SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુએ રહ ફ્રીજ, ટી. વી. જેવી વસ્તુએ, સાથે હતું ! પતિના ધરમાં પોતે સુખી અને સંતુષ્ટ નથી ? એ પ્રશ્ન એને ખળભળાવી મૂકે છે. આમ તે પતિ દ્વારા એને શરીર, ધનવૈભવ, ઈજ્જતમાખરૂ વગેરેનું ઘણુંય સુખ મળ્યું હતું. પણુ કશાકને અભાવ રહી ગયેા હતેા. પેાતાને શું જોઈતું હેતું, શું ન મળ્યું, કયારે ન મળ્યુ, કોણે ન આપ્યું એ વિશે ભારે માનસિક યાતના વેઠીને પણું, લગ્ન પછી પદર વર્ષે લગ્નજીવનનું સત્ય શેાધવા એ મથે છે. ભારે મનેામ થન પછી તેને એ સત્ય સમજાય છે. પંદર વર્ષના લાંબા સહવાસ દરમ્યાન પતિએ એને કેવળ બહારથી જ જોઈ હતી. એ એની આજુબાજુ જીવ્યા પણ એના અંતરમાં ન પ્રવેશ્યા. લગ્ન નામની ગાંઠથી બધાયાં હતાં બંને પણ સહે અનુભવથી સ ંખેાધાયાં નહતાં. દામ્પત્યજીવનની ખરી સાકતા સહુ-વાસમાં નહીં સહ-અનુભવમાં, સાહચર્યોંમાં છે. પતિ એ ચૂકી ગયા. પતિ પાસેથી પંદર વર્ષામાં જે ન ૫માર્યું એ સાહચર્ય અજનબી નંદ સાથેના ચાર દિવસના સંગાથમાં તે પામી ! ૫દર વષઁના એના લગ્નજીવનનું સરવૈયું હતું અકળાતા ખાલીપે ! દરિયાના દેશમાં આવી કોશા રણુની દાહકતાનેા અનુભવ પામે છે. પતિ પાસે હઠ કરી માગેલા ગોવાના પ્રવાસ, પતિની ગેરહાજરીમાં એકલા રહેવાના આયાસ, અને અજાણ્યા પ્રવાસી પુરુષને મિત્ર બનાવી સહાનુભવ પ્રાપ્ત કરવાને એને પ્રયાસ-દેખીતી રીતે કોશાનું આ નાનકડું સાહસ હતું પણ એ તેને ધણું માંઘું પડયું ! અન્યની નહીં, સ્વની સન્મુખ થવાનું સાહસ ઘણું માં હેાય છે. કોશાની કથા આવા માંધા સાહસની કથા છે. એક નારીના લગ્નજીવનની વાતને નિમિત્ત કરતી આ કથા, વાસ્તવમાં, mainlestation and realization of selfની કથા છે. આવા દાશનિક વિષયવસ્તુને કળાત્મકરૂપે સાકાર કરતી આ રચના ગુજરાતીની એક અત્યંત આસ્વાદ્ય રચના છે. ' . પણ ઈલા આરબ મહેતાની ‘ દરિયાના માધ્યુસ ' આ વિષયવસ્તુને જુદી રીતે કળારૂપ આપે છે. કોઈ શીપીંગ કંપનીમાં રેડીઓ આફિસર તરીકે કામ કરતા રિયાના માધ્યુસ દેવાંગ, કીડની નિષ્ફળ જવાને કારણે દરિયામાં વહેતી જિંદગીને બદલે હૅસ્પિટલના બિછાને સ્થગિત હાલતમાં પડવો છે, ડૉક્ટરે કીડની ટ્રાન્સપ્લાન્ટને મૂકેલા વિચાર પત્ની ચારુમાં આશા જગવે છે. ફ્રીડની ગમે તેની ન ચાલે, બ્લડ ગ્રુપ અને ટિસ્યૂ મેચ થવા જોઈએ. અને એ તે નિકટનાં સ્વજા સાથે જ થાય. કુટખીઓ હોવા વિશેના દેવાંગના વારંવારના નના પછી પશુ ચારુ દેવાંગના કુટુંબીઓની ખેાજ કર્યા કરી, તેના ભાઈ હેમાંગની ભાળ મેળવી તેને કીડનીદાન આપવા વિનવે છે. હેમાંગ કીડની આપવા આવે છે પણ દેવાંગ એનું દાન સ્વીકારવા તૈયાર નથી. કેમ કરીને એ સ્વીકારે ? આ એ જ હેમાંગ, જે વાતે વાતે મા પાસે વહાલે થઈ પોતાને અળખામણા કરનારા, પોતાને મળેલા એડમિશનને પત્ર છુપાવનારા, અમીષા ઉપરના પ્રેમપ્રત્રો તેના પિતાને પેાષ્ટ કરી દઇ પોતાને બદનામ કરનારા, અમીષા સાથે ‘ પાપ ’ આચર્યા પછી પેાતાને હલકો પાડી, ઉદારતાનું નાટક કરી અમીષાને પત્ની તરીકે અપનાવનારા માસ. દેવાંગની મુખ્ય સમસ્યા જ એ છે કે જેણે હંમેશાં પેાતાની સાથે દ્વેષભાવ અને વેરભાવ દાખવ્યો હાય, સ્પર્ધા અને ગે.કર્યા હાય, એ કારણે પોતે જેને હમેશાં તિરસ્કાર્યા હોય એ માસના એક અંગને શા માટે અપનાવવું ? તેની કીડની સ્વીકારી તેને ઉપકાર શા માટે માથે ચડાવવા વધારે આધાતજનક વાત તો એ હતી કે કીડનીદાન આપતી વખતેય હેમાંગ સાદાબાજી કરવા સ્વા ૧૭ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy