાસના સૌ કરતાં
For Private and Personal Use Only