SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાન્યતરરૂપનું લાગે છે. દશે દિશાઓ બિડાઈ ગઈ હોય, અને વર્તમાન થીજી ગયે હોય એમ તેને ગે છે. એ સંજોગામાં એ સારવાર કરતાં ઠેકટરને “મસી કીલીંગ ' ની ભાવનાથી મારી નાખવા વિનવે છે. એને લાગે છે કે એની પેરેલાઈઝડ થયેલી જિંદગીને હવે કોઈ ફરી જીવતી નહીં કરી શકે. પરંતુ એના થીજી ગયેલા વર્તમાનને, એક સંજોગરૂપે એના જીવનમાં પ્રવેશેલી, એના જેવી જ દુઃખી મેટન આશિકા દીપ હલાવી, એ ગાળે છે. એના નિષ્ક્રિય થયેલા તનમનને સ્નેહ, હૂંફ સમસંવેદન અને સારવાર દ્વારા ફરી ચેતનવંત કરી જીવનરસ લેત કરે છે. જેની સાથે પાછલું લગ્નજીવન સુખી ન હતું એ પત્નીએ અને જેને પુત્રવત્ નેહથી ઉછેરી હતી એ પુત્રીએ એની ગંભીર પ્રકૃતિ અને દુ:ખમાં અવિશ્વાસ કરીને દુઃખ અને પરિતાપ પહોચાડ્યાં હતાં. પણ એક મરેલા મશીનીસ્ટની વિધવા, જે ખુદ ઓગણચાલીસમે વર્ષે જીવવું રોકીને ઊભી હતી અને આજાર દર્દીઓની સારવાર કરી પિતાની એકલતાને વિદારતી હતી એ મેટ્રને આશિકાએ પૂરી સમજદારી અને નિષ્ઠા દાખવી તેને ફરી બેઠા કર્યો તેથી તેને એક વસ્તુનું ભાન થાય છે, “ જીવવું પડશે, જીવવું પડશે, જીવી નાખવું પડશે. માણસ ને જીવવાને પ્રવેગ કરી શકતું નથી.” તેથી પિતાના અપંગ અને અસ્તવ્યસ્ત થયેલા અસ્તિત્વને ફરી એક્વાર નોર્મલ બનાવવા પ્રયત્ન એ કરી લે છે. ઘટનાઓના ઘાને ખોતરતાં ખેતરતાં અપંગનું નાન્યતર જીવન એને જીવી નાખવું પડશે એમ એ માનતો હતો પણ આશિકાનું દષ્ટાંત એને આત્મભાન કરાવી એગણપચાસમે વર્ષે, એની ભૂતાવળ જેવી ભૂતકાળની સ્મરણષ્ટિમાંથી બહાર કાઢી, નવું જીવન જીવવા કટિબદ્ધ કરે છે. જો કે, અરામને આત્મબોધ એટલું ધ્યાન નથી ખેંચતો જેટલું ધ્યાન એની જીવનદના ખેંચે છે. એનું કારણ એ છે કે અરામના જીવનને અર્થ એની જીવનઘટનાઓ વડે ઊપસાવવાને એમાં જેટલો પ્રયાસ કરવામાં આવ્યું છે તેટલે તેના મને ગત અને આંતરલેકનું આકલન કરી એ ઉભારવાનું બની શક્યું નથી, એ આ સુંદર વિષયવસ્તુની પણ એનાથી પૂરા પ્રસન્ન ન કરી શકતી રચનાની ઊણપ છે, ' રઘુવીર ચૌધરીની “તેડાગર' લઘુનવલના વિષયવસ્તુનું વિભાવન * પેરેલિસિસ' સાથે દીક ઠીક સામ્ય ધરાવે છે. અશોક, પેરેલિસિસ'ના પ્રોફેસર અરામ શાહની માફક પત્ની અને પુત્રીના અકાળ મરણની ઘટનાઓથી ઘા ખાઈ ગયેલા માણસ છે. પણ આરામ કરતાં એ જુદી એ રીતે છે કે, રૂપા સાથેનાં લગ્ન પહેલાં અને તેની સાથેના સુખી લગ્નજીવન દરમ્યાન પણું જીવન પ્રત્યે નિર્વેદ અને વિરતિને ભાવ અનુભવતે રહે છે. આ મનેભાવને કારણે પત્ની રૂપાં અને બાળકો મલય અને સ્મૃતિ સાથે પૂરુ સાહચર્ય અનુભવી શકતો નથી. પરંતુ તેની આ મનોદશા પર પહેલો ઘા પડે છે પત્નીના મૃત્યુથી, અને એથીય ઘેર કુઠારાઘાત થાય છે પુત્રીના મૃત્યુથી. હજ તે પારિવારિક જીવન પ્રત્યે પૂરો ઉભુખ પણ થયો ન હતો ત્યાં માથે આવી પડેલી આપત્તિ અને મલયના ઉછેરની જવાબદારીથી એ ઘેરાઈ જાય છે. મા અને બહેનના હેતુ માટે બાળક મલયને ઝરા એ ભૂલાવી શકતો નથી અને એને એની દયનીય લાચાર મદશામાંથી બહાર આણી શકતો નથી. પુત્ર મલય માટે એ કશું કરે એ પહેલાં એને નડતા અકસ્માત એને પૂર્ણપણે ખળભળાવી નાખે છે. પત્નીના મૃત્યુ માટે અને પરિવારની દુર્દશા માટે પોતાની બેપરવાઈ જ કારણુરૂપ હોવાનું મનમાં ઠગતી એ અપરાધ અનુભવી જીવનમાંથી રસ લેતે અટકી જાય છે. એની નિમમતાને વિદારી એને જીવનમાં રસ લેતી કરવાના એની સાળી સૂરજ, આશિકા દીપ 'માફક For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy