________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટેલ-“અનામ”
૩ સંવત ૧૭૫૭ અને સંવત ૧૭૬૪માં તે કેટલીક કૃતિઓ રચી છે પણ એના જન્મની કે મૃત્યુની કઈ તિથિ પ્રાપ્ત થતી નથી. મતલબ કે સંવત સત્તરસે સત્તાવન અને સંવત સત્તરસે એસઠ આ બે ઉપલબ્ધ રચ્યાસંવતોને આધારે અનુમાની શકાય કે કવિ વિક્રમના અઢારમાં શતકમાં થઈ ગયા.
આ અ૮૫જ્ઞાત વૈષ્ણવ નાગર કવિ રામકૃષ્ણ પર કેટલાક વ્રજભાષાના કવિઓની તેમજ એના કેટલાક પુરોગામી. ભાલણ, મીરાંબાઇ, ગોપાલદાસ, પરમાનંદ, ભાણદાસ, વિશ્વનાથ જાની, રત્નેશ્વર તેમજ એના કેટલાક સમર્થ સમકાલીનો-કવિ પ્રેમાનંદ, વલલભ ભટ્ટ જેવાઓની અસર હશે પણ વિશેષ અસર તે વરતાય છે એના સમર્થ પુરેગામી એની જ જ્ઞાતિના.. અટકે પણ મહેતા...આપણા આદિ કવિ નરસિંહ મહેતાની. એના એક સુંદર પદમાં તે નરસિંહને પ્રભુના દીવેટીઆ તરીકે નિર્દેશ છે અને પિતાને એ પ્રભુભક્તિની દીવેટને સંકોરનાર-સં કારણિયા તરીકે ઓળખાવે છે.
દા તે વનમાં આનંદ છવ, મળીએ ગોવિદ ગોરણિય ચંચલ નયન નચાવે ચહુદિશ, મોહન ચિત્તને એરણિયે, સોળ કળાને શશિયર ઊગે તે ઉત્સવને તોરણિયે. નવ નવ વયની નારી નાચે આનંદ કેરે ઓરણિયે, મધુર મધુર ધુનિ મોરલી વાગે મેહન ચિત્તને ચારણિયે. દાસ નરસૈંયે દીવેટીઓ ત્યાં રામ-કૃષ્ણ સંકોરણિયે.”
આ જ દીવેટીઆ ’ને “સંકોરણિય' શબ્દો કેવળ એના વાચ્યાર્થમાં જ સમજવાના નથી પણ આદિ કવિ નરસિહથી માંડીને તે અઢારમી સદી સુધીના રામકૃષ્ણ મહેતા સુધીના સમય દરમિયાન કૃષ્ણભક્તિની પ્રજવલિત જ્યોતિ જે ઝાંખી પડેલી તેને યથાશક્તિ-મતિ પ્રજ્વલિત કરનાર કવિ રામકૃષ્ણ મહેતા હતા. એ લક્ષ્યાર્થ પણ અહીં અભિપ્રેત છે.
આપણા પ્રાચીન કે મધ્યકાલીન સાહિત્યમાં મૌલિકતા (Originality)ને મુદ્દો અતીવ નાજુક પ્રકાર છે. “There is nothing new under the sunએમ કહેવાય છે ખર. પણ ક્ષણે ક્ષણે નવીનતાને પ્રગટીકરણમાં કવિપ્રતિભાને વિજય છે એ પણ એટલું જ સાચું છે. દેશકાળ-ભાષા ભિન્ન હોય છતાં કોઈ બે સાહિત્યકારોના સર્જનમાં ઘણું બધું વિચારસામ્ય
For Private and Personal Use Only