________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
નરેશ વેદ
લાગણીને કથાની દાર્શનિક અને છતાં કળાત્મક ભૂમિકાએ ઉજાગર કરી શકે તેવું સર્જનકર્મ થઈ શકયું નથી. માણસના જીવિતવ્યને સ્પર્શતી આય દાર્શનિક સમસ્યાને ક્ષમતાપૂર્ણ કેન્દ્રધટનામાં સંકોરી, તેને યોગ્ય objective corelativesની સહાયથી તેને ઉપચય સાધી રસકીય રૂપમાં સાકાર કરવાનું અહીં બની શકયું નથી. એટલે આ રચનામાંય આગલી રચનાની જેમ આત્મઅભિજ્ઞાનનું વિષયવસ્તુ વેડફાઈ ગયું છે. '
બે લઘુનવલોમાં આત્મસાક્ષાત્કારનું વિષયવસ્તુ અલગ અલગ ઢંગથી ખપમાં લેવાયું છે. માણસ સમાજ વચ્ચે અને સ્વજને સાથે હોય છે ત્યારે અનેકની સાથે હળીભળી શકે છે પણ પિતાને ખુદને કદાચ મળી શકતું નથી. પિતાની જાતને મળવાનું તે કદાચ ત્યારે શક્ય બને છે
જ્યારે માણસ સ્વજન-સમાજથી દૂર સાવ એકાંત સ્થળે જાય, એકાકી બને. માણસ પોતાની નજર સમાજથી જાત તરફ વાળે, સ્વસમ્મુખ થાય ત્યારે શું થાય? મોહભંગ પામે ? નિર્ધાન્ત થાય ? જીવનના કોઈ અર્થ કે સત્યને પામે ? - આ એક એવી દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે કે તેમાં કોઈપણ નિષ્ઠાવાન સર્જકને રસ પડે. તેમાંય જ્યારે એ વ્યક્તિ પુરુષ નહીં પણ સ્ત્રી હોય ત્યારે એ સમસ્યાની જટિલતા અને રસપ્રદતા ઓર વધી જાય છે. વીનેશ અંતાણીને આ સમસ્યામાં રસ પડયો છે. 'સૂરજની પાર દરિયે' એ રચનામાં આ સમસ્યાને તાગી જોવાનો અને કળાની ભૂમિકાએ મૂર્ત કરવાને એમણે પ્રયત્ન કર્યો છે. એકધારા રુટિન જીવનથી કંટાળીને કોશાએ અનુકુળતા જોતાં જ હઠ કરીને પતિ સાથે ગોવાના પ્રવાસે ગઈ. પણ પિતાની ફેકટરીમાં ચાલતો લેબરપ્રોબ્લેમ ઉગ્ર બનતાં પતિને બીજે જ દિવસે કેશાને પજ માં એકલી મૂકીને તરત મુંબઈ પાછા જવું પડ્યું. પતિ પાસે જીદ કરીને પંદર વર્ષે એ ફરવા નીકળી ત્યારે તેના મનમાં ખરેખર તો હનીમૂન માણવાને ભાવ હતો, પરંતુ આકસ્મિક સંજોગોએ તેને એકલી પાડી દીધી. એ હતી રિસ્ટ પણ પતિ પાછા આવે ત્યાં સુધી પ્રતીક્ષાને શાં ૫ જીવવાનું હતું. બહાર પ્રવાસ થઈ શકતું નથી એ સ્થિતિમાં એનો એના મનમાં પ્રવાસ ચાલત થાય છે. એ અંતર્મુખ થાય છે. આત્મનિરીક્ષણ અને પૃથક્કરણ કરે છે. પોતાની સ્થિતિ, સંવેદના, ભાષા-બધાંને ચકાસતી રહે છે. આંતરદમાં સપડાય છે. એ આખી પ્રક્રિયાથી અને પિતાની અવસ્થાથી કંટાળી થાકે છે ત્યાં કચ્છના પ્રદેશમાં પૃથ્વીના પેટાળમાંથી તેલ શોધવાનું કામ કરતા એન્જિનીયર નંદના પરિચયમાં આવે છે. નંદ જેવા જીવંત પુરુષના પરિચયમાં આવ્યા પછી એનું મન નંદ સાથે પતિની તુલના કરી બેસે છે. નંદ અજાણતાં જ એના અંતરમાં શારકામ કરી બેસે છે. એ ખુદ ઓળખી નહોતી શકતી એ એને ત્રણ એ કારણે ખુલો થઈ જાય છે. મુંબઈ અને પથુજી વચ્ચેનું અંતર અગાઉ એણે પિતાના પલંગ પર પણ અનુભવેલું છે. ત્રણ દૂઝવા લાગે છે. એને ખોતરતાં પારાવાર વેદના થતી હોવા છતાં એને ખોતરવાનું એ ચાલુ રાખે છે. ત્યારે એને સમજાય છે કે આ પંદર વર્ષો દરમ્યાન પતિ અને પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં. ઘરગૃહસ્થી ચલાવવામાં પોતાની ઈચ્છાઓ, લાગણીઓ, આનંદ, સંવેદનાઓ તેને હોમી દેવાં પડયાં હતાં. એનું સભર સ્વત્વ લોપાયું હતું. સમાજ જેને સ્ત્રી માટે સુખ સૌભાગ્યની બાબત ગણે એવું બધું એની પાસે હતું. પૈસાદાર પતિ, સુંદર પુત્રી, ધરસગવડ બધું જ, પણ બહારથી સુખી જણાતા પરિવારમાં એનું સ્થાન, કુટુંબીઓ ગર્વથી વાત કરી શકે એવી ફલેટ, ફર્નિચર,
For Private and Personal Use Only