SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુ એ મહિલા સાથે પોતાના પિતાને સંબંધ હતા એ વાત કુટુંબના વડીલરૂપ વકીલ દ્વારા જાણુતાં લગ્નની દિશામાં આગળ ધપવા માંડેલાં કદમ એ થેાભાવી દે છે. એટલું જ નહીં, જેને કારણે પ્રણય-પરિણયની આ અતૃપ્ત ઇચ્છા ઉદ્દિપ્ત થઈ બળવાન બની એ પરેશ-શુભાંગી સાથે હવે એક ઘરમાં રહી નહીં શકાય એવા નિણૅય લઈ, એની ાણુ એમને કરી દઇ, મનની આંધળી ગલીમાં એકલા જીવતર ખેડી નાખવાને શાપ એ સામે ચાલીને વહેરી લે છે. તેનું કારણ પિતાની ગુપ્ત વાત તેને જાણવા મળતાં આધાત લાગ્યા હૈાય એવું પ્રથમ નજરે લાગે, પરંતુ એ સાચું નથી. તેનું ખરું કારણુ તા એ આધાતજનક સમાચારથી તેનું ભ્રમનિરસન થતાં તે.આત્મજાગૃતિ પામે છે તે છે. લગ્ન કરીને તેની ઈચ્છા તે પરેશ—શુભાંગો જેવું પ્રણયજીવન પામવાની હતી, પ પિસ્તાલીશની પાકટ ઉંમરે કદાચ એવા પુરુષ અને એવું પ્રણયજીવન ન મળે એનું ખરું ભાન અને થાય છે. અને વળી જેના સાથે વર્ષો સુધી રહી એ પિતાને એ પૂરી એળખી ન શકી તા મિ, પારેખ જેવા કોઇ અજાણ્યા પુરુષને કેટલા ઓળખી શકશે, એની સાથે કેવા ધરસંસાર નભાવી શકશે, પેાતે દામ્પત્યજીવનમાં કેટલુ` સમાયેાજન સાધી શકશે એના ખરા ખ્યાલ આવતાં કદાચ એ આ પગલું ભરે છે. અને એટલે જ પરેશ-શુભાંગી જેવાં પ્રેમસભર પ્રસન્ન ધન્ય દામ્પત્યજીવનના રંગીન પણ હવાઈ તરગને પડતા મૂકી પેાતાની ઢળતી ઉમર, મ્લાન યૌવન અને સ્થગિતકુંઠિત, જીવનમનેાદશાની વાસ્તવિકતાને એ સ્વીકાર કરે છે. પરિસ્થિતિ અને ભાગ્યા વિપય તથા સાચી વસ્તુને માડેથી થતા સાક્ષાત્કાર એ એ હેતુખીજના સંયોજનથી લેાખકાએ એક નારીની આત્મજાગૃતિની વાત આ લઘુનવલમાં રજૂ કરી છે. મનેાવૈજ્ઞાનિક આધારવાળી એક દાનક સમસ્યાનું રૂપાયન સાધવાનું હોવા છતાં લેખિકા કૃતિમાં સમયનું મનેમય પરિમાણુ ઊપસાવવામાં અને કુંદનના મનેાગતને તેના આંતરદ્વંદ વડે પ્રગટ કરવામાં અસફળ રહયાં છે. તેથી કૃતિની અપીલ વેધક બનતી નથી. For Private and Personal Use Only ४२ ચંદ્રકાન્ત બક્ષીની ‘પેરેલિસિસ ' અને રઘુવીર ચૌધરીની ‘ તેડાગર ' એ બે લઘુનવલમાં આત્મખેાધનું વિષયવસ્તુ ખપમાં લેવાયું છે. ૮ પેરેલિસિસ ' એક સવેદનકથા છે અને તેના વણ્ય વિષય છે વેદના... જીવનની ગતિ ધણી અકુળ છે. કાઈ માણુસના જીવનમાં કયારેક સાવ અકારણુ અને અણુધારી કરુણતા આવી પડે છે, તેના જીવનમાંથી સ્વજન, સુખ, જીવનહેતુ બધું ઝૂંટવાઈ જાય છે, ત્યારે એ માણુસને રિકતતા અને શૂન્યતા ભારે અકળાવે છે. જીવવું અકારું લાગે છે. પણુ એને જીવવું પડે છે, ક્રેઇને કાઈ રીતે જીવી નાખવું પડે છે. પત્ની પુત્રીના અકાળ અને આધાતજનક મરણુથી ભાંગી ગયેલા અને વીગત જીવનનાં કડવાંમીઠાં સંસ્મરણાથી ઘેરાયેલા એક બુધ્ધિજીવી માણુસતા જીવી જવાના પુરુષાર્થ ‘ પેરેલિસિસ' માં નિરુપાયે છે. એ માસ છે પ્રોફેસર અરામ શાહ. દારુણુ વેદનાને હૈયામાં ઊંડે ધરખીને એ હિલસ્ટેશન પર આવે છે. આવ્યો છે વિગત જીવનની યાદે ભૂલવા. એટલે એ નિશ્ચય કરે છેઃ રડવું નથી, ખાટું જુઠું' પણ હસવું છે, જીવવું છે. પણુ સ્મરણુરશેષ થઇ ગયેલું જીવન એમાં એને સફળ થવા દેતુ નથી. આવ્યા હતા તનમનની ત ંદુરસ્તી માટે એને બદલે ‘ પેરેલિસિસ ' ના ભાગ બની બેસે છે. એનું અ· શરીર અને આખું મન લકવાગ્રસ્ત થઈ જાય છે. અપ`ગની જેમ અડધું હસતાં અડધું રડતાં, એક અડધી જિંદગી જીવતાં કે મરતાં ટકી રહેવાને તરીકેા અને ખાટા જણુાય છે. આવું જીવન એને એ
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy