________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
નરેશ વેદ
માગતો હતો. અમીષા સાથે “ પાપાચરણ” તેના પતિ હેમાંગે નહિ પણ પોતે આચરેલું એવો દેવાગે અમીષા પાસે જઠે એકરાર કરવો અને તેના બદલામાં તે કીડનીદાન કરી દેવાંગને જીવનદાન આપે ! દેવાંગ સામે મુખ્ય સમસ્યા શું કરવું તેની છે. પણ એ તો દરિયાને માણસ. વહાણ ડૂબતું હોય ત્યારે અન્ય સૌને બચાવવા જે પિતાના જીવનને વિચાર સુદ્ધાં ન કરે એ માણસ. ટિસ્યુ મેચ થતા ન હોવાથી ઓપરેશન સફળ નીવડવાની આશા નથી અને પિતાનું મૃત્યુ નિશ્ચિત છે
એવું જાણે છે ત્યારે ભાઈ સાથે હવે વેરઝેરની લાગણી કેવી ? પિતાના એકાદ જુઠા એકરારથી ભાઈની ડુબતી દામ્પત્યનૌકા બચી જતી હોય તે ભલે કીડનીદાન ન સ્વીકારવું પણ એકરાર કરવા એમાં શું ખોટું ? ઊંડા મનોમંથન પછી ભાઈની અને પિતાની, ૫રની અને સ્વની પૂરી ભાળ મળતાં દેવાંગ જૂઠે એકરાર કરે છે છતાં કીડનીદાનને અસ્વીકાર કરે છે. એ અવીકાર ધિક્કારપ્રેરિત નહીં પણ સમજણપૂર્વકનો છે. મનોવિકૃતિથી પીડાતા ભાઈ પ્રત્યે તિરસ્કાર અને અણગમાની, તથા પોતાને માટે અહં અને અમર્ષની જે ગ્રંથિઓ બંધાઈ હતી તે મૃત્યુનુખ થતાં ઓગળે છે. પોતે કયારેય હેમાંગ બની શકે નહીં, તે મૃત્યુ સમયે એના જેવો કેવી રીતે થઈ કે પોતાની દર્દભરી લાચારીના સમયે પણ સોદાબાજી કરવા ઇરછતા હેમાંગને ઉદારતાથી ક્ષમા આપી એ પિતાન દેવાંગાણું જાળવી રાખે છે. બે ભાઈઓ વચ્ચેના સંઘર્ષની કથાને નિમિત્ત કરી લેખિકાએ અમર્ષ, અસૂયા, અહંકાર, ઉગ્રતા અને ક્ષમાના વિવિધ ભાવોમાંથી પસાર થઈ આત્મસાક્ષાત્કાર પામતા માણસની વાત કહી છે. મૃત્યુની સંનિધિમાં વ્યક્તિલક્ષી ભાવ-અભાવની મંથિઓને છેદ થતા સાચા સ્વરૂપમાં પિતાને ઓળખી શકતા માણસની વાત દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક ધરાતલ પર અહીં કળાત્મક રૂપે મૂકાઈ છે.
ધીરબેન પટેલની “આંધળી ગલી ' માં આત્મજાગૃત્તિ ( self-awakening )નું વિષયવસ્તુ લેવાયું છે. માતાના અવસાન બાદ પિતાને ખ્યાલ કરીને પિતાએ ફરી લગ્ન કર્યું નહીં એ સમજતી કુંદને પોતે પણ પિસ્તાલીશ વર્ષની થઈ તોય લગ્ન કર્યું નહીં. પિતાના અવસાન બાદ એકલી પડી જતાં પોતાના મકાન “ કુંદનવિલા માં પરેશની પ્રણયદાસ્તાન સાંભળી એને રહેવા અને પત્નીને બેલાવી ધર માંડવા ઘરને ઘેડ ભાગ ભાડે આપે છે. પરેશ પાસેથી સાંભળેલી પ્રણયકથાને ઉત્તરાર્ધ તેની પત્ની શુભાંગી પાસેથી સાંભળતાં કુંદન માત્ર એ લોકોના જીવનમાં જ રસ લેતી થતી નથી, પિતાના જીવન વિશે પણ સભાન થાય છે. વર્ષોથી પહેરવા શરૂ કરેલાં સાદાં સફેદ વસ્ત્રો છેડી રંગીન વસ્ત્રો પહેરતી થાય છે. સૌંદર્ય પ્રસાધને ખરીદી શરીરને ઓપ આપતી થાય છે. રાંધણકળા શીખવા લાગે છે. જીવનમાં, પ્રવૃત્તિમાં રસ લેતી થાય છે. વર્ષોના વિગ પછી મિલનનું મહાસુખ પામેલાં પરેશ-શુભાંગીના પ્રેમપૂર્ણ પ્રસન્ન મંગલ દામ્પત્ય
જીવનને જોઈ ને વર્ષોથી હઠાત મનના નિતાંત ઊંડાન્તળિયે ધરબી દીધેલી પ્રણય પરિણયની કામના સળવળી ઊઠે છે. લજજા છેડી, લગ્ન કરવાની જાગી ઊઠેલી ઈચ્છા વિશે સામે ચાલીને, એ શુભાંગીને વાત કરે, એગ્ય પાત્ર શોધી આપવા પરેશાની સહાય મેળવી આપવા વિનંતી કરે, આવું કોઈ પાત્ર યાત્રા પ્રવાસમાં મળી આવે એમ ધારી એમાં જોડાવા નામ નોંધાવે, પરેશ દ્વારા ખેળી કઢાયેલ મિ. પારેખ સાથે આ ઈરાદે મુલાકાત પણ જે—એમ ઉત્તરોત્તર આગળ વધતી રહે છે. પણ ફનડન જેન્સ નામની કોઈ મહિલા દ્વારા તેની મરણોત્તર મિલકત મળતાં અને
For Private and Personal Use Only