SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઆ ડૂબતા જાય છે. એવલાલ મટી ઉત્સવ પરીખ બની રહે છે ! સીધી લીટીએ ચાલતા એક ભલાભોળા નેકદિલ માણુસ જીવનસોગા દ્વારા કેવા પરિવર્તિત થઇ જાય છે તેની કથા લેખિકાએ હસવું અને હાળુ તેના અનુભવ થાય તે રીતે ટ્રેજિકામિક મૅડમાં કહી છે. વણ્ય વિષયની આ એક નમૂનેદાર અને આસ્વાદ્ય રચના, આપશ્ચા સાહિત્યમાં છે. અનાત્મીકરણના For Private and Personal Use Only ૨૩૩ આત્મપ્રસ્થાપના ( self-assertion )નું વિષયવસ્તુ લઈને પણુ ત્રણુ લઘુનવલે રચાઈ છે. એ ત્રણેયમાં વધુ નણીતી થઇ છે ધીરુબેન પટેલની ‘વાંસને અંકુર ' નામની રચના. તેને કથાનાયક કેશવ એક બદનસીબ સંતાન છે જે નાનપણમાં જ માના મૃત્યુ અને શ્રીમ ંત સસરાના અકિ ંચન જમાઈ એવા પિતાની લાચારીને કારણે માતાપિતાની છત્રછાયા હેઠળ ઉછરવાને બદલે ધનિક પણ કડક સ્વભાવના માતામહ રમણીકરાયને ત્યાં પિતા-આશ્રિત વિધવા માસીએના હાથે ઉછરી રહ્યો છે. નિયમચુસ્ત રમણીકરાયને ત્યાં કયારે સૂવું અને કયારે ઊઠવું, શું કરવું અને શું ન કરવું એની દઢપણે ઘડેલી આચારસહિતામાં શિસ્તબદ્ધ અને આજ્ઞાંકિત જીવન જીવવાનું થતાં કેશવના મનમાં અણુગમે તે થાય છે, પણુ સમજણે થતાં ધરમાં એ માસીએની સ્થિતિ જોતાં, પિતાને ત્રણ મહિને નિયત સમય માટે જ મળાય એવા નિયમ પાળતાં અવસ્થાએ વિધુર અને આાર અને સ્થિતિમાં સામાન્ય પિતાની હાલત જોતાં માતાનું શ્રાદ્ધ પોતે એકમાત્ર પુત્ર હોવા છતાં અન્ય કોઈ છોકરાને હાથે થતું હોવાનું જાણુતાં માસી પાસેથી મૃત માતાની સ્વમાન અને હિંમતની લાગણીના ખ્યાલ આવતાં–તેના મનમાં નાના રમણીકરાયની નીતિરીતિ સામે બળવા કરવાની વૃત્તિ જોર પકડતી જાય છે. નાનાજીને ન ગમતી એમણે મનાઇ ફરમાવેલી એમને આધાત પહોંચાડે તેવી પ્રતિક્રિયા દાખવતા થઈ જાય છે. વષૅ સુધી રમણીકમહાલમાં રહેવા છતાં દાદાજી કે અન્ય કાઇ સાથે એ હૃદયસબધ બાંધી શકતા નથી અને પેાતાની ઈચ્છા મુજબનું કાંઇ કરી શકતા નથી ત્યારે એ અસ્તિત્વની અને પ્રયત્નની વ્યર્થતા અનુભવે છે. સમજી સમાવી ન શકાય તેવી અકળતા અને એકલતાની સમસ્યાથી ઉદ્દિગ્ન થઈ જાય છે. એના ઉદ્દેશ અજપાના મૂળમાં એનું દાદા રમણીકરાય આશ્રિત-પાષિત-નિર્ધારિત-પરાધીન જીવન છે એવું સમજાતાં જ આત્મપ્રસ્થાપના માટેની તેની અભિલાષા ઉત્કટ થઈ જાય છે. વ્યક્તિસ્વાતંત્ર્યને ખ્યાલ આવતાં જ તે દાદાની છાયામાયામાંથી મુક્ત થવા ઇચ્છે છે પોતે ક્રાઈના આશ્રિત કે પ્રેરિત નહીં, પેતાનું જ જીવન સ્વેચ્છાએ જીવતા થાય, કેશવ તરીકે જીવી શકે, પરણવા, ન પરણવાના સુખી યા દુઃખી થવાના પોતાના અધિકાર પાતે જ ભોગવી શકે એવું એ વાંચ્છે છે. અને એટલે દાદાનું ધર અને સપત્તિ, દાદાએ શોધી આપેલી સુંદર કન્યા, દાદાએ ઊભી કરી આપેલી ફેકટરી એ બધાં પ્રલાભના ઇન્કાર કરી પોતાના પગ પર સ્વમાનભેર ઊભા રહેવા આસામ તરફ નીકરી અથે` જવા નીકળી પડે છે. કેશવના ગૃહત્યાગ એ કાઈ અધીર ઉતાવળિયા નાસમજ યુવાનનું, કાઈ આવેશ કે આવેગમાં આવી જઇ ભરાયેલું, પગલું નથી, માતા પાસેથી જ લેાહીના સ`સ્કારરૂપે સ્વસન્માન, આપૌરવ મળ્યાં છે તેવા એક જવાંમર્દ યુવાનનું આત્મપ્રસ્થાપનની નિજી જરૂરિયાતમાંથી લેવાયેલું નક્કર સમજદારીવાળું પગલું છે કેશવ કઠણુ ભાંય ફાડીને બહાર આવી સીધા ટટ્ટાર રૂપમાં વિકસતા વાંસના અંકુર જેવા છે. પેાતીકાપણુંાનું ભાન પ્રગટતાં આત્મપ્રસ્થાપના કરવા ઉદ્યુક્ત થતાં એક તરુનૂની આ કથા, એ વિષયવસ્તુની સુંદર રચના છે, ર
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy